________________
- કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તક.
શ્રી જન વેતાંબર મંદિરાવળિ–પ્રથમ ભાગ, આ પુસ્તકમાં ગુજરાત, કાઠિવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરની ( ઘર દેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાદ' (મિ) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કોલમો પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મેટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વિણ , બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બે ધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નેક રે સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાનાં પુઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મેકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
-
-
જાહેર ખબર.. • મેટ્રીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે.
મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સેંપવામાં આવેલા એક કુંડમાંથી, કોન્ફરન્સ ઓફીસ તરફથી એક સ્કોલરશીપ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં માથી ઉંચે ને - બરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલે સાથી વધુ માર્ક " મેળવનાર જિન શ્વેતાંબર મૂર્તિપૂજક વિધાર્થીને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
એ સ્કોલરશીપને લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી ડીસેમ્બર ૧૮૦૦ સુધીમાં અરજી કરવી. ઠે. પાયધૂની, મુંબઈ ઈ ગોડીજીની ચાલ. )
કલ્યાણચંદ શોભાગ્યચંદ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી,
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ગ્રાહકોને વિજ્ઞપ્તિ. હેરેલ્વે ના ગત અંકના ચારે ડર્મા છપાઈ તૈયાર થયા, તે પછી તરત જ આપણા પવિત્ર તિર્થ શ્રી ગીરનારજીના હાલના ચાલતા મામલા સંબંધી, ભાઈબંધ પત્રકારને અભિપ્રાય તે અંકમાં પ્રગટ કરવામાં આવે તો ઠીક એવી કેટલાક ગૃહસ્થા તરફથી અમને સુચના કરવામાં આવવાથી, તે સારૂ ખાસ એક ફર્મો વધારે પડ્યો હતો. તેથી આ અંક એક ફિરમા જેટલું ઘટાડવાની ફરજ પડી છે, તે અમારા સુજ્ઞ ગ્રાહકો દરગુજર કરશે.
- અમૂલ્ય લાભ. હેરલ્ડ” ના મ્હોળા ફેલાવા માટે, તેને જુના તેમજ હવે પછી થનાર ગ્રાહકને, નવેમ્બરની આખર તારીખ સુધીમાં અમારી તરફ ટપાલ ખર્ચના ચાર આના મોકલાવવામાં આવતાં ફલેદી, મુંબઈ, અને વડોદરામાં મળેલી કોન્ફરન્સના રીપોર્ટ પૈકી એક મત મકલવામાં આવશે. નવા ગ્રાહકોએ તે સાથે હેરલ્ડ’ ના લવાજમ પેટે રૂ. ૧) મોકલાવો.