________________
૧૯૦૮] અધિપતિની નેધ.
પ 1 પુનઃ વાંચવા અમે અમારા રસિક વાંચનારાઓને ભલામણ કરીએ છીએ. ત્યાર પછી Swamibatsalya સ્વામિવાત્સલ્ય અથવા “આધુનિક દાન કરવાની પદ્ધતિમાં સુધારે દાખલ કરવાની આવશ્યકતા” એ વિષય પણ દરેક જૈન બંધુએશ્રીમંત તેમજ ગરીએ-ખાસ વાંચવા લાયક અને મનન કરવા લાયક છે.
આપણા જૈન સાહિત્યને ઘણે ભાગ પ્રાકૃત ભાષામાં હોવાથી પ્રાકૃત ભાષા જાણવાની આપણને કેટલી જરૂર છે. તે બતાવી આપવા માટે The Prakrit Poems નામને લેખ પણ ઘણી સરળ ભાષામાં લખાયેલ હોવાથી આપણા હાલ ઉછરતા અંગ્રેજી કેળવણી લેતા યુવકોને અવશ્ય વાંચવાની જરૂર છે.
Union is Strength (સંપ એજ બળ છે) એ લેખ વાંચનારને અસરકારક તેમજ ઉપગી છે. આ લેખની હગીતા માટે એટલું જ કહેવું બસ થશે કે તે બીજા માસિકમાં જેવા કે ન ગેઝેટ વિગેરેમાં પુનઃ પ્રગટ કરવામાં આવ્યું હતું. તદુપરાંત Review of the life of Mahavira, What the Association wants to do, Sametsikharji and the Anglo-Indians વિગેરે લેખે પણ વાંચવા લાયક છે.
ગત વર્ષમાં મુંબઈની બીજી સાહિત્ય પરિષદમાં રા. રા. મનસુખરામ કિરતચંદ મહેતા તથા મી. અમરચંદ પી. પરમારે વાંચેલા વિષયે લગભગ દરેક અંકમાં આપવામાં આવેલ છે. તે વિષયે હવે થોડાક જ અધુરા છે. જે નવીન વર્ષમાં પૂરા થઈ જશે. આ બંને વિષયે દરેક જૈન બંધુને વાંચવા અમે ભલામણ કરીએ છીએ. કારણ કે જૈન ઇતિહાસ અને જેને ગુજરાતી સાહિત્ય ઉપર પ્રમાણે બંને વિષયે કાળજીપૂર્વક ઘણું મેહેનત લઈ લખાએલા અને સાંપ્રતકાળમાં ઘણું પ્રકાશ પાડનારા છે.
તદુપરાંત આપણું અધોગતિ; તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? મનુષ્યદેહ શાને માટે છે, કોન્ફરન્સનું અસ્તિત્વ, કોન્ફરન્સના ઠરાને અમલ કેવી રીતે કરે? કોન્ફરન્સ અત્યાર સુધીમાં શું શું કર્યું છે, પ્રાચીન શિલાલેખ, કેમ સુધારા થાય, યુનિવર્સીટીમાં દાખલ કરાવેલું જૈન સાહિત્ય, ઇંદેરમાં ઐયતા, જૈન ગ્રંથે પ્રસિદ્ધિમાં લાવવા માટે જૈન ગ્રેજ્યુએટસ એસોશીએશનને એક અગત્યની સૂચના, જેન કેમના ધનવાને તથા વિદ્વાનેને એક નમ્ર પ્રાર્થના ઈત્યાદિ ગત વર્ષમાં અપાયેલાં ઉપયોગી વિષયે પુનઃ વાંચવા માટે અમે સર્વે જૈન બંધુઓને સૂચવીએ છીએ. એપ્રીલને અંક તે પ્રથમ પૃષ્ટથી ઠેઠ અંત સુધી દરેક જૈન બંધુએ વાંચવાની આવશ્યકતા છે. સ્વતંત્ર વિચારોની પુષ્ટિ માટે તથા દરેક જૈન બંધુને પોતાના વિચારે જાહેરમાં મુકવાને હક છે તે બતાવવા માટે તેમજ આ અંકમાં પ્રકટિત વિચારમાંથી અસાર દૂર કરી સાર વસ્તુ દરેક જૈન બંધુ ગ્રહણ કરે એવા ઉચ્ચ હેતુથી