________________
૧૯૦૯ ]
હાનિકારક રીત રીવાજો,
હાનિકારક રીત રીવાજો.
[ ૧૯૭
( શ. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની. બી. એ. એલ. એલ. મી. ) ( અનુસધાનઃ પૃષ્ટ ૬૬ થી. )
આ મરકી, દુકાળ, કોલેરાના વિશેષ પ્રસારના સમયમાં ખાળવિધવાઓની સખ્યામાં વધારો થતા જોવામાં આવે છે. તે પણુ બાળલગ્નનેજ આભારી છે. બાળલગ્નને અટકાવવાના કાર્યમાં આપણે ધીમે ધીમે પશુ દૃઢ તાથી આગળ વધીશુ તેા સહેલાઇથી ફાવી શકીશુ. બાળલગ્ન એકદમ બધ કરવામાં આવે તે પહેલાં માળકાની નાની ઉમરમાં સગાઈ કરવામાં આવે છે. તે તરફ્ લક્ષ આપવાની જરૂર છે. સગાઇજ તેની માટી ઉમરે કરવામાં આવે તેા આપણે જે કજોડાના અનેક દાખલા આપણી દૃષ્ટિ સન્મુખ ને ઇએ છીએ તે જોવા પ્રસંગ આવે નહિ. આ સંબધમાં ભાવનગર નિવાસી શેઠ ત્રિભુવનદાસ ભાણજીને દાખલા વિવેકી માબાપાએ ખાસ અનુકરણ કરવા ચેાગ્ય છે. જ્યાં સુધી રીવાજમાં વિશેષ ફેરફાર કરી શકયા નથી ત્યાં સુધી સગાઇ કરતી વખતે ખીજી ખામત લક્ષમાં રાખવાની એ છે કે-વર કન્યાની ઉંમર વચ્ચે પાંચ સાત વર્ષ ના તફાવત રાખવા, એટલે તેની નાની ઉમરમાં લગ્ન કરવાની જરૂર રહે નહિં. અને માટી ઉમરે લગ્ન થતાં પતિ પત્ની પોત પોતાના ધમા સમજતાં પત્ની સહધર્મચારિણીના ચાગ્ય નામને લાયક થાય.
પરણાવ્યા પહેલાં કન્યા જો સ્ત્રી ધર્મોમાં આવે તે તેના માબાપનમાં જાય એવા ખ્યાલ જૈન શાસ્ત્રાનુસાર સભવતા નથી. અને તેથી મનમાંથી કાઢી નાંખવા જોઇએ. ક્ષાત્ર સમયમાં માંહે માંહેની અગર અન્ય પ્રજાની સાથેની લડાઈના સમયમાં લડાઇમાં ઉતરનાર પુરૂષની જરૂરીયાત હોવાને લીધે વધારે પ્રજાની ઉત્પત્તિ કરવાના હેતુથી કદાચ આવા ખ્યાલને ઉત્તેજન મળતાં ખાળ લગ્ન કરવામાં આવતા હોય પર’તુ હાલ સમય તેથી વિપરીત છે.
•
ઉક્ત રીવાજથી આવા સખત હરીફાઈ (eompetition) ના જમાનામાં માંઘવારીના સમયમાં ખાળ પુરૂષ પોતાનું ગુજરાન કરવાને પણુ સમ હાતા નથી ત્યાં તેને પોતાની પત્નીનું તથા પુત્ર-પુત્રીનું ભરણપોષણ કરવાની ફરજ માથે આવી પડે છે. અને સ’સારના ભાર વહન કરવાની ફીકર થાય છે. દીલગીર થવા જેવુ' તા એ છે કે માણસે પોતાના જાનવરોને સંબધ કરવામાં જે નિયમ જાળવે છે તે નિયમે પોતાના ખાળક યા બાળકીના સ મધમાં જાળવવા ઉત્સુકતા ખતાવતા નથી,