________________
શોકનજક મૃત્યુ.
જેને કોમમાંથી એક પછી એક એમ નરરત્નો ચાલ્યા જાય છે. હજૂ તો શેઠ ફકીરભાઈ, પ્રેમચંદ રાયચંદ અને વીરચંદ દીપચંદ એ મહંમેની ખોટ પુરાઈ નથી, એટલામાં તે શેઠ ત્રિભુવનદાસ ભાણજીના અકાળ મૃત્યુથી આપણામાં એક નહી પૂરાય તેવી ખોટ આવી પડી છે. તેઓ ભાવનગર ખાતે બુધવાર તા. ૧૮-૮-૦૮ ના રોજ ત્રેતાળીશ વર્ષની વયે પિતાની પાછળ ત્રણ દીકરા, એક દીકરી અને એક વિધવા મૂકી આ અસાર સંસારનો ત્યાગ કરી પરલોકમાં સીધાવ્યા છે. ખરેખર, જૈનોએ એક આગેવાન રૂપી અમૂલ્ય હીરે ગુમાવ્યો છે. કોન્ફરન્સ પિતાનો એક ચુસ્ત ભક્ત અને ઉત્સાહી એડીટર ખોઈ બેઠી છે.
મહેમનું જીવન અનુકરણ કરવા લાયક છે. તેઓ સ્વાશ્રય અને સ્વાત્મબળે નિર્ધન અવસ્થામાંથી લક્ષાધિપતિ થયા હતા. તેઓ જાત કમાઈ કરી ટુંક પગારમાંથી ધુરંધર વ્યાપારી બન્યા હતા. મરનાર સખાવતે બહાદુર હતા એમ કહેવું એ અતિશયોકિત ભરેલું નથી. મહેમ તેમની કાર્કદીનાં છેલ્લાં પાંચ-સાત વર્ષોથી નાદર રકમે ધર્માદા આપી કોમની અમૂલ્ય સેવા બજાવતા હતા. જોકે તેઓ ડું ઘણું ભણ્યા હતા, તે પણ વિધા-રસિક હતા. સ્ત્રી કેળવણીને તેઓ મોટા હિમાયતી હતા એમ ભાવનગર કેન્ફરન્સ વખતે કન્યાશાળા સ્થાપન કરવા તેમની આપેલી ૨૦ હજાર રૂપિયાની રકમ દેખાડી આપે છે. મહંમે પાણીતાણાના અનાથાશ્રમને ખીલવવા બહુજ પ્રયાસ કર્યો હતો. તેમણે ભાવનગર ખાતે એક આરોગ્યભવન ઉભું કર્યું છે. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ સ્થાપી છે. તેઓ સ્વભાવે મળતાવડા, દયાળુ, હસમુખા, અને પરોપકારી વૃત્તિવાળા હતા.
મહંમના પુણ્યશાળી આત્માને અક્ષય શક્તિ મળે એજ અમારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના
છે. તથાસ્તુ.
સત્યવિજય પ્રેસના માલીક તેમજ સત્યવિજ્ય માસિકના અધિપતિ મીત્ર ગીરધરલાલ હકમચંદ તા. ૪-૮-૦૮ ના રોજ રાત્રે અમદાવાદ ખાતે આ ફાની દુનિયા છોડી પરકગામી થયા છે. આ મરણથી અસહ્ય શોક ફેલાય છે, એટલું જ નહી પણ જૈન કોમમાં એક ધાર્મિક પુરૂષની ખોટ પડી હોય એમ લાગી આવ્યા વિના રહેતું નથી. તેઓ સ્વભાવે સુશીલ મીલનસાર અને પરગજુ હતા. તેમના આત્માને શાન્તિ મળે એજ અમે ઈચ્છીએ છીએ.