________________
૨૬૦ ]
જૈન કોન્ફરન્સ હરહs.
[ સપ્ટેમ્બર
૧ આ ધર્મશાળા હમારા કોટની અંદર આવેલી છે વગેરે. ૨ હાલના દાવામાં તેને સમાવેશ થઈ જાય છે.
૩ દાવાને છેવટ નીકાલ થતાં સુધી સદરહુ ધર્મશાળા પડાવવાનું કામ બંધ રખાવવા મનાઈ હુકમની માંગણી નીચેના કારણેથી કરવામાં આવી છે.
૧ સદરહુ ધર્મશાળા હમારી માલીકીની છે.. ૨ સદરહુ ધર્મશાળા જુના વખતથી છે અને તેને ઉતરોતર જીર્ણોધાર
તથા સમારકામ હમે કરાવેલું છે. ૩ દાવાનું છેવટ થતાં સુધી જે સ્થીતી છે તે કાયમ રહેવી જોઈએ. કાંઈ
પણ ફેરફાર કરવા નહીં જોઈએ. ૪ સદરહુ મકાન પાડી નાંખવાથી અને સ્થીતીમાં ફેરફાર કરવાથી સ્થાનીક પુરાવાને નાશ થાય છે તેથી હમને પુરેપુરૂં નુકશાન છે.
૫ ઉપર પ્રમાણે દરમીયાન મનાઈ હુકમ આપવાથી સંસ્થાનને નુકશાન નથી તેમ અગવડ આવે તેમ નથી પણ મનાઈ હુકમ નહીં આપવામાં આવે તે હમારા હકને નુકશાન છે. અરસપરસની સગવડતા તથા લાભાલાભને વિચાર કરતાં પણ દરમ્યાન મનાઈ હુકમ આપવાની જરૂર છે. આ બાબતને પુરાવો દાવા અરજી સાથે રજુ રાખેલ છે તથા તે સીવાય બીજો પુરા પણ આપવા હક રાખીએ છીએ માટે અરજ કે
૧ આ અરજીને નીકાલ થતાં સુધી સદરહુ મકાન પાડી નાખવાનું કામ તુરત બંધ કરાવવું.
૨ આ કામ માટે સુનાવણીની વહેલી એકતારીખ મુકરર કરી બંને પક્ષની હકીકત તથા દલીલ સાંભળીને મકાન પાડવાનું કામ બંધ કરવા દરમ્યાન હુકમ આપશે.
સદરહુ અરજી ઉપર નંબર રૂ ચઢાવી દાખલ કરી સરકારી વકીલનો જવાબ માંગ્યો - પણ ધર્મશાળા નહી તેડવાનો મનાઈ હુકમ આપવામાં આવ્યા નહી હો.
જનની બીજી અરજી. જેનેએ ફરી તા. ૨--૧૯૦૮ ના રોજ એક અરજી આપી કે સદરહુ ધર્મશાળા સરકાર શ્રી તરફથી પડાવી નાખવામાં આવે છે માટે અમારી અરજીને નીકાલ થતા સુધી ધર્મશાળા તોડવાનું કામ હાલ તરત બંધ રાખવું જોઈએ તથા સ્થિતીમાં ફેરફાર થવા નહી જોઈએ.
ઉપલી અરજી નીચે બીજે દીને એ હુકમ કર્યો કે
આ બાબતમાં રારાસરકારી વકીલને જવાબ માગે છે. દરમ્યાન તાત્કાલીક હુકમ શા માટે આપ તેને જવાબ દેવા તા. ૬-૬-૧૯૦૮ ની તારીખ મુકરર કરવી.
૫ એ પ્રમાણે અરજીઓ કર્યા છતાં તથા હકીકત બતાવ્યા છતાં મનાઈ હુકમ આપવામાં આવ્યો નહી હો.
સરકારી વકીલને જવાબ, , તા. ૬ જુનને નબર ૮૦૦ને સરકારી વકીલને જવાબનીચેની મતલબને રજુ થયે છે –
અરજદાર જે ધર્મશાળા કહે છે તે રાહ ખેંગારના મહેલની સામે રાહ ખેંગારની ઘોડારને નામે ઓળખાતું મકાન છે. લાંબી મુદતથી તે મકાન સંસ્થાનના કબજા ભોગવટામાં છે અને