________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ,
(એપ્રિલ
હું તે મહાશય સિદ્ધર્ષિ ગણિનું જીવન ચરિત્ર, સાંસારિક બાબતે સાથે આજે વસ્તાર સહિત વાંચકે સન્મુખ રજુ કરવાની મારી અ૯પમતિ પ્રમાણે આતક લઉં છું. 3 જંબુદ્વીપમાં આવેલા ભારતવર્ષની ભૂમિના ભૂષણ રૂપ ગુર્જર (ગુજરાત) દેશમાં
વ્ય કૃપવન, ઉપવનાદિ વડે સુશોભિત “શ્રીમાળ” નામનું નગર હતું. એ નગરની શાળતા ઘણા વિસ્તારમાં હતી. આધુનિક સમયમાં જે શ્રીમાળી વંશ પ્રવર્તે છે. નું મૂળ- ઉત્પત્તિ-સ્થાન અને શ્રીમાળ વંશના મૂળ-આદિ પુરૂષનું નિવાસ સ્થાન કે શ્રીમાળ નગર હતું. તે નગરમાં શૂરવીર શીરામદ, વૈરીઓના માનને મર્દન કર૨, ક્ષત્રિય ધર્મ ધુરંધર શ્રી વર્મલાભ નામે રાજા રાજ્ય કર્યો હતે તે સામ, દામ, ભેદ ને દંડ એ ચાર પ્રકારની રાજનીતિ રૂપ લતાને નવ પલ્લવિત કરતો હતો. ટૂંકમાં ૬ શ્રીમાળ નગરના રાજ્યની રિયત સુખી હતી. એથી કરીને શ્રી વર્મલાભ ભૂપતિની તકીર્તિ ભારતવર્ષમાં સુમનની સુગંધિની માફક સર્વ સ્થળે પ્રસરી રહી હતી.
તે શ્રી વર્મલાભ રાજાને દયા, ક્ષમા, સરળતા ઈત્યાદિ અનેક ગુણએ કરીને સુશેત સુપ્રભદેવ નામને મંત્રી હતો તે ઘણેજ નીતિભાન, ન્યાયસંપન્ન અને ઘણી બીણતા-ચાતુર્યતાને ધરાવનાર હતા. એવા તેના ગુણરૂપી લેહચુંબકના પ્રભાવે આકએલ રાજા તે પ્રવીણ પ્રધાન ઉપર બહુજ પ્રીતિ રાખતો હતો. તેના વિષે તે તાના મનમાં બહુજ માનની નજરે તેને જેતે. તે મંત્રી રાજાને ઘણો માનનીય છે. તેનો ચહેરે નિરંતર ખુશનુમા રહેતો હતો. તેનામાં સામ્યતાને ગુણ બહુજ ટે હતે. માન અને મરતબાવાળી અને દબદબા ભરેલી મોટી પ્રધાનની પદ્ધી તે ગવતો હતો. પરંતુ કેઈ ન્હાનામાં ન્હાનું બાળક તથા કેઈપણ ગરીબ મનુષ્ય ની પાસે જતે ત્યારે તેની સાથે સિામ્યતા પૂર્વક તે વાતચીત કરી તેના હદયને નમ્ર વડે સંતષિત બનાવતો હતો.
તે સરળ હૃદયના સદ્દગુણ સચીવને બે પુત્ર નામે દત્ત અને શુભંકર હતા. ( સુપ્રભદેવ )ને બીજો પુત્ર જે શુભંકર તેને લક્ષ્મીનામાં સ્ત્રી હતી. એ સ્ત્રી તાના નામ પ્રમાણેજ ગુણોને ધારણ કરનારી અને વાસ્તવિક રીતે જોતાં તે ખરેખર મીજ હતી. તે ભલી ભાગ્યવંત ભામીનીના હૃદયમાં શ્રાવિકાના સર્વે સદ્દગુણોએ વાસ કરેલ હતો. શુભંકર અને લક્ષ્મીનું પ્રેમી યુગલ પિતાના ધર્મમાં પ્રવર્તતા છે, અને સુખ સમાધિમાં સમય નિર્ગમન કરતા હતા. તેમના એવા ધાર્મિક ગુણો; શ્રીમાળનગરની સર્વે પ્રજા તેમના ઉપર અત્યંત સ્નેહ પ્રીતિ રાખતી.
તેના ઘરના એક એકાન્ત ભાગમાં ધાર્મિક ક્રિયાઓ કરવાને માટે જુદાજ ગ રાખવામાં આવેલ હતો, તે ભાગ ધર્મગૃહનાજ નામથી ઓળખાતો હતો. તેમાં ડતર શુભંકર અને લક્ષ્મી ધર્મ સંબંધી કાર્યો જેવાં કે સામાયિક, પૌષધ, સ્વાધ્યાય તે અભ્યાસ ઈત્યાદિક સર્વે પવિત્ર કાર્ય તે ધર્મગૃહમાંજ થતાં હતાં.
એકદા પ્રાતઃકાળનો સમય હતો તે સમયે સચીવ પુત્ર શુભંકર શય્યામાંથી જાગ્રત થઈ શિચકર્મ કરી શુદ્ધ થઈને તેમજ પોતાના નિત્ય શારિરિક કાર્યોમાંથી