________________
૧૦૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[ જુલાઈ.
તે જોતાં પણ તેમનું મન ન માને તે કોન્ફરન્સ ઓફીસમાં થતાં કાર્યો તપાસવા સૂચના કરીએ છીએ.
કેન્ફરન્સ ઓફીસ તથી બહાર પડેલી ગ્રંથાવલિ નામના પુસ્તકની પ્રશંસા થવા લાગી છે–અને આ પુસ્તક રાખનારાઓને જૈન જ્ઞાનભંડાર શું છે અને તે કેવા પ્રકારને હેવો જોઈએ તે જાણવા ખાસ તક મળે છે, વળી અમુક સ્થળેથી અમુક પ્રત મળી શકશે તે જાણવા માટે આજ ગ્રંથ સાધનભૂત છે. આપણું મુનિરાજોના ઉપયોગ અર્થે સેંકડો બલકે હજાર રૂપિયા ખર્ચા અમુક પ્રત લખાવવા તજવીજ થાય છે. તેવા પૈસા ખર્ચનારાઓને અમુક પ્રત કેવી છે, કેટલા લોકની છે, તે કયાંથી મળી શકશે વગેરે જાણવા માટે આ સાધન છે. આ પુસ્તકની કિમત તેના સંગ્રહનારા જાણી શકે છે અને આવા ટીકા કરનારાઓ જે તપાસશે તો તેમની ખાત્રી થશે કે આ પુસ્તક કેવા પ્રકારનું છે. વળી યુરોપિય પ્રોફેસરોને પણ આ ગ્રંથ ઉપયોગી થઈ પડે તેમ છે.
ઉપરની હકીકતથી વાંચનારાઓ જોશે કે કોન્ફરન્સ કરેલું કામ છે કે સમુદ્રમાં બિન્દુ સમાન છે–પણ સારા કાર્યોમાં હમેશાં વિલંબ થાય છે અને તેથી આવા કાર્યો માટે પ્રકાર કરવા પહેલાં તેમને કેમ પિષવા તે તર્ક દરેક વ્યકિતએ લક્ષ રાખવું
શ્રીમાનોએ પૈસાની, વિદ્વાનોએ બુદ્ધિની અને કામ કરનારાઓએ શ્રમપૂર્વક કાર્ય લેવાની વગેરે મહેનત કરી આ કાર્યને સર્વ રીતે પોષવું જોઈએ છે. ન્હાનામાંથી મહેસું થવાય છે. હવે કોન્ફરન્સ રૂપી બાલક ૭ વર્ષનું થયું છે અને તેને માટે ફીકર રાખનારાઓને હવે અમવાવું જોઈતું નથી.
અભિપ્રાય.
બુદ્ધિપ્રભા–અમદાવાદની શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બર્ડિગના હિતાર્થે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા આ માસિકના ત્રણ અંકની પહોંચ સ્વીકારતાં અમને ઘણે સંતોષ ઉપજે છે. આ માસિકમાં આવતા ઉત્તમ લેખે ઉપરથી એમ લખ્યા વગર ચાલતું નથી કે આ માસિકને જન્મ આપણી કેમને માટે આવકારદાયક છે. કોઈ પણ અંગત વિષય અથવા જેથી કોમમાં કુસંપ વધે તે કોઈ પણ લેખ આ માસિકમાં દાખલ કરવામાં આવશે નહીં જ; આ હેતુ પણ પ્રશંસાપાત્ર છે. આપણી કેમમાં ખરૂં પુછાવે તે આવા મધ્યસ્થ માસિકોની જ સાંપ્રત કાળમાં જરૂર છે. વિશેષમાં આ માસિકમાં મુનિશ્રી બુદ્ધિસાગરજીના લેખો ખાસ મનન કરવા લાયક છે. આ માસિકને ખર્ચ બાદ કરતાં જે ઉપજ થશે તેને ઉપર જણાવેલ બોર્ડિંગના હિતમાં ઉપયોગ કરવો તે ઉદેશ પણ વખાણવા લાયક છે. દરેક ધર્માભિમાની પુરૂષે આવા માસિકના ગ્રાહક બની ઉતેજન આપવું જોઈએ. અમે આ માસિકની હરેક રીતે ફતેહ ઈચ્છીએ છીએ.