________________
૨૦૨ ]
જૈન કાનપુરન્સ હેરલ્ડ.
[ ઑગસ્ટ,
ત્યારે આ સંસ્થા માટે લેાકેા અવિશ્વાસની નજરે જુએ તે સ્વભાવિક છે, ચાર આનાની યેાજના સુસાધ્ય છે, અને તેથી કરાડાનુ કાર્ય થાય તેમ છે, અને ચાર આના ભરનાર લાખાના પુણ્યના ભાગી બને છે, કોન્ફરન્સ અંગે ચાલતાં ખાતાઓને સમાવેશ સાત ક્ષેત્રમાંજ થાય છે, અને તેથી તે દરેક રીતે મદદને પાત્ર છે. વળી આપણી કામમાં કેટલાંક ઉપયોગ વિના પડી રહેલાં ડા સબધી આ કેન્ફરન્સે પ્રથમ તપાસ કરવાની જરૂર છે. આ સસ્થા જયવંતી હશે તેાજ કામના ઉદયનાં તમામ કાર્ય પાર પડશે. આ સ્વયં સેવકાને ધન્યવાદ ઘટે છે, પણ તેમણે એટલું તે યાદ રાખવું કે કેટલાક કોન્ફરન્સના ઉપદેશકા માનાધિકારીનો હોદ્દો ધરાવતા છતાં તેઓ પૈસા ખાતા જણાયા છે, તેમના ચારિત્રાની વાતે થાય છે, તેમના બેધ ઉપર કેટલાક વિશ્વાસ રાખતા નથી, ટુકામાં આવા વકતા લાભને બદલે હાનિ કરે છે, માટે આ ભાઇઓએ તેવા લુચ્ચા હરામખારાને બહાર પાડવા, અને તેમણે કોઇ રીતે સ્વતંત્રતા ગુમાવનારી આપણા ગ્રેજ્યુએટાએ દ્રવ્યવાનની સેહમાં ખેંચાવું નહીં, પણ તેમણે નિડરપણે કામ કરવું. આ નાની ચાર આનાની રકમ આપવા માટે કોઇએ આનાકાની કરવી નહીં, એવી મારી ભલામણ છે, પણ આ ચાર આનામાંથી શું કાર્યો થાય છે તે જોવાને આકાંક્ષા રાખવી. આ યાજનાના અમલ જો પ્રથમ મ્હોટા ગામેામાં થશે તે પછી કાન્ફરન્સ સિરજીવી થશે તેમાં કાંઈ શક નથી.
તેજ સબંધમાં મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજીના અભિપ્રાયઃ—કાન્ફરન્સે અત્યાર સુધીમાં કરેલાં કાર્યોનુ સિંહાવલેાકન સાંભળી આપણે જોઇ શકયા છીએ કે:કોન્ફરન્સના પૈસાના વ્યય સારે ઠેકાણેજ થયા છે, પરંતુ કેટલાક લોકો જે અનુભવ્યા વગર, ખરી સ્થિતિ જાણ્યા વગર ખોટા આક્ષેપેા કરે છે તે તદન ગેરવાજખી છે. વળી નીચે પ્રમાણે શ્લાક ખેલ્યા હતા કેઃ— न वेत्ति यो यस्य गुणप्रमाणं,
स तस्य निंदां प्रकरोति नित्यं । किरातकन्या करिकुंभजातां,
मुक्ताहित्वा हि बिभर्ति गुंजां ॥
અર્થઃ—જે માણુસ ખીજાના ગુણનું પ્રમાણુ ન જાણતા હોય તે તેની હમેશાં નિંદા કરે છે. દાખલા તરીકે ભીલની છેાકરી હાથી કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલા મેાતીને છેડીને ચણાઠીને ધારણ કરે છે. સાર એ છે કે મેતીને છેડતાં પેહેલાં માતીના ગુણુને જાણવાની જરૂર છે, તે પ્રમાણે કોન્ફરન્સરૂપી મેાતીને છોડી દેશેા તા તમારા હાથમાં ચણાઠીજ આવશે, માટે કાન્ફરન્સને સ્થાયી આવક માટે આ સુકૃત ભંડારની યેાજતાને અમલમાં મુકવા સ્વય સેવકા તમારે ઘેર આવે ત્યારે તેમને ધકકા નહી ખવરાવશે એમ હું આશા રાખુ છુ. તેજ સબંધમાં પન્યાસ શ્રી હરખમુનિના વિચારા—
( તા. ૨-૭-૦૯ ના રોજ શ્રી લાલબાગમાં મળેલી જૈન બંધુઓની જાહેર સભા ) મુનિ શ્રી મેાહનલાલજી તથા અમે જેસલમીરના જે ભંડારા ઉદ્યડાવી ન શકયા તે ભંડારા કાન્ફરન્સે ઉઘડાવી, તેમાંના પુસ્તકાની ટીપેા કરાવી, શ્રી જૈન ગ્રંથાવળિ નામનુ અત્યુત્તમ પુસ્તક પ્રગટ કરેલુ છે, કાન્ફરન્સે કરેલાં કાર્યો સ્પષ્ટ રીતે સમજાય તેમ છે, તેા પછી તેને મદદ કરવાની ખાસ જરૂર છે, તેા આ સ્વયં સેવકા જ્યારે ચાર આના ઉધરાવવા આવશે ત્યારે તેને રાકી નહીં રાખતાં વગર ઢીલે ચાર આના આપી દેવા મારી ભલામણ છે.
i