________________
૧૯૦૯ ] નાગ. સ. સ્થાનકવાસી છે. એકલાવેલ સલાહકારક સજેશ [ ૯૫
તવારીખ. તમારા ધર્મની તવારીખ હજુ લખવાની બાકી રહી છે. તમારે ધર્મ કયારે અને કેવી રીતે સ્થપાયે, તેની ખીલવણી કેવી રીતે થઈ, તાંબરે તથા દિગબર વચ્ચે ભેદ, દક્ષિણ હદમાં તેને ફેલાવે, રાજદરબારમાં તેને લાગવગ, તથા તેની અવનતિનાં કારણે–આ બાબતે સંબંધી તવારીખ મેળવવાની છે. વાંચી શકાય તેવા રૂપમાં હાલ કઈ પુસ્તક નથી, કે જેમાંથી તમારા ધર્મના બધા નિયમે જાણી શકાય. તમારે આનું મેટું પુસ્તક અંગ્રે. જીમાં તેમજ દેશી ભાષાઓમાં બનાવવું જોઇએ, કે જેથી બીજાએ તે વડે તમારા ધર્મનું જ્ઞાન મેળવી શકે. જનેમાં કેમની શરૂઆત તથા તેની ખીલ વણી, હીંદુ ધર્મની તમારા ધર્મપર અસર, તથા તમારા લેકના રીત રીવાજ બ્રાહ્મણ ધર્મ તથા બીજા ધમપર જૈન ધર્મની અસર, જૈન ધર્મ પાળતી જુદી જુદી કેમ વચ્ચેના તફાવતે, તેની શરૂઆત તથા સામાન્ય રીતે તમારી કેમ પર તેથી થતી અસર–આ તથા એવી બીજી બાબતે સંબંધી તમારે તપાસ ચલાવવી જોઈએ. મારી ખાત્રી છે કે આ તપાસનું પરિણામ તમારે માટે ઘણું લાભકારી આવશે. તમારા પંથના જુના વિચારના લોકોની દેરવણી માટે તમે તેઓની આગળ સત્તાવાર વીગતે રજુ કરી શકશે. આથી તમારૂં સુધારાનું કામ વધારે સહેલું થશે અને તમારા લેકમાં જે ગેરસમજુતી તથા જે અજ્ઞાન ફેલાયેલાં છે તે નાબુદ થશે.
- પ્રજાકીય ખ્યાલ. . મેં શરૂઆતમાં જણાવ્યું છે તેમાં સુધારા તથા આગળ વધવા માટેના તે મારા બધા પ્રયાસમાં તમારે એક ક્ષણવાર પણ “નેશનલ આઈડીયલ” એટલે કે આખી પ્રજાને લગતે વિચાર વીસરી જ જોઈએ નહી. હમેશાં યાદ શખજે, કે જે વધારે મોટા સમાજને હીદી પ્રજામાં ભેળી દેવું જોઈએ છે તેના તમે એક ભાગ છે. કુસંપથી તથા દલસોજીની ખામીથી હીદે ઘણું સહન કર્યું છે. તમારા ધર્મની બહાર “ઐક્ય” એ તમારે “વેચવર્ડ ” થે જોઈએ.
આખા હિદને લગતી જૈન કેન્ફરન્સ. હું જાણું છું, કે જૈન ધર્મના જુદા જુદા પંથની જુદી જુદી કેન્ફરન્સ ભરવાને બદલે આખા હીંદમાંના તમારા ધર્મના બધા પંથને લગતી એકત્ર કેન્ફરન્સ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસમાં તમે એક વખત નિષ્ફળ ગયા છે તે તમે તે ફરીથી કરી શકે અને મારી ખાત્રી છે કે સારી સમજુતી ફેલાતાં તમે ફતેહમંદ થશે. એવું જણાય છે કે જુવાનીઆઓ તેમાં સામેલ થવા ખુશી છે, અને સુરત ખાતે “ઓલ ઈયા જેન કેન્ફરન્સ”