________________
--
-
-
-
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતા કેલિ કરે; શુદ્ધતામેં થિર હે, અમૃતધારા વરસે.”
GUIKT ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા.
(૩) ધાર્મિક શિક્ષણથી કાંઇ અહિત છે? પ્રશ્ન ૧ લામાં ટાંકેલ દલીલે સત્ય ધર્મ શિક્ષણની પદ્ધતિનું તથા ક્રમનું નિરૂપણ કરવામાં સાવચેત રહેવા સૂચવે છે, ધર્મ શિક્ષણ નજ આપવું એમ સૂચવતી નથી. એટલે શિક્ષણના બાધક તરીકે તેમાં કાંઈ બલ નથી. બાકી સ્વયંભૂતા (spontaneity) ઉપર આધાર રાખી બેસી રહીએ તે તો કોઈ પણ વિષય ઉપર બોધ અપાયજ નહિ. સત્ય ધમ શિક્ષણથી રાષ્ટ્રીય ભાવના વધશે-ઘટશે નહિ; બાકી મિથ્થા સાંપ્રદાયિક શિક્ષણથી લાભ નથી. ધર્મ શિક્ષણ એકતા અને સ્નેહનું વર્ધક તે તેવું જ જોઈએ.
ધર્મનીતિનું શિક્ષણ સારી રીતે ન અપાય તે દુર્દશા પ્રાપ્ત થાય ખરી, પરંતુ શિક્ષણકુમને ને શિક્ષણપ્રકારનો દેશ તે શિક્ષણનો પિતાનો દેષ નથી. ધર્મનીતિના યોગ્ય શિક્ષણથી બંદોબસ્ત-નિયંત્રણ–નું કામ સરળ થશે. બંદોબસ્ત એકલ બસ નથી.
ચન્દ્રશંકર નર્મદાશંકર પંડયા, બી. એ. ધર્મનીતિનું ખાસ શિક્ષણ નહિ આપતા, માત્ર નિયંત્રણ રાખવાની પદ્ધતિએ શિક્ષણ આપતાં, અત્યારની સ્થિતિ આવી છે. જે આ સ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર ન જણાય તો માત્ર નિયંત્રણ રાખવાની પદ્ધતિ યોગ્ય ગણાય; નહિ તો ફળમાં ફેરફાર કરવા માટે કારણમાં પણ ફેરફાર કરવા પડશે જ.
| મગનભાઈ ચતુરભાઈ પટેલ, બી. એ, એએલ્સ, બી. શિક્ષણ અને નિયંત્રણ બનેની અતિ આવશ્યકતા છે. નિયંત્રણ વગરનું શિક્ષણ કેટલીક વખત પિોથીમાના રીંગણું જેવું નીવડે છે, ત્યારે શિક્ષણ વગરનું નિયંત્રણ કેટલીક સારી વ્યાવહારિક ટેવ પાડે છે, પરંતુ આંતરવૃતિઓને વિકાસ કરી શકતું નથી.