SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ કાન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબત. કાન્ફરન્સને લગતી કેટલીક અગત્યની બાબતા.” . છે આ મથાળા નીચેને એક લેખ “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” માસિકના ગત માસના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે. અમારી માન્યતા પ્રમાણે એકાદ અપવાદ સિવાય બાકીની બધી સૂચના આપણી કોન્ફરન્સને અંગે લાભદાયી ધારી તેના ટુંક સાર અત્રે અમે આપવાનું ઉચિત ધારીએ છીએ. ૯૦૯ .. [ ૨૩૫ કાર્ન્સને માટે સર્વથી વિશેષ અગત્યની બાબત પ્રમુખ સાહેબને લગતી છે. પ્રમુખ સાહેબના જ્ઞાન, ખંત, અનુભવ, અને દીર્ધદ્રષ્ટિપર આ મહાન સંસ્થાની ફતેહને ઘણાખરા આધાર રહેલા છે. અદ્યાપિ પર્યંત ચાલતી આવેલી ધનવાનને અધ્યક્ષપદ આપવાની જે પ્રથા છે, તે ખાસ કરીને કાંઇ ગેરવ્યાજબી હોય એમ લાગતું નથી; કારણ કે કામને લગતાં કાર્યો પૈકીનાં ધણાંખરાં સિદ્ધ કરવા દ્રવ્યની જરૂર છે. ધનવાન વર્ગમાંથી પ્રમુખ શેાધવામાં આવે તેની પીકર નહિ, પરંતુ તે સસ્કારવાન અને ચાલુ જમાનાની હાજતાને જોનારા હોવા જોઇએ. કાન્ફરન્સને પ્રથમ દિવસ ખાસ કરીને રીસેપ્શન કમીટીના પ્રમુખ અને કાન્ફરન્સના પ્રમુખનું ભાષણ વાંચવામાં ધાંધાટ અને અશાન્તિ વચ્ચે વ્યતિત કરવામાં આવે છે. લખનાર વાંચનાર અને વંચાવનાર એ ત્રણે પ્રથક હોઇ, તથા ભાષણા પ્રથમથી છપાવીને વહેંચી દીધાં હાય છે, તેથી તદન નિર્માલ્ય બની જાય છે. આ પ્રણાલિકા દૂર કરી જે તે દિવસે જનલ સેક્રેટરી અથવા આસિસ્ટંટ જનરલ સેક્રેટરી એક ભાષણ આપે, જેમાં કારન્સના હેતુ, મુદ્દા અને ગત વર્ષમાં થયેલા કામકાજની ટુંક પણ ઉપયેગી નોંધ આપે, તેા પહેલા દિવસનું સાર્થક થયું ગણાશે. વળીએથી વધુ લાભ એ થશે કે “ કારન્સે શું કર્યું... ?” એ વારવાર પૂછાતા પ્રશ્નના અંત આવશે, અને જૈત કારન્સના દરેક વર્ષ દરમ્યાન થતા કાર્યોનું દિગ્દર્શન થશે. કાન્ફરન્સનું ખરૂં કાર્ય બરાબર ચાલે તે અગીઆર કલાક થાય છે. ખીજા અને ત્રીજા દિવસે આ માટે નિર્માણુ થયેલા છે. આ અગીઆર કલાકમાં પણ નિયમિતપણું જળવાતું નથી. ગાયના ગાવામાં, પરસ્પર આભાર માનવામાં અને એવી બીજી ક્રિયાઓમાં કલાકોના કલાકા વહી જાય છે. આથી મહત્વનું કાર્ય કરવાને વખત મળતા નથી. એને માટે યોગ્ય બંદોબસ્ત થવા જોઇએ. સબ્જેકટસ કમીટીના સંબંધમાં ઇસારા કરતાં આ ભાઈબંધ પત્ર જણાવે છે કે તે કમીટીને માટે કઇ મુકરર બંધારણ થવાની ઘણી આવશ્યકતા છે. જો એમ થવા પામે તા સબ્જે કટસ કમીટી વખતે ઉદ્દભવતા કેટલાક નાપસદ દેખાવા, શેઠીયાઓને ઉતારી પાડવાની અર્ધદગ્ધ કેળવાયલાઓની કેશિશે, એક ખાંતે તાડી પાડવાના ઇરાદા અને શાબ્દિક મારામારીને સવર છેડે। આવશે. ઉકત બંધારણ બાંધવા ભાવનગર કાર્ન્સ વખતે ત્યાંની રીસેપ્શન કમીટીએ બહુ વિચાર કરીને બંધારણને : સવાલ સબ્જેકટસ કમીટી સન્મુખ રજુ કર્યા હતા. સેન્ટલ કમીટી નીમવાની હતી, તેના ઠરાવ થયા, પણ નીમણુક મુલતવી રાખવી પડી હતી. સેન્ટ્રલ કમીટીનું બંધારણુ બહુજ અગત્યનું છે. એ કમીટીનું બંધારણ સુચવનારને ઉદ્દેશ તેમાં વધારેમાં વધારે સા મેમ્બરા રાખવાનેા હતેા. તેઓ આખા વરસ દરમ્યાન કોન્ફરન્સના કાર્ય વાહકો ગણાય. તેતે નામે તે કાર્ય કરે. આખી કામના પીઠના બળથી કામને નામે ઉભી થતી તમામ અડચણાના પ્રસંગો સાચવી
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy