________________
મરહમ વીરચંદ રાધવજી ગાંધી.
*
મહૂમ વીરચંદ રાઘવજી ગાંધી.
સીંચ્યું તેને જગપર અમી, મીઠડાં વેણ વાઈ ભેદ્યાં ગાઢાં જીવનતિમિર, અન્તરે દુઃખ છાયી; શીળી કુંળ પ્રણયલ હરી ઉરકું જે સુહાતી,
લ્યાં ઘેરાં જગત ઝુલડે, આ ભિતિ અનેરાં, જીવ્યાં વર્ષો સુખદુઃખ ભર્યા છંદગીનાં ઘણેરાં, પહેર્યા પ્રેમે રજની વસને અન્યનાં પાપ ભીના ને જિજે હવાડયાં મનુજ દુખ દહ્યાં, પ્રીતિ કુંડ દેનાં.
આશરે બારેક વર્ષ ઉપર કેશરીઆ વાઘામાં સજજ થએલા નરના દર્શને પછી થએલા સંકલ્પના સિદ્ધિ આજે પણ થતી જોઈ સ્વાભાવિક જ આનંદ ઉદવે એ સર્વ કોઈની અનુભવ સિદ્ધ વાર્તા છે.
- પ્રભુ અને પ્રભુમત, સજ્જન અને મહર્ષિ, રાજગીર, રણવીર, અને ધર્મવીરની જનેતા, ગુરુવંતા ગિરનાર અને સુંદર શત્ર જયવી સેહાતી સૌરાષ્ટ્રના ભાવનગર સંસ્થાના મહુવા ગામે એક રંક માતાની ગોદમાં આજથી લગભગ ૪૫ મે વર્ષે મહેમ ખેલતા હતા; તે વખતે ભાગ્યેજ કોઈ એ કલ્પના કરી હશે કે આ રંક માતાપિતાને પુત્ર “રકના રત્ન "તરિકે ઓળખાશે.
ઈગ્રેજી સત્તાનું પરિબળ સારાષ્ટ્રમાં વધેજ જતું હતું. પૂરાણું જાતીય ખમીરને તિભાવ થતા હતા, હિંદુસ્તાનના પાટનગરમાં સુધારાની ઘેષણ વધ્યેજ જતી હતી, પ્રવૃત્તિ નિવૃત્તિના પડઘા સર્વત્ર સંભળાતા હતા, કેળવણી માટે પ્રયત્ન ચાલુ થયા હતા, યુનિવર્સિટીની
સ્થાપના થઈ ગઈ હતી, મહારાજા લાયબેલ કેસના નરવીર અગ્રેસરની કથા વાર્તા સને તાજી જ હતી; રાજારજવાડામાં દેશાટણને પ્રચાર આરંભાયે હતો. તેમ કેળવણીની અમી છાંટ મોટાં મોટાં ગામોમાં નંખાઈ હતી. મહુવા એ સૌરાષ્ટ્રના સુધારાની જનેતા છે. તેમજ વેપાર ઉદ્યોગને લઈ વસ્તી પણ વધુ હેવાથી, મહું મને શિક્ષણને પાસ જલદી લાગે.
ગ્રામ્ય ધરણાનુસાર કેળવણી પ્રાપ્ત કરી, “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” તવશાત વીરચંદના સંબંધમાં થયું. સ્વાભાવિક બુદ્ધિબળ અને ચાંચશ્ય સર્વના જાણ્યામાં આવ્યાં, ગમે તેમ કરી અંગ્રેજી શીખવું જ જોઈએ. બાર વર્ષના બટુકની જીજ્ઞાસા તપ્ત થઈ અંગ્રેજી શીખવાને પ્રસંગ મળે, શૈશવ, માર પછી તરૂણાવસ્થાના પ્રારંભમાં તે પ્રવેશ: ( Matric) પરીક્ષામાં માન સાથે પસાર થયા. અને એક શિષ્યવૃત્તિ સંપાદન કરવાને યોગ્ય ગણાયા. શિષ્યવૃત્તિ મળતાં, કોલેજમાં અભ્યાસ આદર્યો; એક પછી એક સંકલ્પની સિદ્ધિ થતાં કેનામાં ઉહાસ ન ઉદ્ભવે. વિદ્યાલયમાં એક ઉત્તમ વિદ્યાર્થી તરીકે પંકાતા, છેવટ બી. એ. ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.