________________
૩૪ ]
-
ધમ નિતિની કેળવણી.
[ સપ્ટેમ્બર ધર્મનીતિના શિક્ષણથી વિદ્યાર્થીની ધર્મનીતિની વૃતિઓ કેવી રીતે શિથિલ થઈ જાય છે તે વાત મનમાં ઉતરતી નથી. મારી એવી પાકી સમજ છે કે તે વૃતિઓ ધર્મના શિક્ષણથી ઉલટી વધારે સુદ્રઢ બને છે. જેમ શરીરને કસવાથી તે મજબુત થાય છે, જેમ બુદ્ધિને યોગ્ય તાલીમ આપવાથી તે વધારે તીવ્ર બને છે, તેમ આપણામાં રહેલા ધર્મ અને નીતિના અંકરેને યોગ્ય શિક્ષણ આપવાથી તેમને વિકાસ થાય છે એ વાત નિઃસંદેહ અને ઝટ ગળે ઉતરે એવી છે.
ધર્મના શિક્ષણથી સ્વાભાવિક ઉમળકે વિદ્યાથીના મનમાં થતો નથી એ વાત પણ મનાતી નથી. કારણ કે મનુષ્ય સ્વભાવમાં ધર્મભાવનાનું બી દઢ રેપાયેલું છે. મનુષ્યમાં અને અન્ય પ્રાણીમાં મુખ્ય તફાવત આ જ છે. હવે, આ ધર્મભાવનાના બીને શિક્ષણરૂપી જલથી સીંચીએ તે સુન્દર વૃક્ષ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. આ ધર્મભાવનાની વૃદ્ધિ કુદ્રતથી કેટલેક અંશે થાય છે, પરંતુ કુદત અને મનુષ્ય પ્રયત્ન એક દિશામાં કામ કરે ત્યારે ફલ સિદ્ધિ સત્વર ઉત્પન થાય. ધર્મ શિક્ષણની ક્રિયા કુદતને અનુસરતી હોવાથી તેમાં આનંદ અને ઉત્સાહ હેવાં જ સંભવે છે. જો કોઈ સ્થળે તેથી વિરૂદ્ધ અસર જોવામાં આવે તે સૂક્ષ્મ અવલોકનથી પ્રતીત થશે કે શિક્ષણક્રમની રચનામાં અથવા શિક્ષણ આપવાની પધ્ધતિમાં દેષ છે.
ધર્મનું શિક્ષણ જે બરાબર આપવામાં આવે તો સ્વમતાગ્રહ તથા મતાંધતા પ્રકટવાને સંભવ નથી. જે સ્વમતાગ્રહ ભતાંધતા ધર્મનું શિક્ષણ લીધેલાઓમાં જોવામાં આવે છે તે હેમને યથાસ્થિત ધર્મનું શિક્ષણ નહિ મળ્યાને લીધે છે. ધર્મના યથાર્થ શિક્ષણથી હૃદયનું સંકુચિતપણું દૂર થઈ આપણી દૃષ્ટિ વિશાળ થાય છે અને તેથી કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવાના આ સર્વ ભિન્ન ભિન્ન માગે છે એવી સમજ અસ્તિત્વમાં આવે છે. રાષ્ટ્રીય ભાવનાઓને તે જરાયે નુકશાન થતું નથી; ધર્મને શિક્ષણથી તે ઉલટી વધારે ખીલે છે. અને તદુપરાંત બીજો ફાયદો એ છે કે ધર્મના શિક્ષણ વિનાની રાષ્ટ્રીય ભાવનાઓ ખોટે રસ્તે દેરાવાને ભય છે તે આમાં નથી.
બહેચરલાલ નટવરલાલ ત્રિવેદી, બી એ, એએ. બી.
ધર્મ અને નીતિના સૂત્રોનું છેક સુકી ભાષા ને સુકી શૈલીમાં શિક્ષણ આપવામાં આવે તે જ તેના પર અભાવ ઉપજે. પણ તે તે સૂત્રો આપણું જે મહાન પૂર્વજોએ પિતાનાં જીવનમાં ઉતારેલાં છે તેના જીવન રસિક શિલીએ વર્ણવી બતાવવાથી તેમ બનશે નહિ.
સ્વમત પ્રતિપાદનને દુરાગ્રહ ત્યારે જ ઉત્પન્ન થશે કે જ્યારે અન્ય ધર્મોને ઉતારી પાડી સ્વધર્મને ઉંચે હડાવવાને શિક્ષણ દ્વારા પ્રયત્ન કરવામાં આવે. પરંતુ જે શુદ્ધ કર્તવ્ય ભાવના જગાડવાને, લાગણીઓ કેળવવાને, ને ચારિત્ર્યને ઉન્નત બનાવવાનો હેતુ નજર આગળ રાખવામાં આવશે તે હરકેઈ સાંપ્રદાયિક શિક્ષણથી પણ નુકશાન થવા સંભવ નથી.
- બાળકને નિયંત્રણમાં ત્યારે જ રાખી શકાય કે જ્યારે તેનાં મન નિયંત્રિત બન્યાં હેય. ધર્મ ને નીતિને શિક્ષણની આવશ્યક્તા પણ એટલા માટે જ છે કે તેની લાગણીઓ