________________
૧૮૦૯ ]
રીપોટે.
[ ૨૦૧
૬ કઈ પણ સ્થળે આ ફંડ સંબંધી વિરૂદ્ધ “મત” નથી પણ કેટલેક ઠેકાણેથી ઉપદેશકો લાવે છે, જેને માટે ગોઠવણ કરવામાં આવે છે.
૭ બનશે તે શ્રાવણ બીજા શુદ ૧ થી જુદા જુદા ભાગોમાં કેન્ફરન્સ તરફથી માણસો મોકલવામાં આવશે. જેઓ ઉપદેશક તથા ફંડ એકઠું કરાવવાનું કામ કરશે.
૮ દરરોજ આ કામ માટે સવારના લગભગ ચાર કલાક સુધી કામ કરવામાં આવે છે. તે વખતે પણ ટુંકો જણાય છે. તેથી કરી હવે આખો દિવસ તે કામ સેક્રેટરીની સુચના મુજબ કલાર્કો બજાવે તેમ ગોઠવણ કરવામાં આવશે.
અ આ કામની ખરી શરૂઆત તા. ૨૨ જુલાઈથી કરવામાં આવી છે. અને ટુંક અરસામાં જેટલું કામ બની શક્યું છે. તે તરફ જોતાં જે તેવીજ કાળજીથી આપણે બે માસ સુધી કામ કરીશું, તે દરેક ભાગમાંથી આ ફંડ એકઠું કરવાના શુભ સમાચાર ફરી વળશે. આ ફંડ કેટલું થશે તે હવે પછી જણાવી શકીશું.
૧૦ જે જે હાલ પગારદાર ઉપદેશકે છે, તેમજ માનાધિકારી ઉપદેશકો છે, તેમના ઉપર ખાસ સરકયુલર પત્ર દ્વારા મોકલવામાં આવ્યું છે, અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ આ ફંડ માટે હાલ વિશેષ કાળજી રાખી કામ લેવું.
૧૧ શ્રી કોન્ફરન્સની સ્થાપનાથી તે આ ફંડનું કામ હાથ ધરવામાં આવ્યું ત્યા સુધીમાં જેટલી રકમ ભરાણી છે, તે લગભગ રૂા. ૨૭૦૦) ની થઈ, તે જાહેર પત્રોમાં પ્રગટ કરવામાં આવી છે. આ ઉપરાંત વારંવાર તે પ્રગટ કરાવવામાં આવશે.
( ૧૨ આ ફંડનો હિસાબ તથા નામુ જુદુ રાખવામાં આવ્યું છે, અને કુંડનું જનરલ સેક્રેટરી તથા આસિસ્ટંટ જનરલ સેક્રેટરીના નામની મુંબાઇ બેંકની સેવીંગ્સ બેંકમાં હાલ તુરત ખાતું ઉધાડવામાં આવ્યું છે. ( ૧૩ ઉપર સુચવેલી રકમમાંથી અડધી રકમ કેળવણી માટે ઉપયોગમાં લેવા માટે એજ્યુકેશન બોર્ડને જણાવવામાં આવ્યું છે, અને જેને લઈને આગળ અપાતી જુદી જુદી સ્કોલરશીપ તથા પાઠશાળા અને કન્યાશાળાને મદદ આપવી જારી રાખી છે. આ ઉપરથી જોઈ શકાશે કે આ ફંડથી ભવિષ્યમાં કેલવણીખાતાને કેટલે મોટે લાભ થશે.,
૧૪ આ ફંડથી અનેક પ્રકારે કેટલે લાભ થશે, તે માટે ઉત્તમ લેખ તૈયાર કરવા માટે એજ્યુકેશન બોર્ડને માનવંતા વિદ્વાન સેક્રેટરી શેઠ મોતીચંદ ગીરધર સોલીસીટરને લખવામાં આવ્યું છે અને તેઓ જલદીથી લખી આપશે તેવી કબુલાત આપી છે. જેથી કરી તેના ઉપર લક્ષ આપી ઉપદેશક અસરકારક રીતે બેલી શકશે.
૧૫ આ ફંડની દરેક યોજના વિષે મુનિ મહારાજ તેમજ જુદા જુદા શહેરના અગ્રેસર સભાઓ વગેરેના પત્ર આવ્યા છે. તેઓએ તે પસંદ કરી છે, અને દંડની પૂર્ણ ફતેહ ઈછી છે.
૧૬ દેશના મોટા ભાગમાં ફંડ આપણું પર્યુષણ પર્વમાં ભરાશે. તેવાં પત્રધારાથી લખાણે આવ્યાં છે.
૧૭ આપણું અઠવાડિક પત્ર જનના અધિપતિને તેમજ માસીકે જિનધર્મ પ્રકાશ, આત્માનંદ પ્રકાશ, વીગેરે ઉપર પણ આ સંબંધી લેખો પ્રગટ કરવા માટે યોગ્ય સુચના કરવામાં આવી છે.
૧૮ મી. મોતીચંદભાઈ ગીરધરભાઈ તરફથી જે લેખ લખાઈ આવશે તે પ્રગટ કરવા ઇરાદો રાખ્યો છે.
૧૮ પહોંચબુક દરેક સ્થળે મોકલવા ગેઠવણું થાય છે. અને જ્યાંથી એમને એમ ફંડ ભરાઈને મોકલી આપવામાં આવે છે, ત્યાં અહીથી પિચ મોકલી આપવામાં આવે છે.
૨૦ ઉપદેશક તથા કલાર્કોને માટે યોગ્ય નિશાન તરીકે ચાંદના આકારે તક્તા કરવાની રજા જનરલ સેક્રેટરી સાહેબે આપી છે. જે મુજબ તૈયાર કરવામાં આવનાર છે.