________________
જેન કેન્ફરન્સ હેર૯૭. [ જાન્યુઆરી માવજત ઘણી સારી અસર કરે છે. જેમકે એક માં માણસ બીલકુલ ખાઈ શકતું નથી ત્યારે કાંજી, રાબ, વિગેરે હલકો ખોરાક આપવાથી શરૂઆતમાં તેની ભૂખ ઉઘડે છે તેમ પશુ પક્ષીઓને પણ તેજ પ્રમાણે સુધા જ્યારે મંદ પડી જાય છે ત્યારે લીલું ઘાસ, રાબ, ઘેંસ વિગેરે પીવરાવવાથી વિશેષ ભૂખ ઉઘડે છે અને ઘાસ ખાવું શરૂ કરે છે. દરેક દરદમાં તેની માવજત દરદને અનુસરીને કરવી જોઈએ; પરંતુ અહીં સાધારણ રીતે દરેક દર્દમાં લાગુ પડે તેવા માવજતના નિયમ દાખલ કર્યા છે.
જ્યારે જનાવર અશક્ત હોય અને ખાઈ ન શકતું હોય ત્યારે પહેલું અને ઘણું જ અગત્યનું ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે તેની શક્તિ કેમ સાચવી રાખવી. કુદરત અને કુદરતના નિયમને કેમ અનુસરવું તે આપણી હુંશીઆરી ઉપર આધાર રાખે છે. જનાવર જ્યારે સુસ્ત જણાય કે તરતજ તેને મીઠું તેલ અગર અળશીનું તેલ શેર એક પાઈ દેવું. ત્યાર પછી તેને દુધ, લીલું ઘાસ, ગરબ, મેથી, ભુસે (ઘઉંનું થુલું), ગેળ, છાશ, ઘી વિગેરે દરદી જનાવરને માફક આવે તે ચીજ આપવી. જ્યારે જનાવર માંદુ પડયાના ચિહે જણાય ત્યારે બને તેટલી સંભાળથી સારી વચ્છ જગ્યામાં બાંધવું. ઝલ ઓઢાડવી, ટાઢ તડકાથી બોલવું, અને સાફ સુફ રાખવું. ત્યારપછી તરતજ વૈિદક વિદ્યાના અનુભવી માણસને બતાવવું.
ઘણા વખતથી એકજ જગ્યાએ અને એકજ બાજુ પડી રહેલ જનાવરને વખતે વખત ફેરવવું, નીચે ઘાસની પથારી નાખવી અને તે પણ વખતે વખત બદલાવવી અને શરીરને માલીસ કરવું. માંદા જનાવરને જેમ બને તેમ પુરતી અને સુકી જગ્યા, સ્વચ્છ હવા અને અજવાળાની ખાસ જરૂર છે.
જનાવર જ્યારે ખાઈ શકતું ન હોય ત્યારે નાળવતી કાંજી, ગૅસ, દુધ વિગેરે શક્તિ પ્રમાણે પાવું. મેટું, નાક, આંખ, ગુદા અને પેશાબની જગ્યા બને તેટલી સંભાળથી તપાસવી અને સ્વચ્છ રાખવી. મનુષ્ય કરતાં જનાવ રેમાં ઘણાજ જુદા દરદ માલુમ પડે છે પણ ઘણી વખતે તેના ધણીની માવજત તરફની બેદરકારી બીમારી વધવાનું કારણરૂપ થાય છે. જે માણસને અમુક હદમાં રહીને કામ કર્યા પછી આરામની જરૂર છે તેમ જનાવરેને પણ કામની તથા આરામની જરૂર છે. - જનાવરની શક્તિના પ્રમાણમાં કામ લેવું. વધારે સારૂ એ છે કે તેને નિરૂપયોગી કરવું નહિ; તેમ ઉછાંછળાપણાથી તેની તરફ વર્તવું નહિં. જનાવરના કદના પ્રમાણમાં તથા તેની ઉમર તરફ ધ્યાન રાખી ગ્ય. કામ લેવામાં આવે તે તેની આખી જીંદગીમાં તે ભાગ્યે જ બે ચાર વખત માંદું પડે છે. ઘણું કરીને તે જનાવરનું માંદા પડવું તે તેના ધણીના ગેરઉપગ ઉપર