________________
૧ર ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ,
[ જૂન
ન્યાતના અને શ્રી સંઘના શેઠને સત્તા આપવામાં આવે છે અને આ શિવાય ટપાલ ખર્ચ તથા હુંડીયામણ ખર્ચ જે લાગે તે પણ ભેગી થએલી રકમમાંથી બાદ કરી બાકીના પૈસા મોકલવા એમ ઠરાવવામાં આવ્યું છે.
તપાસણ-૭ જીલ્લાના તથા પ્રાંતના એટલેકે ડિસ્ટ્રીકટ અને પ્રોવિન
શિઅલ સેક્રેટરિઓએ પિતાના જીલ્લા તથા પ્રાંતની વસુલાતનું કામ અને તે વસુલ થએલા પૈસા મુંબઈ હેડ ઓફીસ તરફ મોકલવાનું કામ બરોબર અને વખતસર થાય તેટલા માટે તેના ઉપર દેખરેખ રાખવાની છે. અને કઈ ગામ અગર ન્યાતમાં તકરાર પડે તે ત્યાં જાતે જઈ અગર પત્ર લખી કે માણસ મોકલી તેવી તકરારનું સમાધાન કરવા પ્રયત્ન કરો. અને જ્યાં જ્યાં પિતે અગર પિતા તરફના માણસે જાય ત્યાં ત્યાંની
ન્યાત અગર શ્રી સંઘના શેઠની પાસેની પહોંચબુક તપાસી તે પર તેણે પિતાની સહી કરવી.
ઉપગ-૮ આ ફંડમાં વસુલ થએલી રકમમાંથી અડધી રકમ
કેળવણી ખાતામાં અને બાકીની રકમ કેન્ફરન્સના નિભાવમાં હાલ વાપરવામાં આવશે. આ આઠમી કલમના સંબંધમાં ત્રણ વરસ સુધી અનુભવ લીધા બાદ કાંઈ પણ ફેરફાર કર હશે તે તે થઈ શકશે.
• હિસાબ-૯ આ ફંડ સંબંધી હિસાબ ગમે તે વખતે કેન્ફરન્સ
ઓફીસમાં જોવાની દરેક જૈનને છૂટ રહેશે. તથા તે કોન્ફરન્સના હિસાબ તથા રિપોર્ટ સાથે દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવશે.