________________
egion. ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલિ કરે; શુદ્ધતામેં થિર વહે, અમૃતધારા વરસે.”
ધામક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રાયો. ( ૭) ધાર્મિક શિક્ષણ માટે કેવાં પુસ્તક રચાવા જોઇએ?
પ્રાથમિક શાળાઓમાં તે કથા રૂપે ધર્મ ને નિતિને બેધ કરવું જોઈએ; અર્થાત સારા નીનિમાન અને ધર્મિષ્ઠ પુરૂષ કે સ્ત્રીઓનાં ચરિત્રો બનેલાં કે બનાવટી છેકરાંઓને રસ પડે એવી રીતે લખાવાં જોઈએ. નિયમોનું કે સિધાન્તનું પિપરીયા જ્ઞાન કરાવવાની જરૂર નથી. કથાઓ મહેએ. કહેવાય તે બહુ સારું, પરંતુ હેમને માટે કથાવાલા પુરત તો શિક્ષકના આધાર માટે જોઈએ જ. ચોથી પાંચમી ચોપડીથી તે શિષ્યનાં પુસ્તકોમાં જ કથાઓનું મિશ્રણ કરી દેવું.
માધ્યમિક શાળાઓ Secondary Schools માં સિધ્ધાન્ત અને નિયમનું સં. ક્ષિપ્ત કથન થવું જોઈએ, ને કેવળ હે અર્થ સ્પષ્ટ રીતે સમજાય તેવું વિવરણ તથા તે બરાબર મનમાં ઠસે માટે દૃષ્ટાન્ત એટલું લેવું જોઈએ. આ કોટિમાં શાસ્ત્રીય પધ્ધતિથી ખંડન મંડન ન જ હોવું જોઇએ.
કોલેજો ને માટે જે પુસ્તકે નિમાય હેમાં સિધ્ધાન્ત તથા નિયમનું બરાબર પદ્ધતિ પુરઃસર મંડન થવું જોઈએ. તે સિધ્ધાન્ત તથા નિયમોની મર્યાદાઓ પણ બરાબર લક્ષમાં રાખવી જોઈએ.
આ બધા ક્રમમાં ધીમે ધીમે ઉત્તરોત્તર વિકાસ થ જોઇએ. બહુ ઉંચા પ્રકારની તત્વ દૃષ્ટિથી તો શિક્ષણ વિરલ અધિકારીનેજ આપી શકાય, ને તેને માટે તો પ્રાથમિક, માધ્યમિક કે કોલેજ કોઈ ગ્ય સ્થાન નથી. પરનું સાધારણ ખંડન મંડન વગેરેથી ને reasoning થી શિક્ષણ આપવાનું કોલેજોમાં રાખવું જોઈએ. ત્યાર પહેલાં નહિ,