________________
જૈન કોન્ફરન્સ હેરફડ.
[ ફેબ્રુઆરી ઠરાવ ૬ ટે. ( ધાર્મિક ખાતાંઓના હિસાબ પ્રગટ કરવા બાબત. ) ધાર્મિક ખાતાઓના હીસાબે તૈયાર રાખવાથી અને તે દરવર્ષે પ્રગટ કરવાથી તેના વહીવટ સંબંધી ગેરસમજુત થવાનો સંભવ દુર થાય છે અને વિશ્વાસ બેસે છે તેથી આવક પણ વૃદ્ધિ પામે છે, માટે દરેક ધાર્મિક ખાતાના હિસાબ તૈયાર કરવાની ને કેઈ જેનબંધુ જોવા માગે તેને બતાવવાની, અને તેને છપાવીને પ્રગટ કરવાની આવશ્યક્તા આ કોન્ફરન્સ ધારે છે.
ગયે વર્ષે આ બાબતમાં થએલા હરાવ બાદ જે જે સ્થળેના ધાર્મિક ખાતાએના હિસાબ પ્રગટ કરવામાં આવેલા છે, તેની નોંધ કોન્ફરન્સના માસિકમાં લેવાયેલી છે, તેથી તે બાબત આ કોન્ફરન્સ સંતોષ પ્રદર્શિત કરે છે, અને જે જે સ્થ"ળના ધાર્મિક ખાતાઓના હિસાબ હજુ પ્રગટ થવા ન પામ્યા હોય તેમના આગેવાને અને ઉપરીઓને તેમ કરવાની ખાસ વિનંતી કરે છે.
દરખાસ્ત મૂકનાર . અને પચંદ મલુકચંદ. ટેકો આપનાર રા. ચુનીલાલ નાનચંદ. અનુમોદન આપનાર ડેકટર. નગીનદાસ દોલતરામ.
ઠરાવ ૭ મે.
(જીર્ણ પુસ્તકેદ્વારા પ્રમુખ તરફથી.) આપણું સર્વોત્કૃષ્ટ શ્રી જૈન શાસનને આધાર આપણા મહાન પૂવીચાર્યોએ અથાગ શ્રમ લઈ રચેલા અનેક પ્રાચીન ગ્રન્થ પર છે. આ ગ્રંથમાં ધાર્મિક સિદ્ધાન્ત તેમજ જુદા જુદા શાસ્ત્રીય વિષયોને સમાવેશ કરેલ છે. હાલ તે કેટલી સંખ્યામાં અને કયે કયે સ્થળોએ છે તેની પણ આપણને પૂરી માહીતિ નથી અને જે કે જુના ભંડારે ઉઘડાવી તેમની ટીમ તૈયાર કરાવવા [ આપણી કોન્ફરન્સને 3 સેકેટરીઓ પ્રયત્ન કર્યા જાય છે અને કેટલીક ટીપે તૈયાર થઈ છે, તે પણ ઘણાખરા જ્ઞાનભંડારોની સ્થિતિ ખેદ ઉપજાવે એવી છે. અને જીર્ણપ્રાય થઈ નાશ પામતાં પુસ્તકમાં સમાયેલા જ્ઞાનને લય છે, અને થતો જાય છે. તે માટે હસ્ત લિખિત ગ્રંથે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાંની વિગતવાર ટીપ કરાવવાની, તથા ન મળી શકે તેવા પ્રાચીન ગ્રંથની નકલ કરાવવાની, તેમજ જે પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવામાં બાધ ન આવતું હોય તે પ્રસિદ્ધ કરાવવાની, તેમજ હાલના વિદ્યમાન જૈન ગ્રંથ મળી શકે તેટલા બધા એક મોટા પુસ્તકાલયમાં એકત્ર કરવાની આવશ્યકતા આ કોન્ફરન્સ વિચારે છે. અને પ્રત્યેક નાના મોટા ભંડાર જે સગ્ગસ્થના કબજામાં હોય તેઓએ તે ભંડારે ઉઘડાવી, કેન્ફરન્સના પણ્ડિતેને બતાવી, તેની તપાસ કરાવી, તેની પ તૈયાર કરાવવા તરફ તેમનું ધ્યાન ખેંચે છે. તે સાથે જે જે