SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] પ્રાસંગિક છે. [ ૧૪૫ અમે પ્રથમથી કહેતા આવ્યા છીએ કે આ પેજના વ્યવહારૂ અને શક્ય છે અને તેના દાખલા ઘણા ગામેએ દેખાડી આપેલા છે. સુકૃત ભંડાર ઉઘરાવવાની યોજના જેસભેર ચલાવવા માટે આપણી વસ્તીવાળાં મુખ્ય શહેરો જેવાં કે મુંબઈ, સુરત, અમદાવાદ, ભાવનગર આદિ આ માસામાં જ દઢ પ્રયાસ કરી સુકૃત ભંડાર ઉઘરાવે તેજ બીજા ગામે તેઓનું અનુકરણ કરશે એમ અમારું માનવું છે. તેથી કરીને અમે ખાસ કરીને ઉપર જણાવેલા ચાર ગામના આગેવાનોને આગ્રહપૂર્વક વિનતિ કરીએ છીએ કે તમે આ સુકૃત ભંડાર માટે અત્યારથી જ વ્યવસ્થા કરવા લાગશે.' x - કોન્ફરન્સના ઠરાવને અમલમાં મૂકવા માટે પ્રથમ તે અમે કોન્ફરન્સમાં હાજરી આપતા ડેલીગેટ, વીઝીટીર તથા વેલંટીએરેને આગ્રહ કરીશું. તેઓના હદયમાં રહેલું કોન્ફરન્સ હિત માત્ર ત્રણ દિવસ કોન્ફરન્સમાં હાજરી આપવાથી કંઈ ખરું હિત કરી શકાશે નહીં. કેન્ફરન્સના હિતચિંતક તથા શુભેચ્છકોનું ખરૂં હિત વર્ષના બાકીના ૩૬૨ દહાડા કોન્ફરન્સના ઠરાવને અંગે પ્રયત્ન કરવામાં સમાયેલું છે. કેન્ફરન્સ પૂરી થઈ રહી એટલે પોતાનું કર્તવ્ય પૂરું થયું એમ સમજનારાઓને અમે કોન્ફરન્સના હિતચિંતકો નહીં પરંતુ કેન્ફરન્સને નુકસાન કરનારા સમજીએ છીએ. પ્રતિનિધિઓ, પ્રેક્ષક, તથા સ્વયંસેવકો પોતપોતાને ગામ જઈ પિતાના ગામમાં વસતા સર્વે જૈન બંધુઓને કોન્ફરન્સના હેતુઓ તેમજ ઠરાવ સમજાવી તે ઠરા અમલમાં મૂકવા તેઓને આગ્રહ કરશે તે તેઓએ કોન્ફરન્સ પ્રત્યેની પિતાની ફરજ અદા કરી છે એમ અમે ધારીશું. અમારે હવે માત્ર ત્રણ દિવસના પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો નથી જોઈતા. પરંતુ પિતાની જીંદગી સુધી આત્મભોગ આપનારા જૈનકમની ઉન્નતિ માટે જેનું લેહી ઉકળી રહ્યું છે તેવા તથા તે મહદય પ્રાપ્ત કરવા અખલિત વીર્યવાળા આત્મભેગી સ્વયંસેવકો તથા પ્રતિનિધિઓ જોઈએ છીએ અને કેન્ફરન્સને ફતેહ પણ ત્યારે જ મળશે–આમીન. આ નવીન વર્ષની આદિમાં પ્રથમ અમે આપણે “કેમના આગેવાને ” તેમજ “મુનિ મહારાજાઓ” તથા “સાવીઓને અરજ કરીશું. આપણું કોમના આગેવાને ઘણું ન્યાતેના શેઠ પણ હોય છે અને તેથી કેન્ફરન્સના ઠરા પિતે અમલમાં મૂકી શકે તેવી સ્થિતિમાં છે. તેટલું જ નહીં પરંતુ પિતાપિતાની નાતેમાં તે ઠરાવેને તુરત અમલ કરાવવા અખૂટ શક્તિ ધરાવે છે તે પ્રથમ અમે અમારા નાયકને વિનંતિ કરી પછી આપણા જૈન શાસનના
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy