________________
૧૦૮ )
પ્રાસંગિક નેધ.
( ૨૮૯
જે આ ગૃહસ્થ દાખલા દલીલોથી–કારણે સાથે-સપ્રમાણ કોન્ફરન્સ ઉપર શ્રદ્ધા નહીં રાખવાનું પુરવાર કરી બતાવ્યું હોત તો તેમને અમે અપાર ઉપકાર માનત; કારણ કે સુધારક બુદ્ધિથી ખરા દોષ શોધી કહાડનાર કંઈ પણ હિત આ લોકમાં કરી શકે છે. અમે કોન્ફરન્સના હિત માટે વિરૂદ્ધ બોલનારાઓને ચાહીએ છીએ, પણ કેવળ શત્રઓ તરફ શેકની નજરથી જ જોઇશું.
કેન્ફરન્સ દેવીની ઉપર નહીં શ્રદ્ધા રાખનાર ગૃહસ્થ તે દેવીના અણીના સમયે તેના પર ગંભીર આક્ષેપ મૂકી જે ધૂણતા બતાવી છે તેને માટે તે ગૃહસ્થ ઉપર દયા ઉપજે છે. એક નહિ પરંતુ અનેક વખત પરિષદ માતાના ઉપાસક તરીકે જૈન સમાજ આગળ પ્રસિદ્ધ થયા બાદ તેનાજ નિંદક બનવાનું–તેનાં અપકીર્તિના ભરશીયા જાહેર સભામાં ગાનાર થવાનું શું કારણ હશે તે કલ્પી શકાતું નથી. કેન્ફરન્સના ઉદ્દેશો પાર પાડવા માટે સ્થપાએલ જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન અને પુના ખાતે નીમાયેલ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુ. કેશન બોર્ડના મેમ્બરે પૈકી આ મેમ્બર સાહેબે આવી ઉલટી વર્તણુક કેમ ચલાવી તે જૈન પ્રજાની દ્રષ્ટિ સન્મુખ આવવાની ખાસ જરૂર છે. જે વિદ્વાન ગ્રેજ્યુએટ બંધુ ઉપર અમે મોટી મોટી આશાઓના મહેલે ચણ્યા હતા તે હવે ડોલાયમાન થવા લાગ્યા છે. આશાએને અંત નિરાશામાં જ આવ્યો છે.
આ સાથે અમદાવાદના આગેવાન જેનેએ તેમાં કેન્ફરન્સના એક વખતે ખરા હિતચિંતકો, પ્રમુખ તેમજ એધેદારએ જે નિર્બળતા બતાવી છે તે અમદાવાદ જેવી જેન પુરીને છાજતી નથી, આ જૈન પુરી કે જ્યાં અમારી કેમના ગોખલે જેવા ગણાતા. કોન્ફરન્સના માજી જનરલ સેક્રેટરી શેઠ લાલભાઈ દલપતભાઈ બિરાજે છે, જ્યાં અમારી કેમના “દાદાભાઈ જેવા ગણાતા’ છઠ્ઠી કોન્ફરન્સના પ્રમુખ શેઠ મનસુખભાઈ ભગુભાઈ રહે છે,
જ્યાં બીજા અનેક ધનાઢયે વસે છે, જ્યાં કેજરન્સ દેવીના મંદિરે પિકી એક મંદિર આવેલું છે, જ્યાં કોન્ફરન્સના જનરલ સેક્રેટરી રા. બા. બાલાભાઈ મંછારામ જેવા વિદ્વાન વયોવૃદ્ધ ગ્રેજ્યુએટ વસે છે, જ્યાં અમારા મહાન મુનિવરે બધામૃત વાણીધારા વરસાવી રહ્યા છે, જ્યાં પાંચમી કોન્ફરન્સ બડા આડંબરથી ભરવામાં આવી હતી, ત્યાં–તે જેને રાજનગરમાં કેન્ફરન્સને નિભાવવા તથા સ્વકેમની કેળવણીને રૂછપુષ્ટ બનાવવા માટે ચાર આના જેવી ઉત્તમોત્તમ સુકૃત ભંડારની યોજના કે જે સપ્તમી પરિપ-અધિવેશનમાં આવેલા જૈન પ્રતિનિધિઓની સંમત્તિથી ઘડી કાઢવામાં આવી છે, જેને એક વખતે સર્વાનુમતે જયષણું સાથ કેણ મેટા કે કણ નાના, કાણુ ધનવાન કે કોણ ગરીબ સર્વએ વધાવી લીધી હતી, તે યોજના અમલમાં મૂકવા જે વિવેકશન્યતા બતાવી છે તે જેને કોમના ઇતિહાસમાં કાજળના કાળા અક્ષરથી લખાઈ રહેશે.
પાંચમી કોન્ફરન્સ પછી અમારી ભલી કોન્ફરન્સ એવાં શાં કાર્યો કર્યા છે, એવું તે તેમનું શું બગાડયું છે, એવું તે તેમનું કયું અહિત કર્યું છે કે અમારા કેટલાક અમદાવાદી જૈન અગ્રેસને તે ગમતી નથી, તે તેમને આપ્રય થઈ પડી છે, તેનું અહિત જ કરવા તેઓ તૈયાર થયા છે, અને તેને તેઓ ભરેલી જેવા આતુર થઈ રહ્યા છે. પરંતુ અમે તે તેમને