SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪] જેન કેમ્સ હેરલ્ડ [ ડીસેમ્બર રાજાએ ધાર્યું કે, “આ કેઈ કળાના કાકવાળે પરદેશી ગંધર્વ પિતાની ગીત કળા બતાવવાને આવેલો છે.” પછી ગીતકળામાં ધુરંધર સેલ્લાક નામના પિતાના ગંધર્વને બોલાવ્યા. તેણે તત્કાળ અટવીમાં ભટકીને ઉત્તમ ગીતકળાથી મૂછિત તે મૃગને નગરમાં થઈ રાજ સભામાં રાજા સમક્ષ લાવી રજુ કર્યો. રાજાએ તેની એ અદ્ભુત કળા બદલ ભારે ઇનામ આપી પૂછયું, ગીતકળાને અવધિ કયારે આ કહેવાય ? લાકે કહયું કે, “સુકાં લાકડાંને લીલાં પાંદડાં લાવે ત્યારે.” રાજાએ તે પ્રમાણે કરવા આદેશ કર્યો. સલ્લાકે આબુ પર્વત પર થતા વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કટકે મંગાવી કાચી માટીને કયારે કરાવી રેગ્યા અને શુદ્ધ મલ્હાર રાગ ગાઈ નવીન પાંદડાં આણી સર્વ સભાસદોને તથા રાજાને સંતોષ પમાડે. રાજાએ તેને બાર ગામ ઇનામ આપ્યાં અને બે કે, “નાદને મહિમા મટે છે. યતઃ “નિ મુનિ સુરવિતાનાં વિન: श्रवणहृदयहारी मन्मथस्याग्रदूत । नवनवरसकर्त्ता वल्लभो नायिकानां जयति जगति नाद : पंचमस्तूपवेद ः॥" “સુખીના સુખમાં વૃદ્ધિ કરનાર, દુઃખીઓને હર્ષ પમાડનાર, કર્ણ અને હૃદયને હરનાર, કામદેવને અગ્રદૂત, વિવિધ પ્રકારના રસને કર્તા અને નાયિકાઓને પ્રિય એ પાંચમે ઉપવેદ “નાદ” જગતમાં જયવંતે વર્તે છે.” - પછી સભામાં પધારેલા શ્રી હેમાચાર્યને રાજાએ નાદનું સ્વરૂપ પૂછયું. સૂરિ બોલ્યા, “ગીત સમસ્વરમય છે. તે સ્વર ત્રણ પ્રકારના છે. સચેતન નાદસ્વરૂપ કૃત, અચેતનત, અને ઉભયકૃત. તેમાં સચેતનકૃત મુખ્ય છે. પજ, 2ષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધવત અને નિષાદ એ સાત સ્વરે છે. વજ કંઠમાંથી, અષભ હદયમાંથી, ગંધાર નાસિકામાંથી, મધ્યમ નાભિમાંથી, પંચમ છતી મસ્તક અને કંઠમાંથી, ધવત કપાળમાંથી અને નિષાદ સર્વ સંધિમાંથી નીકળે છે. એ પ્રમાણે સાતે સ્વરોની ઉત્પત્તિ શરીર થકી કહેલી છે. પ્રાકૃત ગ્રંથકારો લખે છે કે, મોર બજ, કુકડે અષભ, હંસ ગંધાર, પાડી મધ્યમ, (વસંત રૂતુમાં) કેયેલ પંચમ, સારસ પૈવત, અને કેચ નિષાદ સ્વરમાં બેલે છે. પ૪ અગ્ર જિલ્લાથી, કષભ છાતીથી, ગંધાર ગળાથી, મધ્યમ મધ્યજિલ્ડાથી, પંચમ નાસિકાથી, ધૈવત દંતકથી અને નિષાદ મસ્તકથી બોલાય છે. હવે અચેતન કૃત સ્વરે વિષે કહું છું. મૃદંગમાંથી પ૪, ગોમુખીમાંથી રાષભ, શંખમાંથી ગંધાર, ઝલરીમાંથી મધ્યમ, ચતુશ્ચરણપદસ્થાનમાંથી પંચમ, આડંબરમાંથી પૈવત અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. ગત નાદાત્મક છે, વાદ્ય પણ નાદના પ્રગટપણાથી વખણાય છે અને નૃત્ય એ બેને અનુસરીને ચાલે છે. માટે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy