________________
૨] .
ધનીતિની કેળવણી. કાય તેમ છે. મતલબ કે વૃત્તિ હોય તે આવા પ્રસંગો પુષ્કળ મળી રહે છે, માટે સ્વાર્થ ત્યાગ કરી યથાશક્તિ પરેપકારના કાર્યમાં જોડાવું.
બારીક નીરિક્ષણ કરી જોશો તે જણાશે કે આપણાથી પરોપકાર બહુ અ૫જ થઈ શકે છે. તે પછી બીજાના તન-મનને આપણે કઈ પણ પ્રકારે દુભાવીએ નહિ એટલી તે કાળજી આપણે ખાસ રાખવી ઘટે છે.
અને દર્શાવેલ વાતમાં સર્વે નીતિ નિયમને સમાવેશ થઈ જાય છે. તેમની પરાકાષ્ટા દેખાઈ આવે છે. કેઈ પણ અવગુણને દાખલો લઈ તેથી પિતાને તથા બીજાને કેવી રીતે દુઃખ થાય છે એ વાતને બારીકીથી વિચાર કરી જેમાં ઉપરનું કથન યથાર્થ છે એમ જણાશે. આચારપદેશ યા નીતિનું શિક્ષણ આ લક્ષ્યને સાક્ષાત્કાર કરાવનારું હોવું જોઈએ.
(૬) આગળ જતાં વિદ્યાર્થિની લાયકાત પ્રમાણે એ વાત બારીકીથી સમજાવવી. શ્રી પુરૂષાર્થ-સિદ્ધિ-ઉપાયમાં અહિંસાનું સ્વરૂપ જેવી રીતે દર્શાવેલું છે તેમાં અને ઉપર (૫) પાંચમા વિભાગમાં જે વાત જણાવેલી છે તે એકની એકજ છે એ વિસ્તારપૂર્વક યોગ્ય રીતે બતાવવું. - હિંસા એટલે પ્રાણનું હરણ પ્રાણના બે પ્રકારઃ દ્રવ્ય અને ભાવ, દ્રવ્ય પ્રાણું એટલે શરીર અથવા જે દશ પ્રાણુ ગણવામાં આવે છે તે. ભાવપ્રાણું એટલે આત્મગુણ અથવા આપણે શુદ્ધ મનેભાવ,-મન. હવે કોઈપણ નીતિ નિયમને ભંગ કરવાથી હિંસા થાય છે એ વાત અવકીએ. કેધને દ્રષ્ટાંત લઈએ. કેધ ઉત્પન્ન થતી વખતે જ પ્રથમ પોતાના ભાવપ્રાણુને-શુદ્ધ મનેભાવ-નાશ થાય છે. તેથી વળી દ્રવ્ય પ્રાણને નુકશાન થાય છે,-શરીર ક્ષીણતા આદિ પરિણામને પામે છે. ક્રોધના આવેશમાં સામાની સાથે બોલાચાલી થાય છે તેનું મન દુઃખાય છે, તેના ભાવપ્રાણને નાશ થાય છે. અને મારામારી થાય તે આપણું તેમજ સામાના શરીરને-દ્રવ્યપ્રાણુને નુકશાન થાય છે. આમ ચાર પ્રકારે હિંસા થાય છે, એટલે કે, બીજા શબ્દોમાં કહીએ તે, કઈ પણ નીતિ નિયમને ભંગ કરવાથી, પિતાનાં તેમજ પરનાં તન-મનને દુભાવવામાં આપણે કારણભૂત થઈએ છીએ. હિંસાને આ બહાળે અર્થ કરવાથી, અસત્યાદિ સર્વ દોષને તેમાં સમાવેશ થઈ જાય છે.
એ હિંસા, કષાય તથા પ્રમાદ એ બેને લઈને થાય છે, જ્યાં ગ્ય સાવચેતી રાખવાની આપણી ફરજ છે ત્યાં ગ્ય સાવચેતી ન રાખવી, એ બેદરકારી તેજ પ્રમાદ (પાઠ ચાલતી વખતે બરાબર ધ્યાન આપવાની ટેવ પડાવવાથી, શિક્ષક વિદ્યાથિઓમાંથી પ્રમાદવૃત્તિ ઘણે અંશે દૂર કરી શકશે. આ વાત પર શિક્ષકે બારીક ધ્યાન આપવાની જરૂર છે. માટે પ્રમાદ ટાળવાકષાય ઉપશમાવવા પ્રયત્નશીલ થવું. એ નીતિ યા શમ દમને સાર, ધર્મ પામવાની ચેગ્યતાનું-સમકિતનું મૂળ.