SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કે સ ર૯૭. [ ડીસેમ્બર વિચાર સહેજ આપવું જોઇએ, સરકારના સેન્સસ (વસ્તિપત્રક) ઉપસ્થી આપણે જોઈ શકીએ છીએ કે પાસ્સી જેવી નાની કોમ કેળવણીમાં અગ્રપદ ભગવે છે ત્યારે આપણે બીજે નંબરે આવીએ છીએ પણ તેથી કોઈ પણ રીતે પુલાઈ જવાનું નથી. કારણ કે વસ્તિપત્રકમાં તે જેને વાંચતાં લખતાં આવડતું હોય તેને ભણેલા તરીકે ગણવામાં આવે છે. અને આપણી કમ વ્યાપારી કોમ તરીકે કાંઈક વિશેષ પ્રખ્યાત હોવાથી ઘણાખરા ડું ઘણું ભણું વ્યાપારમાં કે વ્યાપારીની નેકરીમાં ઝુકાવે છે. અને તેથી ઉપરની વ્યાખ્યા મુજબ ભણેલાની સંખ્યા આપણામાં એટલી મોટી છે કે આપણે બીજે નંબરે, (આવી રીતને સાંકડે અર્થ છતાં પણ પહેલે નંબરે તે નહિજ) આવીએ છીએ. ' ઉંચી કેળવણી પામેલા પદવીધારક યુવાનોની સંખ્યા પારસી જેવી નાની કેમ સાથે સરખાવતાં આપણામાં ઘણીજ ઓછી છે. અને તેના પરિણામે સરકારી નેકરમાં ઉંચા હોદાઓ ઉપર તથા ગવર્નરની કે ગવર્નર જનરલની ધારાસભામાં એક પંણે જેનભાઈને બિરાજત જેવાને આપણે ભાગ્યશાલી થઈ શક્યા નથી. આથી કરીને જ કેટલીક મુશ્કેલીના વખતે–સમેતશિખરજીની પવિત્રતા જળવાવા જેવા પ્રસંગે-તથા અન્ય પ્રસંગે આપણને આપણું કેમની ઉક્ત બાબતમાં રહેલી અવનત દશા માટે વિમાસણ કરવાનું કારણ મળે છે. ગુજરાતી પાંચમી પડીમાં આપણા , ધર્મ વિરૂદ્ધ આવેલી હકીકતો માટે અરજી કર્યાને આજે કેટલે બધે વખત થ. મુસલમાન ભાઈઓને તથા પારસી ભાઈઓને જવાબ મળે કે આ બાબત વિચાર ચલાવવામાં આવે છે. જૈન કપૂરના જનરલ સેક્રેટરીઓએ કેળવણી ખાતાના ઉપરી અમલદારને આ સંબંધમાં જે અરજી કરેલ તેને છેવટને જવાબ એવી રીતને આપવામાં આવ્યું છે કે તમારી અરજીમાં બતાવેલા કારણો ઉક્ત પાઠમાં ફેરફાર કરવાને માટે પુરતા નથી હવે જોવાનું રહે છે કે જૈન ગ્રેજ્યુએટસ એસેસીએશન તરફથી થયેલી અરજીને શું જવાબ મળે છે. આ સંબંધમાં કેળવણી ખાતાના અમલદારને આપણું આગેવાન બેચાર ગૃહસ્થોએ ડેપ્યુટેશનના રૂપમાં મળવાની જરૂર જણાય છે તેમજ ગવર્નરની ધારાસભામાં સભાસદોની મારપૂત સવાલ પૂછાવવાની જરૂર છે. .. વળી સ્વતંત્ર. વિચારશીલ, કલ્પના શક્તિને પુરતા શ્રમ આપનાર તથા બીતા બીતા પણ હીંમતવાન બની, સનાતન જૈનના અધિપતિ શ્રી દિગમ્બર મુનિઓની પિ વેતામ્બર મુનિઓના ભવિષ્યમાં વિશેષ લેપ થવા સંભવ છે કે? એક ગંભીર સવાલ” એ મથાળા નીચેના લેખમાં મનપૂર્વક તથા વજનયુક્ત દલીલે સાથે જે ગભીર વિચાર પ્રકટ કરે છે તેના ઉપર પુરતું ધ્યાન આપવાની જરૂર છે. એટલું જ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy