________________
જૈન કોન્ફરન્સ હેરડ.
( જાન્યુઆરી
ગૂઢ રહસ્ય વિશાળ વિકતા, અસીમ શા અવકાશ વટાવતા, ભૂત કથા વીર કેરી વિચારતા, પરમ દર્શન ભાવિનું કલ્પતા;
વિભુ યા જય રાજ પ્રવૃત્તિના શથિલ ગોખ વિષે પડી નિમ તા”
આમ જગતના શાણુ પુરૂષમાં પ્રવૃત્તિ ચાલી રહેલી જણાય છે. અને સ્નેહી હૃદયમાં માનવ સમાજને વિચારગર્ભ બંધાય છે. તે માનવ સમાજ તો મળે ત્યારે ખરી, પણ અમેરિકાના ચિકા નગરમાં “ધર્મ સમાજ” સ્થપાય છે. મરહુમ ગાંધી હેમાં પ્રતિનિધિ તરિકે જવાને સંકલ્પ કરે છે. મહારાજ આત્મારામજી હેને અનુમોદન આપે છે જૈન સમાજ સહાયતા આપે છે. એટલે એ વીરનર ધર્મસમાજ ગજાવે છે. સ્વામી વિવેકાનંદ બૈદ્ધ ભિખુ ધર્મપાલ અને જૈન વકતા વરચંદ, અમેરીકાના હદય જીતી લે છે. ત્રણેના શિષ્ય થાય છે અને મંડળે સ્થાપે છે, અને પિત પિતાની મહેચ્છાઓ અને શ્રેષ્ઠતા દર્શાવે છે. એક વર્ષ ત્યાં આ ધાર્મિક પ્રવૃત્તિમાં મંડયા રહી પાછા સ્વદેશમાં પધારે છે, ન કોમ ઘેલી ઘેલી થઈ એ નરવીરને પ્રેમથી વંદે છે, સત્કારે છે, કહે કે પૂજે છે.
- પુનઃ પ્રયાણું આદરે છે, પોતાના પુત્ર અને પત્ની ઉભયને સાથે લઈ જાય છે, પ્રત્તિનું પગરણ કરે છે. આર્થિક સ્થિતિ બદલાતાં, ઈંગ્લાંડના વાસી થઈબારીસ્ટરને અભ્યાસ આદરી તેમાં ફતેહમંદ થાય છે. એક પત્રમાં દારિદ્ર દશાનું હૃદયદ્રાવક ચિત્ર ચિતરે છે. અને માતાને આશ્વાસન આપે છે. શેઠ વીરચંદ દીપચંદ સાથે પત્રવ્યવહાર કરેલ માલમ પડે છે. એક કેસમાં એમના તરફથી પ્રવૃત થતાં પૈસાની તાણ બતાવે છે છતાં અમેરિકાના દર્શન કરી, સ્વભૂમિમાં આવી ઘુમે છે. એમ જ નહીં પણ સ્થ બે સ્થળે વ્યાખ્યાન આપી, પિતાના ધર્મબંધુને જાગૃત કરે છે, નવ વર્ષને એમને દીકરે મોહન સર્વને મેહિની લગાડે છે. હેટા મહેટા શ્રીમંત શેઠીઆ તેડી એ બાળકને બેલાવતા સન્માનતા. આજે તેની શી સ્થિતિ છે ? કોઈ કહેશે ?
એમના ભાષણ અને લેખ, વાર્તા અને વિવેચનમાં સર્વત્ર બહુમતત્વની છીયા ઓતપ્રેત થએલી નજરે પડે છે. સમાજમાં શાંતિ સાથે શ્રીમાન મહાવીરના વચનામૃતના પાન કરાવવા મથે છે. અને તે માટે ભિન્ન ભિન્ન ગ્રંથનું વાચન મનન અને નિદિધ્યાસન છેવટ પર્યત ચાલુ રાખે છે. વિવેક અને સંભાળ રાખ્યા છતાં પણ જડવાદની જવાળા સમી થિસોફીના રંગમાં રંગાય છે, આ રંગ એમની લેખિની દ્વારા સર્વત્ર દષ્ટિગોચર થાય છે.
વ્યાખ્યાન શકિત સરસ હતી, સિરાષ્ટિને સ્વાભાવિક મીઠો કંઠ, વિશાળ વાંચન અને બહુશ્રુતત્વને અનુભવ નમાલા વિચારને પણ માલવાળે બનાવતા અને અસરકારક શબ્દમાં પ્રેક્ષકોને પ્રબોધી તેમને રંજીત કરતા. કેટલીકવાર પ્રેક્ષકોના અધિકારોનુંસાર પણ ઉપદેશની શૈલી