SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦ ] મહેમવીરચંદ રાધવજી ગાંધી. ઓફ ઈન્ડિયા” નામનું મંડળ સ્થાપી તેનું મંત્રીપદ સ્વીકારે છે. નવલરામે નર્મદનું જીવન જોયું; અને આલેખ્યું તેજ નવલરામનું જીવન ગવરધનભાઈ લખે છે, અને નવલરામની મહેચ્છાનું સ્વરૂપ દર્શાવે છે કે – “મહેચ્છાઓ જુવાનીમાં ઉછાળા મારે છે તે જુદા જુદા મનુષ્યોમાં જુદી જુદી રીતે પરિણામ પામે છે. કેટલાકમા ઉછાળા એકલા જ હોય છે, તે ચેડા સમયમાં થાકી શાંત થઈ વનય છે. આ ઉછાળા હોય છે ત્યારે અત્યંત વેગવાળા અને ઉદ્ધત હેય છે. કેટલીક હાની નદીમાં પૂર આવે છે, અને કલાકમાં નદી સૂકાઈ જાય છે, એ આમની દશા છે. કેટલીક નદીઓમાં આખું ચોમાસું ધીરે ધીરે પણ વધ્યા કરે છે, કેટલેક વખત તે વધે છે કે નહીં એ પણ ન સમજાય એટલું ધીરૂં પૂર હોય છે, એ છું થતું નહીં પણ આ નદીનું પાણી બીજા ચોમાસા સુધી ટકે છે અને વર્ષોવર્ષ એ નદી પર ધ્યાન ખેંચ્યા વિના વધી કેટલેક વર્ષે લેકોને ચમકાવે છે. કેટલાકની મહેચ્છાઓ આવી રીતે વધે છે. નવલરામની મહેચ્છા અને પ્રવૃત્તિ આ જાતની હતી. એક વર્ષે તેમાં પૂર, બીજે વર્ષો શાંતિ, ત્રીજે વર્ષે પાછું વેગવાળું પૂર, વળી સાતિ, અને અંતે ઉત્તરોત્તર વૃદ્ધિ. - ... મમ વીરચંદનું જીવન પણ આવું જ હતું. પરંતુ હેતે કામ કરવાનું ક્ષેત્ર વિચિત્ર હતું. જેન કોમમાં રૂઢિનું પ્રબળ એટલું બધું વ્યાપી ગયું હતું કે ધર્માચાર્યોને પણ લેકના મન્તવ્યને આધીન થવું પડતું. વૈષ્ણમાં મહારાજ, હિંદુઓમાં બ્રાહ્મણ તેમ જૈન સમાજમાં ગે.રજીઓ ગુરૂ તરિકે વંદતા, કોઈ કોઈ મુનિ મહારાજેમાં નીતિમત્તા હતી, પણ તેને સમાજમાં મૂકવાને ભય પામતા. આવા સમયમાં વીરચંદની મહેચ્છાઓ પૂરું થવાને કેટલી વિટંબણું પડી હશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુલક્ષી ધમ પ્રવૃતિ થવી જોઈએ. માનવ સમાજની નાનાવિધ પ્રવૃતિનું અવલોકન કરી નિર્ણય કરી પોતાને માર્ગ શોધે છે. નિર્ધનતા, કુટુંબભાર, સમાજની અજ્ઞાનતા આવા સંજોગોમાં પિતાની મનશ્ચમના કેમ સરળ કરવી. હે માગ શોધે છે. જુદા જુદા ધર્મના સાહિત્યનું વાચન કરે છે, વિચારે છે, વર્તમાન પ્રવૃતિ ને અવકે છે. અને તે સાથે સ્વધર્મના ગ્રંથનું વાચન મનન કરે છે; કેળ અને તત્વજ્ઞાનના ગ્રંથ સાથે સૂવગ્રંથનું અધ્યયન પણ કરાય છે. અને તેમાંથી દ્રવ્ય, ક્ષેત્ર, ક્ષળ અને ભાવને અનુસરતે ઉપદેશ, પિતાના સંબંધી સ્નેહી અને મિત્રમંડળમાં ચર્ચાવે છે, કેટલાક અનુયાયી થાય છે, અને કેટલાક શત્રુ પણ બને છે. આ સમયમાં મુનિ મહારાજ આભારામનો ઉપદેશ જૈન સમાજની આંખ ખેલે છે. વરચંદભાઈનામાં આશાના અંકુર ફુટે છે અને મુનિ મહારાજના દર્શન કરે છે. જગતમાં પાપની દિવાલ જમીન દેરૂ થાય છે, સહરાને હબસી કે અમેરિકાને નિમ સુદ્ધાં પિતાનું સ્વત્વ સમજતો થાય છે. “સાધુતા બંધુતા અને અવશતાનાં ગૂગલ” સ્થળે સ્થળે ફેંકાય છે. એક કવિવરના શબ્દોમાં કહિયે તો - “જગત ઉન્નતિના વિધિ શોધતા, સ્વજનને જનશાસ્ત્ર છે બોધતા;
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy