________________
[ જાન્યુઆરી
જૈન કેન્ફરન્સ હેરડ, લખાવવા કેળવણી કમિટીની ભલામણથી માથે લીધું છે,
અમને જણાવતાં ખુશી ઉપજે છે કે મારવાડમાં આવેલા શિરોહીની નછક મઢાર ગામમાં શ્રીધર્મનાથ ભગવાનનું શ્રી જૈન શ્વેતાંબર મંદિર કેટલાક વર્ષ થયાં યતિ અમીચંદજીએ બંધ કરાવ્યું હતું અને પુજા થતી નહોતી. આ મંદિર ઉઘડાવવા માટે અત્રેની કેન્ફરન્સ ઓફિસ તરફથી એક ઉપદેશકને શીહી મોકલવામાં આવ્યું હતું. આ ઉપદેશકના પ્રયાસથી તેમજ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા રા. શ. મગનલાલ મોજીલાલ અને શીહી સંસ્થાનના દિવાનરાજ રા. રા. મેળાપચંદજી અનેપચંદજીની મદદથી મજકુર યતિજીને મંદિર બંધ રહેવાથી થતી આશાતાર કરવા માટે સમજાવવામાં આવ્યું હતું અને તેથી તા. ૧૫-૧૧-૦૮ને દિવસથી આ મંદિર ખેલવામાં આવ્યું છે અને પ્રભુ પુજા શરૂ થઈ છે.
જૈન સંઘને એક અરજ. લીબી પાસે આવેલા પાણસીણા ગામના સંઘ તરફથી અમને એક વિનંતિ પત્ર મળેલું છે. ત્યાં સ્થાઇકવાસી જૈન લેકેનું પ્રબળ બહુ છે, અને મૂર્તિપૂજક જૈન વર્ગની વિખ્યા પ્રમાણમાં બહુ ઓછી છે, તે છતાં ત્યાંના શ્રાવક વર્ગ જુદા જુદા ગામના શ્રાવકની મદદથી પુષ્કળ દ્રવ્ય ખર્ચે એક ભવ્ય જૈન મંદિર બંધાવરાવ્યું છે. તે સ્થળ પાલીતાણા જતા રસ્તામાં આવેલું હોવાથી વારંવાર ત્યાં આપણે સાધુ ધર્મ આવી ચઢે છે. પણ ત્યાં એક પણ ઉપાશ્રય નહિ હેવાથી ત્યાંના જૈન સંઘને ભારે અડચણ વેઠવી પડે છે, અને સાધુને ઉતરવાનું એગ્ય સ્થળ મળતું નથી. તેથી હાલમાં તે પાણીસણા ગામના સંઘે એક ઉપાશ્રય ચણાવવાનું કામ માથે લીધું છે, તેને અર્ધો ભાગ ચણાઈ ગયે છે, પણ પિસા ખુટી પડવાથી તે કામ અધવચ રખડયું છે, માટે તે ગામના સંઘે સકળ જૈન મૂતિપૂજક કેમને તે કામમાં મદદ કરવા સારૂ અરજ કરી છે. તે અરજને માન આપી મુંબાઈના ઝવેરી મંડળ તરફથી હીરાચંદ નેમચંદ જે. પી. એ રૂ. ૧૨૫) મેકલાવેલા છે. ફક્ત એક હજાર રૂપિયાનું કામ બાકી છે, માટે સકળ જૈન સંઘને વિનંતી કરવામાં આવે છે કે આવા એક શુભ ખાતાને પોતાનાથી બનતી મદદ કરવી. આસપાસ આવેલા સઘળા નાના ગામડામાં પાણશીણું એક મુખ્ય ગામ છે, અને ત્યાંના સ્કુલ માસ્તર મી. મેહનલાલ ઉમેદચંદ એક ધર્મચુસ્ત જેન હેઈ આ કામમાં બહુ સારે ભાગ લે છે, ને આ સંબંધી સઘળે હિસાબ લીબડી સંઘ રાખે છે તે સંઘ ઉપર આ કામ સારૂં જે નાણાં મોકલવામાં આવશે તેને સદુપયગજ થશે એમ