SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૭] [૩૫ ચાર ગામડાં પિકી ત્રણ ગામ નિશાળ વગરના છે, તેની સામે સતત પ્રયાસથી ચાલુ કર્યાદ કરતા રહ્યા છે, અને કેટલાએક આગળ વધેલા વિચારના સમુદાયના નેતાઓ સરકારી મદદ ઉપર આધાર રાખવાનો આગ્રહ છોડી દઈ ચેતરફ સ્વદેશી આન્દોલનને પવન પ્રસારતા રહ્યા છે તથા જનસમૂહને મોટો ભાગ દેશની ઉન્નતિના કારણેને અભ્યાસ કરવા તરફ લક્ષ આપી “હું અને મારે દેશ” એમ આગ્રહપૂર્વક પ્રતિપાદન કરતા થયા છે, તેને લાભ લઈ, સ્વદેશીય વિશ્વવિદ્યાલય (National University) ની હીમાયતને ટેકે આપી સ્વાર્પણ કરવામાં તત્પર બની, મોટા મોટા પગારની કરીને ત્યાગ કરી, ટુંક પગારમાં પ્રજાકીય કેળવણી આપનારી શાળાઓમાં જોડાયા છે, તે સમચમાં જૈનેએ એક આગળ વધેલી કોમ તરીકે, સ્વકેમની અને દેશની ઉન્નતિના કાર્યમાં પિતા તરફને કેટલે હિસ્સો આપે તે એક વિચારવા જે પ્રકન છે. થીઓસોફીકલ સોસાઈટીના વ્યવસ્થાપકો, પ્રાચીન ધર્મપુસ્તકોમાંથી સારરૂપ વસ્તુનું દહન કરી, ઉછરતા યુવાનને ધર્મનીતિનું જ્ઞાન આપવાની સાથે, સ્વકીય મતના પ્રચાર માટે બનારસ સેન્ટ્રલ હીંદુ કેલેજ જેવી મોટી સંસ્થા સ્થાપી શક્યા છે. મુસલમાન ભાઈઓમાંના સર સૈયદ અહમદ જેવા મહાન પુરૂષના પ્રયાસથી સ્થપાયેલ અલીગઢ કલેજ પણ આપણી નજર ખેંચે છે વળી તેઓએ એક વગવાળા ડેપ્યુટેશનના રૂપમાં જુદે જુદે સ્થળે પૂરી કેળવણીના કુંડમાં વધારે કર્યો છે. પ્રાર્થના સમાજના અગ્રેસરેએ તથા આર્ય સમાજના અગ્રેસરેએ પણ આ દેશમાં વસ્તા સ્વદેશી ભાઈઓની કેળવણીના વધારા માટે બનતા પ્રયાસ કર્યો છે. અન્યદેશના વતનીઓ તેમજ પરધર્મીઓએ પણ આ દેશમાં કેળવણીના પ્રચાર માટે પિતાને ઉદાર હાથ લંબાવે છે. મુક્તિજવાળાઓએ ચાર કરતાં વધારે નિશાળે બોલી, દશ હજાર વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડ કરી આપી છે. આ ઉપરથી વગર તકરારે સર્વ કઈ કબુલ કરશે કે કેળવણીના વિષયમાં પછાત રહેલ આ દેશમાં, ધનિકોને પિતાના દ્રવ્યના વ્યયથી તથા સ્વાર્પણ કરવા તત્પર વિદ્વાનોને પોતાની વિદ્વતાથી કાર્ય કરવાનું ઘણું જ વિશાળ ક્ષેત્ર છે. અન્ય શિક્ષણની સાથે સ્વાર્થત્યાગવૃત્તિનું સ્વાર્પણ કરવાનું–નમુનેદાર શિક્ષણ આપતી ફરગ્યુસન કોલેજ જેવી એક નવી સંસ્થા દક્ષિણમાં સ્થાપન કરવાનો આપણું દેશના હિતૈષી અગ્રેસર-મદ્રાસીભાઈએ વિચાર કરી રહ્યા છે. આ સર્વ હકીકતના બારીક અવલેન ઉપરથી આપણું કેળવણીના સંબંધમાં કેટલું કર્યું છે, જે કાંઈ કર્યું છે તે ઘણું જ ઘેડું કર્યું છે, તે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy