________________
૧૯૦૮ ]
પાંજરાવાળા અને માદા જનાવરની માવજત
[ ૧૫
આધાર રાખે છે; માટે જનાવરની તંદુરસ્તી તરફ યાન રાખી બને તેટલી સંભાળથી તેના ઉપયોગ કરવા,
અનુભવ ઉપરથી જણાય છે કે આપણા દેશના અજ્ઞાન ખેડુતેા અને ખાસદારો તથા રખારીઓની ગલતીથીજ જનાવરો દુ:ખી થાય છે, માટે દરેક ગામડાના પોલીસ પટેલની તથા તાલુકાના મામલતદારો અને મહાલક રીઓની સભાળ નીચે જો જનાવરા તરફ ગુજરતું ઘાતકીપણું અટકાવવાના કાયદો લાગુ થાય તે દેશને તથા જનાવરોને ઘણા લાભ થાય તથા પાંજરાપાળામાં થતા જનાવરાના ભરાવા ઘણે દરજે અટકે. દરદી જનાવરની સ`ભાળ રાખવી તથા તેના ઉપર દયા કરવી એ જનાવરો રાખનારની પહેલી ક્રુજ છે. જેમ બને તેમ જનાવરાના સદુપયોગ થવો જોઇએ.
જનાવશેની માવજત માટે નીચેના નિયમો તરફ ધ્યાન આપવાપાં આવશે તેા પરીણામ અવશ્ય ઘણું સારૂ આવવા સભવ છે.
૧. દરદી જનાવરને પહેલ વહેલુ. ખીમાર થાય કે તરતજ ચાખ્ખી ખુલી હવાવાળી એકાંત જગ્યામાં મુકવું.
૨. પવનના ઝપાટા માંઢાં જનાવરને ઝુલ અથવા જાડું કપડુ ઓઢાડવુ.
નુકશાન છે માટે તેને ગરમ
૩. જે ઠેકાણે દદી જનાવરને મુકેલુ હોય ત્યાં ભેજ થવા દેવેા નહિ. છાણુ અથવા મુતર થાય કે તરતજ વાળી લઈ તે જગ્યાપર રાખ અથવા સુકી માટી છાંટવી.
૪. દરદી જનાવર ઉભું* રહી શકતું ન હોય તા તેને ઝોળીમાં ટાંગવું અથવા જમીનપર સુવાડવુ. ધ્યાન રાખવાની જરૂર છે કે દરદી જનાવરના શરીરની પુરતી સભાળ રાખવી એટલે કે ઘાસની પથારી ઉપર સુવાડવું અને દીવસમાં એક બે વખત પડખાં ફેરવવાં, મતલખ કે તેના શરીર ઉપર ભાડાં ન પડવાં જોઇએ.
પ. દરદી જનાવરના પગ તથા શરીર માલીસ કરવાની ખાસ જરૂર છે. જનાવર અકડાઈ ગયું હોય તે ગરમ પાણીના શેક કરવા અને રાઈનુ તેલ, અથવા ટરપીનટાઇન તેલ મસળવુ..
૬. જંગલી જનાવર કરતાં પાળેલાં જનાવરને કપડાંની વધારે જરૂર છે. સુતરાઉ કપડાં કરતાં ગરમ કપડાં વધારે ગરમી આપે છે. આઢાડવાના કપડાં ચામાં તથા સુકાં હાવાં જોઇએ.
૭. દરદી જનાવરને પીવાનુ` ચાખ્ખુ પાણી એક વાસણમાં ભરી તેની પાસે મુકવુ.