________________
૧૨]
જેને કેન્ફરન્સ હેર, જાન્યુઆરી ખાનગી રીતે, દબાણથી, બીજી કઈ પણ રીતે સિદ્ધ કરે, પણ કૃપા કરીને જેન કેમનું શિરછત્ર છ વર્ષનું બાળક જે આટલું કરી શકે છે તે બંધ કરવાની સ્થિતિ ઉભી ન કરે. સુધરેલા દેશોમાં મતભેદે હોય છે, પરંતુ મુખ્ય સંસ્થાને અડચણ ન આવે તેવી રીતે જ મતભેદ ખેંચાય છે. તે તેથી આગળ નહિ. પરમાત્માની કૃપાથી પુના કેન્ફરન્સ વખતે આવું વાદળ ઉત્પન્ન ન કરવા દરેક સમજુ સ્વધર્મ જૈન બંધુને નમ્ર પ્રાર્થના છે. પોતાને સાચે આગ્રહ હોય તે પણ દઢ રાખે પરંતુ સંસ્થાને અડચણ આવે તેવી રીતે નહિ. આ ઠરાવના પ્રથમ પારીગ્રાફમાં જે સંપ રાખવાને આગ્રહ કર્યો છે તે ઈષ્ટ છે, બીજે પારીગ્રાફ પણ ઈષ્ટ છે. પરંતુ તે બન્ને પારીગ્રાફ = હારમાં અનુભવાતા નથી, અનુભવાય તેમાં અનેક સુખ છે. ઠરાવને ત્રીજો પેરેજના જુદા જુદા સંપ્રદાયો તરફથી પ્રગટ થતા પરસ્પરની નિંદાવાળા લેખે તરફ કેન્ફરન્સની નાપસંદગી બતાવવા તકરાર પડતાં નિકાલ માટે સંપ્રદાયના સંભાવિત ગૃહસ્થની કમીટી મુકરર કરવા વિષે છે. તે ઠરાવ બહુજ એગ્ય છે. તેનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. આ વિષય લખનાર આ માસિક સાથે ત્રણ વર્ષથી સંબંધમાં છે, અને તે અરસામાં કદીપણ સ્થાનકવાસી અથવા દિગંબરી બંધુઓની લાગણી દુઃખાય એવા રૂપમાં લખ્યું નથીસર્વ લેખકે એ પ્રણાલિકા ધ્યાનમાં રાખી વર્તત કંકાસનું ઘણું કારણ દૂર થાય. આપણા અસલના ઘરડા વડિલે બહુ તીણ લાગણીવાળા છે એ ખરું, પરંતુ લેખકે નિશ્ચય કરે તે અથડામણ ઓછી થાય, અને સુલેહને સંભવ વધારે રહે એ નિશ્ચય. આ ઠરાવમાં જણવેલી સંભાવિત ગૃહસ્થની કમીટી મુકરર થઇ જાણું નથી. જેમ બને તેમ જલદી મુકરર થવાની જરૂર છે. આપણા તરફથી મુકરર થતાં સ્થાનકવાસી તથા દિગંબર કોન્ફરન્સ અસરને તે જણાવી શકાય, તથા મક્ષીજી, અંતરીક્ષજી વિગેરે સ્થળે ચક્ષુ ચડાવવા ઉતારવાની ગુંચવણે નડે છે તેવી બાબતેને ફડ થઈ શકે.
ઓગણીશમે. ઠરાવ ગુજરાતી વાંચનમાળા સંબંધી લખાણ સુધારવાને કેળવણી ખાતાના ઉપરી અધિકારીને અરજ કરવાનું છે. અરજ થઈ ગઈ છે. પરિણામ અધું આપણુ લાભમાં આવ્યું છે. બીજા અધ માટે પ્રયાસ જારી રાખવાની કેન્ફરન્સ ઓફીસને સૂચના છે.
વશમો ઠરાવ નામદાર બ્રિટિશ સરકારની નવા બંધારણની ધારા સભાએમાં જૈન તત્વની નીમણુંક થવા માટે અરજી કરવાને લગતે છે. અરજ થઈ ગઈ છે. પરિણામ જાહેરમાં મૂકવા કેન્ફરન્સ ઓફીસને વિનંતિ છે.
એકવીશ ઠરાવ ગિરનારજી તીર્થની ઉપર ગઢની અંદર જુનાગઢના નવાબ સાહેબ તરફથી મકાને બાંધવા સંબંધી હિલચાલ થાય છે તે માટે