________________
I ના સિમ્યઃ | लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसाकीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । . स्व:श्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ–ગુણસમૂહ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રસુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષમી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ. તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઈરછે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
ૐ શાન્તિઃ ' SHRI JAIN (SWETAMBER), CONFERENCE HERALD. VOL. V.j. : MARCH. 1909.
[No. 3
-
-
-
પ્રાસંગિક નોંધ,
શ્રી જૈન શ્રેયસ્કર મંડળના જુદે જુદે ગામે ફરતા જૈનશાળાના પરીક્ષકો ઉપદેશક કમિટીની સૂચનાથી પોતાની મુસાફરી દરમિયાન કોન્ફરન્સના ઠરાવો ઉપર ભાષણ આપી તે ઠરા અમલમાં લાવવા જે પ્રશંસાપાત્ર ઉદ્યમ કરી રહ્યા છે તેને માટે અમે તેઓને તથા આ મંડળના ઉપરી અધિકારીને ધન્યવાદ આપીએ છીએ. આ મંડળના એક પરીક્ષક મી. મણીલાલ સુંદરજીએ કોન્ફરન્સના સંબંધમાં જે સ્તુત્ય કાર્ય કર્યું છે તે વાંચનાર આ માસિકના બીજા ભાગમાં જેશે. જે આવી જ રીતે આ મંડળના બીજા પરીક્ષકે તેમજ પાલી. તાણા વિદ્યાપ્રસારક વર્ગના પરીક્ષક તથા આણંદજી કલ્યાણજીના રખેપા કમિટીના એજ ટે તથા મુનિ મહારાજાઓ તથા યતિઓ પોતે જે જે સ્થળે જાય ત્યાં કોન્ફરન્સ સંબંધી ભાષણે આપી ડોક પણ પ્રયાસ કરશે તે તેનું શુભ પરિણામ તુરતમાંજ આપણે જોવા ભાગ્યશાળી થઈશું. કેન્ફરન્સના કાર્યમાં સહાગ (Cooperation) વગર ફતેહજ નથી એ સત્ય છે. તેટલા માટે કેન્ફરન્સના અંગે પાંગભૂત ભિન્ન ભિન્ન સભાઓએ પણ આ કાર્ય ઉપાડી લેવું જોઈએ છે.