________________
૧૯૦૯ ]
કેમ સુધારા થાય
[ ૧૧૧
કેમ સુધારા થાય?
દેહરા મરદાનીના તેરમાં, આમ તેમ મરડાય; વિશનખી ઘરમાં વઢે, કેમ સુધારા થાય ? ચમચમ પહેરે ચાખી, ઢમ ઢમ ઢમકે પાય; કડ કડ કડકે કેડીઓ, કેમ સુધારા થાય? ધર્મ તણું સરદાર પણ, પાપી મન વચ કાય; પિગળ કેરા પિોટલા, કેમ સુધારા થાય? વહીવટ સઘળે ખાનગી, વ્યસનીને સોંપાય; ધર્મ વિરોધી ધડધડે, કેમ સુધારા થાય ? આંબા કેરા વનવિષે, કડવાં બી પાય; અમૃતમાં વિષ ભેળવે, કેમ સુધારા થાય? ચારી જારીમાં ભળે, નેકર એ જ રખાય; ઢોંગીના ઢગલાથકી, કેમ સુધારા થાય ? આશા દેવાયા પછી, નિરાશમાં નંખાય; કદી પ્રતિજ્ઞા નવપળે, કેમ સુધારા થાય ? ખાવા, પીવા, લુટવા, તપસ્યમાંહ્ય તપાય; પણ અંતર બુઝે નહીં, કેમ સુધારા થાય ? ધર્મતણ નામે રળે, સ્વાર્થ સબળ સચવાય; ધર્મ નામથી ધુતતા, કેમ સુધારા થાય ? એકલ વિહારી વડે, એકાંતે રહેવાય; એકલપેટા સેવકે, કેમ સુધારા થાય ? દિવાન્ય રજની ગ્યને, દિવસે બહાર લવાય; તડકામાં દીપક કરે, કેમ સુધારા થાય ? દિનકરને જે છાબડે, ઢાંકીને ઢાય; ચસમાં આપે અંધને, કેમ સુધારા થાય ? જ્ઞાની અજ્ઞાની વડે, નિષ્કારણ નિંદાય; દોલતવાળા દીનથી, કેમ સુધારા થાય ? વનિતાઓ વહેમી બને, કજીયામાં કપાય; પતિવ્રતા વ્રત નવ ધરે, કેમ સુધારા થાય ?
અપૂર્ણ
૧૧૩