________________
૩૬ ]
ધમ નીતિની કેળવણી.
[ સપ્ટેમ્બર
જે શિક્ષણથી મનુષ્યા સરલ, શાન્ત, સમભાવી, દયાવાન, પરાષકારી થાય, જે શિક્ષણ જીંદગીનું સાર્થક શીખવે, જે શિક્ષણ ઐહિક આમુષ્મિક શ્રેય માટે મનુષ્ય કર્તવ્ય સમજાવે–તે પ્રકારના શિક્ષણથી જરાપણ હાની નથીજ. જેનું પિરણામ ક્ષણીક નહિ પણ શાશ્વત છે, જેનું પરિણામ અદૃશ્ય નહિ પણ પ્રત્યક્ષ છે, જે પૃથ્વીપર પોતાનું જ નહિ પણ પારકું શ્રેય કરવુ તે એક અપેક્ષાએ પેાતાનુ જ શ્રેય સાધવા જેટલું જ ઉપકારીછે-એવું વિશાળ, ઉદારચિત્ત બનાવે છે તે શિક્ષણ, તે ધાર્મિક જ્ઞાનની આવશ્યકતા સંબંધે શકાને જરાપણુ અવકાશ નથીજ.
દુર્લભજી ત્રીભુવનદાસ ઝવેરી. આખા સંસાર અને સર્વે વસ્તુ ધર્મને આધારે છે, અને તેના શિક્ષણ વિના મનની શુદ્ધિ થતી નથી. ધર્મના અભ્યાસથી પરસ્પરની મમતા દયા અને પરોપકારના સદ્દગુણાની પ્રાપ્તિ સાથે રાષ્ટ્રિય ભાવનાએ સર્વ પ્રકારે અંકુશમાં રખાશે અને કાઇ પ્રકારની હાની થશે નહી.
ભાઈશંકર નાનાભાઇ, જે. પી., સેલિસીટર.
જૈન ધર્મમાં સાર્વત્રિક પ્રેમ ( Universal Brotherhood ) રાખવાનું ક્રમાન છે. એક સૂક્ષ્મ જીવ ઉપર પણુ દયા પ્રેમ રાખવા ફરમાવ્યુ` છે. અને તેથી જો જૈનના ખરેખરા સિદ્ધાંત મુજબ શિક્ષણ આપવામાં આવે, ખડન મડનની અને ખીજી તકરારી બાબતાને છેડવામાં ન આવે તેા મતાંધતા પ્રગટશે નહિ. સારા કાબેલ બહુશ્રુત તથા અનુભવી શિક્ષક હાય તે તે ખામેમિ સભ્યે જીવા ”તી ગાથા મન વચન અને કર્મમાં સિદ્ધ કરે તેા ધર્મ શિક્ષણથી નુકશાન નથી.
tr
પાપટલાલ કેવળચ શાહ. હાલ ધર્મનું શિક્ષણ જેવા રૂપમાં અપાય છે તેને માટે હું નાપસંદગી બતાવું છુ. વાડીલાલ સાંકળચંઢ,
ચાલતા હરકાઈ સંપ્રદાય કે પંથનું શિક્ષણ સ્વપ થાગ્રહનીજ લઘુદષ્ટી આપવામાં આવે, તેથી કાંઇ પણ લાભ નથી, ઉલટું હાનીકારક થાય છે; કેમકે બુદ્ધિવિકાસમાં ઉઠતી સ્વાભાવિક ઉર્મીઓને અકાળે મતાગ્રહથી દબાવવામાં આવવાથી ધર્મ વડે થતું સત્યજ્ઞાન, અને પ્રાણી, માત્રના કલ્યાણમાં પેાતાના હૃદયની તલસ્પર્શી લાગણી સ્ફુરી આવી પોતાની પ્રભુ પ્રત્યેની રજ સાથે વિશાળ દૃષ્ટિના સ્વરૂપનું ખરૂં ભાન પામી શકશે નહિ, પણ ઉલટા લઘુદાટતા હૃદયની ખરી લાગણી વિનાના માત્ર દાંભિક બની, ધર્મનાં ખરાં રહસ્યાના ચા
તક બનશે.
કાર્યં કારણુના વિચાર, સાયન્સ, તથા વત્તમાન યુગમાં ચાલતી પ્રવૃતિ સાથે ધર્મનું શિક્ષણુ બંધ બેસતી રીતે નહિ આપવામાં આવે, તેા ધર્મનીતિની શ્રુતિએ શિથિલ થઇ જ વાના તથા એ ઉપદેશ પોથીમાંના રીંગણાવત્ બનવાના ભય રહે છે.
બહેચર ત્રિકમજી પટેલ, હરિશંકર નાગરટ્ઠાસ આચાર્ય. ભાણાભાઈ માતીભાઈ રાણા. દયાશંકર તુળજારામ પંડયા.