________________
૧૯૦૭ ]
પાંચમી કેન્ફરન્સ બીજા દિવસનું મંગળાચરણ.
| હરિગીત છંદ. શ્રી શાંતિનાથ દયાનિધિ શ્રી સંઘમાં શાંતિ કરે, આધિ ઉપાધિ વ્યાધિ વારી ઘો સમાધિ સુધા ઝરે તુજ અનુચરે સૈ જૈનિબંધુ એકતાથી નિસ્તરે, કર પ્રેરણા તેવી સદા વિભુવિજય વસુધા વિસ્તરે.
- રાગ કાફી (હેરી) જુઓ જૈનિબંધું વિચારી (૨) બહુ તંતુથી થાય દેરડું, તેમ બહુની મતિ સારી; તાળી પડે નહીં એક હાથથી, રથ ન ફરે એક આરી; સંપ કરીએ સુખકારી.
જુએ ૧ કુંભકરણની ઉંઘથી જાગે, દેશકાળને વિચારી; સંસારિક ધાર્મિક ને નૈતિક, સર્વ સ્થિતિ સુધારી; કુધારા કુચાલ નિવારી.
જુઓ૦ ૨ સમય વિચારીને રાંચીએ, પકડ્યું પુર નિવારી: સુભટ પાંચસે ભૂખે મળીને, સ્વાર્થ ન લીધે સ્વીકારી; કરી અસર ધારી, જે ધાર્મિક નેતિક કેળવણી, ઘા માતાને સારી; તે ઉન્નતિ નિજ દેશ કેમની, દિન પ્રતિદિન વધનારી; પ્રજા વીર ભાવી થનારી.
જુઓ૦ ૪ કન્યાશાળા જૈનબાળાની, રાજનગરમાં સારી, પ્રથમ સર્વથી સ્થાપી ભાવે, સ્થાપિ બધે સુખકારી; સ્વધાર્મિક વિદ્યા વધારી.
જુઓ ૫ જ્ઞાનેદ્ધાર કરે ભલી ભાત, જીર્ણચંત્ય ઉદ્વારી, સાંકળચંદ સ્વધર્મ બંધુની, સાહ્ય કરે નરનારી; સુજસ વિજ જગ વિસ્તારી.
જુઓ૦ ૬ લાવણું. મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણીએ રાગ. સૌ જૈનિબંધુઓ કરે એકતા આજે, સંસારિક ધાર્મિક સર્વ સુધારા કાજે; વિરપુત્ર શાસન ઉન્નતિ કામે લાગે, લઘુ નંદન વીરના જેનિબંધુઓ જાગે.. નિજ જાતિ ઉધરવા રચે પ્રબ સારા, તજ હાનિકાફ ચાલ કરે સુધારા હે