SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કરન્સ હેરડ. [ જાન્યુઆરી હિંદુસંસારની એક મુશ્કેલી, અદ્યાપિ પર્યત વિદ્યાર્થીના લલાટે ચોંટી જ રહી છે, બાળલગ્ન સાથે વિદ્યાર્થીને શિરે આવી પડતો કુટુંબભાર અનેક ઉગતી આશાને લુપ્ત કરે છે, આ સ્થિતિમાં આ ચરિત્રના નાયક પણ સપડાયા. રંક માતાપિતા અને કુટુંબનું પિષણ કરી આગળ અભ્યાસ કરવો એ મહા વિકટ કાર્યો છે. છેવટ અનેક વિચાર કરી ને કરી સ્વીકારવી એ નિર્ણય થયો અને એક સેલીસીટરની પેઢીમાં દાખલ થયા. જીવનને અન્યનકાળ હતા. અને આ મન્થનકાળમાં અનેક વિચાર અને તરંગની પરંપરા દરેક જુવાનના મગજને ડોલાવે છે. મહું સાક્ષર શ્રી નવલરામ એ સંબંધમાં આ લેખે છે કે, “અને એનું મન પહેલ વહેલુંજ જુવાનીને ચકડોળે ચડયું હતું, બધા માણસની જીંદગીમાં આ સમય કઈ કારજ કહેવાય છે. એ સમે પહેલાં નહી અનુભવેલી એવી અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે આત્મા ચગડોળે ચડે છે, અને છેવટે જે સ્થાયી વલણ તે લે છે તેની ઉપરજ ઘણો ખરો આખા ભવના અને પરલેકના પણ સુખ દુ:ખને આધાર રહે છે. આ આત્મમંથનમાંથી વિવિધ રત્ન પણ નીકળે અને ઝેર પણ નીકળે x x x આપણામાં ૧૬થી ૨૫ વર્ષ સુધી વખત સાધારણ રીતે ગધ્ધાપચીસી કહેવાય છે અને જે તે માણસને વિષયની ગધાઈમાંજ ડુબાવી મારે તે તે નામ ખરું છે પણ આ સમયે સ્ત્રી વાસનાને જ ઉદય થાય છે એમ નથી. મા સમે આત્માની મહેચ્છાઓ વ્યકત થઈ પ્રવૃત્તિ રોધે છે. આ સમે જેટલે સ્ત્રી વાસનાને એટલે જ પરાક્રમ કરવાને કે નામાંકિત થવાને qસે પણ આત્માને ડોહળી નાંખે છે. * * * * તેમજ પ્રસિધ્ધિની ઇચ્છાઓ કોઈને ઘેલાઈ ને પતરાજી કરવા, કોઈને ધનપ્રાપ્તિ કરવા, કોઈને માન મર્તબે મેળવવા અને તેને વિવા, ધર્મ કે યુદ્ધનાં પરાક્રમો કરવા પ્રેરે છે, છેલ્લા વર્ગના પુરૂષમાં આ લાગણી પતે નિમળ વિદ્યાભક્તિ, ધર્મભક્તિ કે દેશભકિતમાં કૈવલ્યને પામે છે. ઘણાંમાં તો મને શિયે એ બંને વૃત્તિઓ પચીસ વર્ષની ઉમ્મર સુધીમાં શિયિળ થઈ જઈ તેમને માત્ર દુનિયાદારીનાં માણસ બનાવે છે. કમાવું, કુટુંબને પિષવું અને બે પૈસા મળે તે ખર્ચા તેમને જાતમાં સારા કહેવડાવવું એજ આ કાળમાં સાધારણ હિંદુઓ પિતાનું કર્તવ્ય સમજે છે. એથી ઉચ્ચ લાગણીઓ આ કે પરાકની કવચિત જ જોવામાં આવે છે. અગરજે સ્વધર્મ શ્રધ્ધા મોઢે તા અપ્રવૃત્તિ કાળે બહુ બોલાય છે.” મહું વીરચદના અંતરમાં વિદ્યા, સત્સંગ, વાંચન, અને દેશકાળની પ્રવૃતિથી અનેક શુભ વાસના પુરે છે. અને પિતાને કુળ ધર્મ જૈનોને માટે પિતાનું જીવનનું બળિદાન આપવાનો નિશ્ચય કરાય છે. સુધારાની વેઠીથી બહિષ્કૃત થએલો રડવા કૂટવાનો હાનિકારક રિવાજ બંધ પાડવાને એક વ્યાખ્યાન આપે છે, છપાવે છે, બલકે પિતાને ત્યાં આચારમાં મૂકે છે. સુધારાની ભરતીના જુવાળની વીર શત થતી હતી. સ્વામી દયાનંદ અને સૂરિ વિજયાનંદ (આત્મારામજી મહારાજ) ના ઉપદેશ સમાજને પષતા હતા, અને પરમહંસ રામકૃષ્ણની ભકિતમય મુદ્રામાં કેશવ બાબુ જેવા મહાત થતા હતા, કેગ્રેસ અને બીજી સંસ્થાઓના ગભબંધારણ કે જન્મ થઈ ચૂક્યા હતા. સારા હિંદુસ્તાનમાં નવ ચેતન્ય સ્કુયું હતું. મહેમદનને સર સૈયદ અહમદખાન પણ પિતાની અનેરી પ્રવૃત્તિમાં મશગુલ થઈ રહ્યો હતો. આવા પ્રસંગે આપણે ચરિત્રનાયક “જન એસેસિએશન
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy