________________
3} }
જૈન કન્ફરન્સ હેરલ્ડ હાનિકારક રીવાજો
[ ફેબ્રુઆરી
૧ ખાળ લગ્ન, ૨ વૃદ્ધે વિવાહ. ૩ કન્યા વિક્રય. ૪ એક સ્ત્રીની હયાતી છતાં વધુ સ્ત્રીઓ કરવી તે. ૫ મૃત્યુ પાછળ જમણવાર(કારજ-દાડા). હું મરણુ પછવાડે અાગ્ય શેશક ક્રિયા. ૭ અાગ્ય ( ગજા ઉપરાંત ) ફરજીઆત ખર્ચા ૮ અન્ય ધર્મીઆનાં પર્વે તથા રીત રીવાજોનો પ્રચાર. ૯ લગ્ન પ્રસગે ગણિકાને નાચ તથા આતશમાજી. ૧૦ સમુદાયિક જમણવાર વખતે નહિ જમવાના પ`ક્તિ ભેદ અને તેથી નીપજતાં અશાન્તિ, ધમાધમ, જીવહિં'સા અને બિગાડ. ૧૧ ફેશનનીફીશીયારીમાં ખેચાતા આ મેઘવારીના સમયમાં, કુટુંબ ઉપર માજા રૂપ થઈ પડે તેવા ખર્ચા કરવાની રીતિ વગેરે.
બાળલગ્ન ઉપર આવતાં પહેલાં ઉપર જણાવેલા સર્વે રીવાજો હિં‘દુ સ્તાનના જુદા જુદા વિભાગમાં વસતા સમસ્ત જૈન સમુદાયમાં મહાન આપ્ત પુરૂષ શ્રી વીતરાગ દેવ પ્રણિત સ્યાદવાદ ધર્મના અનુયાયીઓમાં કેવી રીતે પ્રચલિત થયા તે સખપી કઇક પ્રકાશ પાડવાની અપેક્ષા રહે છે.
સામાન્ય હકીકત—આટલુ તા કબુલ કરવુ પડશે કે પોતાની માન્યતા પ્રમાણે દિનપ્રતિદિન વધતા જતા સુધારાના ચાલુ જમાનામાં સુધારાની પરાકાષ્ઠાએ પહોંચેલી જુદી જુદી અમેરીકન, યુરોપીઅન તથા જાપાનીઝ પ્રજા ગણમાં પણ અનેક બદીઓ ને કુધારાઓને જન્મ મળ્યા છે. એટલુંજ નહિં પણ વિદ્વાન આગેવાનેાના તદ્વિરૂદ્ધ પ્રયાસ છતાં તેને નીભાવી રાખવામાં આવે છે તે જોતાં આપણા સમુદાયમાં જે હાનિકારક રિવાજો પ્રચલીત છે તેને દીઘ કાળે પણુ જડમૂળથી ઉખેડી નાંખવાને વિવેકી નેતાઓના વિશેષ સ્વાર્થત્યાંગ તથા અથાગ ને તિકહિમ્મતની અપેક્ષા રાખવામાં આવે તે તેથી અજાયખ થવાનું રહેતું નથી. તેમ જ નિરાશ થઈ અક્રિય-સુસ્ત-થઈ બેસી રહેવુ તે પણ યાગ્ય ગણાશે નહિ. દુષ્ટ રીવાજો પૈકી કેટલાએક મુસલમાન બાદશાહેાના અમલ દરમીયાન અન્ય કામોની માફક આપણી કામમાં પણ દાખલ થયા છે. કેટલાએક અનિષ્ટ રીવાજો અન્ય ભાઇઅ‘ધકામ સાથેના આપણા ગાઢા પરિચયથી શાસ્રીય જ્ઞાનના અભાવે આપણામાં દાખલ થવા પામ્યા છે. કેટલાએક ધિક્કારવા ચાગ્ય રીવાજો દેખાદેખીથી મ્હારની ખાટી માટાઈ પ્રદર્શિત કરવાની લાલસાથી આપણા તરફથી આવકાર આપવામાં આવતાં પ્રચલિત થયા છે. અને કેળવણી આફ્રિ ઉન્નતિ સાધક સગીન કાર્યા તરફ દુર્લક્ષ્ય રહેવાથી, આપણી જ્ઞાતિના અગ્રેસરાના ધનમદની પ્રાખલ્યતાથી પોતાના કકા ખરા મનાવવાના હઠવાદથી તે તે રીવાજોને ઉત્તેજન મળતાં વિશેષ સ્થિરીભૂત થઈ આપણા સમુદાયમાં ઉડા જડમૂળ ઘાલીને બેઠેલા દૃષ્ટિગત થાય છે,