________________
૧૮૧
)
ધર્મ નીતિન કેળવણી.
Moral Lessons ની જે ચાર ચેપડીઓ બહાર પડી છે તેના નમુના પ્રમાણે ગુજરાતીમાં પુસ્તકે લખાવાય છે તે વિદ્યાર્થીઓને પણ રસ સાથે નીતિના નિયમનું ભાન આપે તેમ છે.
હરિલાલ માધવજી ભટ્ટ, એમ, એ. (૧) શ્રધ્ધા અને ઉત્સાહને વધારે તેવાં, (૨) સ્વાભાર્પણ કરવાને આવેશ રહે તેવાં, (૩) સત્યપર પરમ પ્રેમ ઉપજે તેવાં, (૪) જગત, પરમેશ્વર, જીવ આદિના સ્વરૂપ સ્પષ્ટ થાય તેવાં, તથા નીતિ વગેરેને તે સાથે સંબંધ જણાવનારાં પુસ્તકો રચાવાં જોઈએ.
મેટાઈની વાસના અને વાર્તાપર પ્રેમ એ બાળકમાં સ્વાભાવિક છે, માટે તે બન્નેની ગ્ય મેળવણીથી ધર્મસિક્ષણમાળા રચાવી જોઈએ. બાળકે પ્રાચિન વાત અને અદ્દભૂત રસના પ્રેમી હોય છે.
છોકરાઓ માટે બાળવિલાસ કે ચારિત્રની ઢબ પર અમુક અમુક ગુણ પરત્વે દષ્ટાંત લખવા; અને એવા દષ્ટાંતથી તે ગુણના ફાયદા સમજાવવા. શિક્ષકને માટે નર્મકથાકેપ જેવા પુસ્તકની જરૂર છે. શિક્ષક તેની બધી વાતેથી જાણતા હોય તે બાળકને દષ્ટાંત આપવામાં અચકાય નહિ. પ્રાચિન કથાઓમાં તેવું બહુ છે.
અને નીચેને ક્રમે ત્રણ અંકે પુરતા જણાય છે – (૧) ધામીક પુરૂના ચરિત્રા, સતી ચરિત્રો. (૨) સ્વ સિદ્ધાંત દર્શન– (ધર્મ સિધ્ધાંત). (૩) કાર્ય આચના–ધમ અને વ્યહારને સંબંધ.
પહેલાથી મનેભાવના ધાર્મિક અને ઉદાર બનશે. બીજાથી પિતાને ધર્મનું ગૌરવ સમજાશે. ત્રીજાથી કેટલીક ખરાબ રૂઢીઓને તપાસી તજી દેવા વૃતિ કેળવાશે.
કહાન ચકુ ગાધી. * પ્રાથમિક શાળાઓ બાલકને કેળવણી આપવાની આરંભની શાળાઓ છે. ત્યાંથી જ માનસશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ કરવામાં આવે છે. હું તે આગલ વધીને કહીશ કે સુશિક્ષિત માતાએ તો બાલક જન્મે અને પોતે તેને સ્તનપાન કરાવે અને તેને ઉંધાડવાને હાલરડાં ગાય ત્યાંથી જ માનસ શાસ્ત્રને કડક અમલમાં મુકવાને છે. ઇંદ્રિય કેળવણીની શરૂઆત પ્રાથમિક શાલામાં કરવાનું ધોરણ માં જણાવ્યું છે, પણ જ્ઞાનેન્દ્રિય-તથા કર્મેન્દ્રિય કેળવણીને આરંભ બાળકને આપણે ઘેરથી જ થાય છે, તે સૌ કોઈ અનુભવથી જાણે છે, અને તેથી એવા અગ ત્યના માનસશાસ્ત્રનાં સુસ્થાપિત સિધ્ધાન્ત પ્રમાણે અભ્યાસ્ક્રમ ગોઠવવાની તથા ધર્મ ની. તિને કમ પણ તેવી જ રીતે ગોઠવવાની અને તેજ પ્રમાણે શીખવવાની પારાવાર અગત્ય છે.
ગણપતરામ અનુપરામ ત્રવાડી