SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ધમ નાતિની કેળવણું. ( માય પુરતાના સ્વરૂપના સંબન્ધમાં નીચેની સુચનાઓ કરવાની છે – (૧) પુસ્તક શિષ્યના અધિકારને અનુસરીને હોવું જોઈએ. અર્થાત વિષયની પસંદગી ભાષા, વગેરે એવું હોવું જોઈએ કે વિદ્યાથીને હેમાં રસ પડે ને શ્રમ બહુ પડે નહિ. બને ત્યાં સુધી Conversational method ઉપર રચાયેલાં પુસ્તકે હું વધારે પસંદ કરૂં છું. આપણુમાં ગુરૂશિષ્યની પ્રશ્નોત્તર માળાના પુસ્તકો આવે છે એથી આ પદ્ધતિ જુદી છે. જેવી રીતે શિક્ષક શિષ્યની સાથે વાત કરતે હેય તેવી સ્વાભાવિક રીતે જ લખાણ થવું જોઈએ. (૨) પુસ્તક એવું જોઈએ કે જેથી વિદ્યાર્થીને વિષયમાં Living interest પડે. સિધ્ધાન્ત વગર સમળે એ કરી જવાને કોષ્ટક જેવું ન લેવું જોઈએ. શિક્ષકેને માટે માર્ગ સુચનના જુદાં પુસ્તકો છપાવવાની જરૂર બહુ નથી. તેને સ્થાને ધર્મ શિક્ષણ કેમ આપવું જોઈએ હેના સિધાને ને દઝાન્ડે આપનાર પુસ્તક લખાવાં જોઈએ. ચંન્દ્રશંકર નામદાશંકર પંડ્યા, બી. એ. જે બધાં પુસ્તક રચાય તેમજ જે પધ્ધતિથી શિક્ષણ આપવામાં આવે તેમાં એક મહાન મુલાધાર તત્વ એસ્મર્ણમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થીના મગજમાં અમૂક ધર્મ સંબંધી જ્ઞાન ઠાંસવાને કરતાં હેની ધર્મ ભાવના વધારે પ્રદીપ્ત થાય એમ કરવું વધારે મહત્વનું છે. અલબત ધર્મ સંબંધી જ્ઞાન આપવાનું છે પણ તે જ્ઞાનથી ધર્મભાવના પ્રદીપ્ત થાય એવી રીતે તે આપવાનું છે; કેવળ શુષ્ક જ્ઞાનને અર્થે નહિ. આ મહાન નિયમ ધ્યાનમાં રાખીને પુસ્તકો રચવાં જોઈએ અને શિક્ષણ આપવું જોઈએ. બહેચરલાલ નટવરજી ત્રિવેદી, બી. એ, એલ, એલ. બી. ૧. જીન ધર્મનાં મૂળ તો સર્વથી સ્વીકારાય એવાં ઉદારતા ભરેલાં હોઈને શિક્ષણ :માળામાં દાખલ થાય તે વધારે સારું. દરેક ધર્મવાળાએ અન્ય ધર્મી મેતાવલંબીઓને પિતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરે જોઈએ, છેટા પડવાને નહિ. ૨. વિદ્યાર્થીઓ ધમધ તથા મિથ્યાગ્રહી બને એ એક પણ પાઠ કે વાક્ય ધમ શિક્ષણમાં નહિ આવે તેની સંભાળ રાખવી. ૩. અન્યધર્મો ઉપર અભાવ કે તિરસ્કાર આવે એવા શિક્ષણને કાંઈ પણ સ્થાન નહીં મળવું જોઈએ. સ્વર્ગસ્થ રાયચંદ્રજી જેવા વિશાળ દરિયાલાઓના સિદ્ધાન્તનું અનુકરણ કરવું જોઈએ. વઘ જટાશંકર લીલાધર, Moral Instruction League નાં બહાર પડેલાં પુસ્તકો શિક્ષકોને માટે બહુ સારી છે; અને તે જોવાની ખાસ ભલામણ કરું છું. અને Mr. H. G. Gould કૃત
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy