SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૦ ) જૈન કેન્ફરન્સ હેર. [ નવેમ્બર ખુલ્લા શબમાં કહીશું કે કદાચ તેમની કૃપણતાથી કેન્ફરન્સનું હિત કંઈક અંશે બગડશે એમ સંભવ છે પણ તેથી કેન્ફરન્સ મરી જશે નહિ, તેઓના મનમાં કદાચ એ ફાંકા કરે કે અમારા લીધે જ તે ચાલે છે, તો તેમની મોટી ભુલ છે. એ ગર્વ નકામે છે. એ અભિમાન મિયા છે. કેન્ફરન્સને પિષનાર આઠ લાખ ને પડ્યા છે, તેમાંથી કદા બસે-ચારસે તેના વિરોધી થશે તેથી શું તે સુઈ જશે ? કાનખજુરાને એક પગ ભાંગે તએ શું ને ન ભાંગે તોએ શું ? અમે ફરી ફરીને કહીશું કે જે જેને પ્રજાનું ભાવી પ્રબળ હશે, જે જૈનોની ઉન્નતિ જ થવાની હશે તો કોન્ફરન્સ ભરશે જ નહિ. પાંચમી કેન્ફરન્સથી જ કોન્ફરન્સનું ભવિષ્ય કેટલેક અંશે બગડ્યું છે. કેન્ફરન્સને અમદાવાદમાં નોતરી–આમંત્રી તેને માટે માત્ર જુજ રકમ આપવાનું જાહેર કરી લેકેષણાના ભથી તથા વાહવાહ કહેવડાવવા પ્રથમથી જ કાઢી મુકેલી મોટી મોટી સ્થાનિક ઉદાર સખાવતે પ્રસિદ્ધિમાં લાવી ઘરના દેવ અને ઘરના ભુવા જેવી બાજી રચા અર્થાત સખાવત પણ ઘરની અને તેની પર ટ્રસ્ટીઓ પણ ઘરના. આમ કરી કોન્ફરન્સને હાનિ પહોંચાડી છે પિતાની ખેલેલી સંસ્થાઓ માટે કાઢી રાખેલી રકમ કાઢી ન રાખી હોય તે તેમને ચલાવવા માટે કાઢવી જોઈતી રમે, કે જેના ઉપર પોતાની માલિકી રાખવી હોય તેવી રકમ સખાવતરૂપે શા માટે કેન્ફરન્સ વચ્ચે બેલવી જોઈતી હતી ? જાણનાર સારી પેઠે જાણે છે કે તે કંઈ નવી સખાવતો નહતી, પરંતુ અમારા બીજા ભેળા અને સરળ જન બંધુઓ કોન્ફરન્સને પૂછે છે કે “તને અમદાવાદમાંથી મળેલા બે-ત્રણ લાખ રૂપિયા તથા બીજી કોન્ફરન્સ પ્રસંગે મળેલા બે લાખ રૂપિયાનું તેં શું કર્યું?” આને કોન્ફરન્સ શો જવાબ વાળ? દરેકને સંતોષ તે શી રીતે પમાડી શકે ? અમને આ સ્થળે કહ્યા વગર ચાલતું નથી કે, સાઠ હજાર રૂપિથાનું છે તાંબર કેન્ફરન્સ મદદ કુંડ કેન્ફરન્સથી જુદું પાડી કેન્ફરન્સના હિતને ભંગ કરવાની કેટલાક અમદાવાદી જેને આગેવાનોએ જે સાંકડી રીતિ ધારણ કરી હતી તે જૈન પ્રજ ભુલી ગઈ નથી અને જશે પણ નહિ. આ સંકુચીત પ્રનાલિકાને જન્મ થયા પછી ભાવનગરે અનુકરણ કર્યું–સ્થાનિક સખાવતો કરવામાં આવી અને તેથી જ કોન્ફરન્સને માટે વરસતી સખાવતના વરસાદ વરસતા મટી ગયા. પરિણામે તેને આજ પસા સંબંધી ઘણી અડચણો વેઠવી પડે છે. આ પરાક્રમ કરવાનું પ્રથમ ભાન અમારા અમદાવાદના કેટલાક બડેખાઓને ઘટે છે! ! આવો જશ એઓ સાહેબ ન ખાટે તે બીજા કેણુ ખાટે ! બીજ કોણ એ કાળી ટીલી લે? કોન્ફરન્સના આ અણીના કટોકટીના સમયે કોન્ફરન્સની જીવનભૂત આષાધ સુકૃત બંડારની ચેજના પ્રત્યે તિરસ્કાર કરવાનું જે અપમાનભર્યું પગલું સામાન્ય જૈન પ્રજાની લાગણી વિરૂદ્ધ આગેવાનેએ ભર્યું છે તે ઘણું જ લજજાસ્પદ–શરમીંદુ જ ગણાય. રાજાને કાયદાનું અપમાન કરનાર ખુદ રાજાનું જ અપમાન કરે છે, તેમ તીર્થંકરરૂપી સંધના નિયમનું અપમાન કરનાર તે પચીસમા તીર્થંકરનું–તે સંધનું અપમાન કરે છે. આના જેવું બીજુ મહાન પાપ જગતમાં કર્યું હશે ! તેમાં વળી અમદાવાદને જૈન સંઘ આ ચાર આનાની યોજનાના સંબંધમાં શું કરે
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy