SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] વક્તાઓના ભાષણનો સાર. ધાર્મિક પુસ્તકે મૂળ, ભાષાંતર, અથવા નવી કૃતિના કેઈપણ સંસ્થા તરફથી અથવા ખાનગી ગૃહસ્થ તરફથી છપાવવામાં આવે તે સર્વે કઈપણ વિદ્વાન મુનિરાજને બતાવીને તેમના પ્રમાણપત્ર સહિત છપાવવાની આ કેન્ફરન્સ આવશ્યકતા ધારે છે. અને તેવા પ્રમાણપત્ર શિવાયના છપાવેલા પુસ્તકો વિશ્વાસપાત્ર ગણવા નહી અને તેને જેન બંધુઓએ ઉત્તેજન આપવું નહી એ આ કોન્ફરન્સ આગ્રહ કરે છે અને એવા પ્રમાણપત્ર શિવાયનું કેઈપણ પુસ્તક ધાર્મિક કેળવણી આપવા માટે કઈ પણ જેનશાળા અથવા જનકન્યાશાળાની અંદર ચલાવવું નહી એમ આ કેન્ફરન્સ સૂચવે છે. ઠરાવ ૮ મે. (જીર્ણ દ્વાર, પ્રમુખ તરફથી. ) સંસાર દાવાનલથી તપ્ત થએલા અને શાંતિ આપનાર વિપકારી શ્રી તીર્થકર મહારાજાઓની ચરણરજથી પવિત્ર થએલા તીર્થો તથા આપણા પૂર્વ પુરૂએ અગણિત દ્રવ્ય ખરચીને બંધાવેલા મહાન દેવાલયે જીર્ણ થઈ ગયાં હોય, તેને ઉદ્ધાર કરવા માટે તથા ત્યાં થતી આશાતનાઓ દૂર કરવા માટે વિશેષ પ્રકારે શ્રમ લેવાની જરૂર આ કોન્ફરન્સ સ્વીકારે છે. દિવસ બીજે. વકતાઓએ કરેલા ભાષણેને સાર. મી. દામોદર બાપુશા યેવલાવાળાએ જણાવ્યું હતું કે આ ઠરાવ કોન્ફરન્સનું કેન્દ્રબિંદુ છે. વિવાનેજ કપલતાની ઉપમા ઘટે છે. અસલના વખતમાં જૈન બંધુઓને ફરજીઆત કેળવણી મળતી હતી. હાલ જે પ્રાથમિક કેળવણીજ આપવામાં આવે તો રૂ ૫) થી વધુ પગાર નહિ એવા મહેતાજીની જગ્યા તેને મળી શકે છે. વાણિજ્યનું કામ વિદ્યાનેજ અવલંબીને છે. પૂર્વ કાળમાં જૈન બ્રાહ્મણે ઘણા હતા. જેવા પ્રકારની કેળવણું જોઈએ તેવી નહિ મળવાથી જ વૈશ્યવર્ગની દુર્દશા થઈ છે, દેશકાળ પ્રમાણે તમારી કેળવણું નહિ હોવાથી હાલ ખરાબ સ્થિતિ થઈ છે, ઉચ્ચ પ્રકારની કેળવણી, જેથી મન વિકસિત થાય છે, તે લેવાની ખાસ આવશ્યકતા છે. બીજી કેમે જેવી કે પારસી, મુસલમાન વિગેરેમાં દેશની સેવા કરનારા વીરનો ઘણું છે. પણ આપણામાં તે આપણી કોમની સેવા બજાવનાર પણ ઢઢા જેવા બીજા કઈ દેખાતા નથી. ઉંચી કેળવણી લેવાને હેતુ માત્ર સરકારી નોકરી જ નથી. યુરો પીયનેનાં બીજા બાહ્ય અનુકરણે સાથે તેમનું સાહસ, ધર્ય, વગેરે ગુણોનું અનુકરણ થવું જોઈએ. સ્વદેશાભિમાન, શોર્ય વિગેરે ગુણવાળી કેળવણીજ ઉચ્ચ કેળવપણી કહેવાય. કેળવણ લઈને તૈયાર થયા પછી કીરીડીંગ રૂમો, છે, સાહિત્ય વિશે * * : - :
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy