________________
૨૬ ]
ધમ નીતિની કેળવણી.
[ જુલાઈ
ખ્રિસ્તિ થયા; અને હાલ સમાજીસ્ટ થયા છે. રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ (ભાવનગર) પ્રથમ હિન્દુ હતા; પાછળથી ખ્રિસ્તિ થયા; અને વળી હિન્દુ ધર્મમાં પાછા આવ્યા. આ પિરણામ વિદ્યાર્થિ અવસ્થામાં ધાર્મિક શિક્ષણ નહિ મળવાને લીધે આવ્યાં હશે. જો હેમને ધાર્મિક શિક્ષણુ આપેલુ હાત તેા તેઓએ અન્ય ધર્મના સિદ્ધાંત સ્વિકારતાં પહેલાં હેમનુ સત્ય જરૂર તપાસ્યું હોત.
અમુક ધર્મનું શિક્ષણ પ્રથમ આપવુજ. એથી ધાર્મિક વૃતિ ઉદ્ભવશે. ભવિષ્યમાં અન્ય ધર્મના અભ્યાસમાં સ્હાયરૂપ નિવડશે.
કરીમ મહમદ, એમ. એ. ધર્મના ખાસ શિક્ષણુની ખાસ જરૂર છે. સરકારની શાળાઓમાં તે અપાય નહિ માટે જુદા જુદા ધર્મ તથા પથવાલાએ તે વિષે યત્ન કરવાની ભારે જરૂર છે.
હરાવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાલા, દિવાન, લુણાવાડા સ્ટેટ.
ધર્મ પર અનાસ્થા વધતી જાય છે ને તેથી નીતિને પણ નુકશાન પહોંચે છે. લોકા દંભી તથા અસત્યશીલ થતા જાય છે, ધર્મ નીતિનું મૂળ છે, ધર્મથી ઐહિક ને આમ્રુધ્મિક શ્રેય થાય છે, માટે ધર્મશિક્ષણની જરૂર છે.
કમળાશ'કર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ. ધર્મના તત્ત્વના બરાબર ખાધ થવાથી મનુષ્ય જીવનના ગંભીર અર્થ કરતાં શીખે છે, ને જીવનના ગમે તેમ વ્યય કરવાને બદલે હું એક જોખમદાર ઋણી છું” એમ સમજી તેને તે સર્વ્યય કરે છે.
ચન્દ્રશંકર નર્મદાશંકર પડયા, બી. એ.
ધર્મ શિક્ષણની બેશક જરૂર છે. કારણ કે એ સર્વોપરીજીવનનું શિક્ષણ છે. કારણકે જીવન એટલે શુ' તે એથી સમજાય છે. સામાન્ય નીતિને પાયા ધર્મ છે. ધર્મ વગર માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ સફળ થાય એમ લાગતું નથી. યાગ્ય નિય ંત્રણ અને સારી ટેવા ધર્મના પાયા ઉપરજ યાગ્ય રીતે બધાઇ શકે.
મણિશંકર રત્નજી ભટ્ટ, મી એ.
નાનપણમાં સારી યા નરસી છાપ પડશે તેની અસર આખી જીદંગીપર થવાની, તેથી બાળકાનું મન, વ્યાવહારિક વિષયથીજ ભરીને, ધર્મના આસ્વાદનથી વિમુખ રાખવામાં આવશે તા શ્રેષ્ટ જીવન નહિ અને.
માહનલાલ જેસિંગભાઈ બારોટ,
જૈન સિદ્ધાંત મુજમ “ વષ્ણુ સહાવા ધમ્મા ” ( વસ્તુના સ્વભાવ તેજ ધર્મ) એ નિશ્રયાર્થં લઇ, તે નિશ્ચય જેથી સિદ્ધ થાય એવા વ્યવહારમાર્ગનું શિક્ષણુ અત્યાવશ્યક છે. મન:સુખલાલ કીરચંદ મહેતા,
ધર્મ શિક્ષણની જરૂર તા છેજ. પેાતાપણુ” જે માણુસ જાણુતા નથી કે સમજતા નથી તે વૃથા જીવે છે, અને પોતાપણું જાણવા સમજવા પેાતાના ધર્મનાં જ્ઞાનની પહેલી જરૂર છે. હિમ્મતલાલ ગણેશજી અજારિયા, એમ. એ