SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯) પાંજરાપેળે અને તેની સ્થિતિ, લાભ થશે. સાંસારિક સુખ એ જળના તરંગરૂપ છે. એ સુખની પછવાડે દુર ખનાં લપસીંદર ચાલ્યા જ કરે છે. એ માટે કહ્યું છે કે – જે સુખમાં ફિર દુઃખ વસે, સે સુખ નહિ દુઃખરૂપ, જે ઉતી’ગ ફિર ગીર પડે, સો ઉતીગ નહિ ભવકૂપ. ' આ ટુંક હિતબંધ ખાસ ધ્યાનમાં લેવાને મારી વિજ્ઞપ્તિ છે. આશા છે કે આ પત્ર ઉપર માયાળુ દ્રષ્ટિથી જોવામાં આવશે એજ વિજ્ઞપ્તિ. લી. દાસાનુદાસ વઢવાણ શહેર, શાહ નારણજી અમરશીના જયજીનેંદ્ર " , વાંચશેજી. પાંજરાપોળો અને તેની સ્થિતિ. - અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટર મી. મોતીચંદ કુરછ ઝવેરીએ તા. ૧૩-૯-૧૯૦૮ ના રોજ ભેઈની પાંજરાપોળ તપાસી હતી. આ પાંજરાપોળ સંબંધી તેમના રીપોર્ટ ઉપરથી અને લેકેની જાણને માટે તેમાંની નીચે લખેલી હકીકતે પ્રગટ કરીએ છીએ. - ડભોઈની પાંજરાપોળ ઘણાજ નાનાપાયાપર અને નવીજ થયેલી છે. સંવત ૧૯૬૧ ની સાલ પહેલાં ત્યાં પાંજરાપોળ જેવું કાંઈજ નહોતું અને તેથી મુગાં જનાવરે બહુજ દુઃખી થતા હતા, જે વાત ધ્યાનમાં લઈ ત્યાંની જેનકોમના એક આગેવાન શેઠ ચુનીલાલભાઈ ફુલચંદભાઈએ એક પાંજરાપોળ બાંધવાને વિચાર કર્યો અને મહાજનની સભા બોલાવી પિતાને વિચાર જણાવી એક નહી જેવું ફંડ ઉભુ કર્યું, અને તે ફંડમાંથી ગામને છેડે થેડીક જમીન વેચાતી લઈ એક પાંજરાપોળ બંધાવી જેમાં ફક્ત એક અડાળી, એક ઓશરી અને તેના પર એક મેડે છે. બીજી જગ્યા ચણાતી અધુરી રહી ગએલ છે, કારણ કે ફંડની સ્થિતિ સારી નથી, - પાંજરાપોળમાં જનાવરની હાજરી સરાસરી આશરે ૩૦ ની રહેતી હશે. જેમાં નાનાં પાડાંઓ, વાછરડાંઓ, તથા લુલાં અને ન ચાલી શકે તેવા બળદો હતા. ઘેડે ફક્ત ૧ એકજ હતે. દરદી જનાવરોની સંખ્યા ૧૦ થી ૧૨ ની હતી. જેમાં વધારે ભાગ લંગડા જનાવરોને હતે. * પાંજરાપોળનું વાર્ષિક ખર્ચ આશરે બે હજારની લગભગનું હશે, એમ ચુનીલાલભાઈએ જણાવ્યું અને હમેશની હાજરી ફકત ૩૦ જનાવરોની સર .
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy