________________
૧૩૪ ]
ન કેન્સર હેરલ્ડ. ૧૨ લાયબ્રેરીને લાભ હમેશાં લેવો અને ન લે તેમણે દંડ જમા કરાવે. ૧૩ કેશર તથા મીણબતી પવિત્ર વાપરવાં.
વાડી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા:૧ હાથી દાંતના ચુડા વાપરવા નહીં. ૨ દારૂખાનું ફોડવું નહીં. ૩ કોઈપણ પ્રસંગે ગણિકા પાસે નાચ કરાવવો નહીં ૪ હળીમાં અપશબ્દ બોલવા નહીં. ૫ પર્યુષણમાં આઠ દિવસ બહાર ગામ જવું નહીં. ૬ ચોપડામાં ચામડાનાં પુંઠાં વાપરવાં નહીં. ૭ ખાંડ બનારશીજ વાપરવી.
કારૂ ખેડા-ખાંડ બનારશી વાપરવી, ૫૦ વર્ષની ઉમર થયા બાદ લગ્ન કરવું નહી, તેમ એક સ્ત્રીની હયાતીમાં બીજી પરણવી નહીં.
અમને પ્રાચીન જૈન શ્રેયસ્કર મંડળના પરીક્ષા સા. ભગવાનદાસ દુલભદાસ લખી જણાવે છે કે – સાર ગામ ડીસા કેમ્પથી ૩૦ ગાઉ ઉપર જોધપુર જીલ્લામાં આવેલ છે. આપણા
શાસ્ત્ર પ્રાચીન લેખો જેવાકે જગચિંતામણિના ચિત્યવંદનમાં એક પ્રાચીન તીર્થની કથા વાચક મંળ તેમજ પંચતીર્થ સ્તુતિમાં શ્રી આશાતના पार्श्व प्रणमामि सत्यनगरे श्री वर्धमानं त्रिधा से माह
અનેક લેખો પરથી આ તીર્થ સુપ્રસિદ્ધ છે. આવા અપૂર્વ પ્રાચીન પ્રસિદ્ધ તીર્થના વિષે જે મહાન આશાતનાઓ દૃશ્યમાન થાય છે તે જોઈ કયા જૈન નામ ધરાવનારાને દુઃખ થયા વિના રહે ?
અત્રે આપણાં પ્રાચીન પાંચ દેરાસરે વિદ્યમાન છે. તે પૈકીનાં બે શિખરબંધી પંચાયતી દેરાસર સિવાય બાકીના ત્રણ દેરાસરોમાં જે અદ્ભુત પ્રતિમાઓ બિરાજમાન છે તેની પ્રાય પૂજાસેવા થવી તે તો મુશ્કેલ જ છે, એટલું જ નહીં પરંતુ દેરાસરોની, ઇમારતોની વર્તમાન સ્થિતિ એવી તો ભયંકર છે કે અચાનક તે ઇમારત પડતાં પ્રતિમાજી ખંડિત થતાં વિલંબ થાય તેમ નથી. તો આવા તીર્થના અંદર થતી મહાન આશાતના દૂર કરવી એ દરેક જૈનેની ખાસ ફરજ છે.
ઉપરોકત આશાતના દૂર કરવા માટે નાણાંની સામગ્રી આ ગામમાં દેવદ્રવ્યની સીલીક રૂ. ૫૦) હજારથી રૂ. ૬૦) સાઠ હજારના આશરે દ્રવ્યવંત શ્રાવકેમાં પથરાએલી છે. | આપણું વીતરાગ પ્રણિત પવિત્ર આગમ ઉપરથી આપણે સિધ્ધાચળજી, આબુજી, તારગાજીનાં તીર્થોને સર્વત્ર મહાન તીર્થો માનીએ છીએ. તે સંદ્રષ્ય ભંગુકચ્છ અને આ સત્યનગરનું પણ મહાન તીર્થ કહેલ છે માટે જેવી રીતે સિદ્ધાચળજી તીર્થની આશાતના દુર કરવા આપણા સર્વનું લક્ષ ખેંચાય છે, તેવી જ રીતે આ તીર્થ તેમજ ડીસા કેમ્પથી ૧૮ ગાઉ ઉપર આવેલ ડુવા ગામમાં અમીઝરા પાશ્વનાથજીનું પ્રખ્યાત, તેમજ ત્યાંથી ૧૫ ગાઉ ઉપર ભેરોલ અર્વાચીન તીર્થની આશાતનાઓ દૂર કરવાની જરૂરીઆત છે.