________________
૧૯૦૭ ]
મનુષ્યદેહુ શાને માટે છે !
[ ૩૩૩
રાગ ઉત્પન્ન કરનારૂ છે. ખેતીને ઉપયોગના ગાય, બળદ તથા વાહન માટેના ઘેાડા આંહીના ( વાંદરાના ) કસાઈખાનામાંજ એવડી મોટી સખ્યામાં માર્યા જાય છે કે તે જાણતાં, વાંચતાં, અને તેમને પડતું દુ:ખ સાંભળતાં કંપારી છૂટયા વિના રહે નહિ. પંચેદ્રી પ્રાણીના વધ કરવા એ સથી માટુ પાપ છે. ખેતીના ઉપયાગના જનાવરોને માર્યાથી ખેતીને, દેશને અને તેથી છેવટે આપણનેજ ગેરલાભ છે. માંસના ખારાકની જેવાજ અન્નના ખારાક પુષ્ટિકારક છે એવું પ્રસિદ્ધ દાતા હવે જાહેર રીતે સ્વીકારવા લાગ્યા છે. મુએલાં જનાવરાના રાગે માંસ ખાનારમાં આવે છે. માંસ ખાનારા બહુજ ક્રોધી હોય છે. માંસાહારીઓમાં ગાંઠ, નાસુર, લાહીવિકાર, ગરમી અને સાજાનાં દરદો બહુજ થાય છે. મુએલાં જનાવરની સઘળી ખાસીઅતા માંસાહારીમાં આવે છે તેનાથી રક્તપીત થવાના પણ બહુ સંભવ રહે છે. ખદહજમી, માથાનેા દુખાવા તથા કલેજાનાં દરદો પણ તેમાં વધારે હોય છે. કાઈ પણ પ્રાણીને માતનુ દુઃખ આપ્યા વિના જીવવું એજ સર્વોત્તમ છે. વનસ્પતિપર નિર્વાહ કરનારાને દારૂની જરૂર પડતી નથી, અથવા તેનુ લક્ષ્ય પણ તે દિશામાં જતું નથી. માંસ તથા મછીના આહાર કરનારામાં ચામડીનાં દરદ વિશેષ હોય છે. આવી રીતે શારીરિક, માનસિક તથા આત્મિક અવનતિ કરનાર માંસાહાર દરેક રીતે ત્યાજય છે. તેની છાયામાં પણ જવું જોઇએ નિહ. સાથી પહેલુ અભક્ષ્ય તે છે.
બીજું અભક્ષ્ય મદિરા છે. મિદરા જીવહિંસાથીજ અને છે. તેથી વાપરનારને જીવહિંસાનુંજ પાપ લાગે છે. અનાજમાં એકેદ્રી જીવહિંસાનું પાપ લાગે છે, પરંતુ મદ્ય તથા માંસમાં એઇદ્રીથી પચેદ્રી સુધીના જીવાનુ પાપ લાગે છે. તેથી આત્મિક અધોગતિ થાય છે. મદ્ય પીધેલા માણસ શુદ્ધિ ખાઇ બેસે છે. મદિરા પીનારી પ્રજાએમાં જેટલા માણસા ગાંડા થાય છે, તેના કરતાં નહિ પીનારી પ્રજાએમાં આછા થાય છે. તેમાંઘા મળતા હેવાથી ખીસું ખાલી થાય છે, અને જરૂરની જે ચીજો લાવવી જો એ તે લેવાતી નથી. કુટુંબના માણસને તેથી સહન કરવુ પડે છે. દારૂડીયા તે બધું સમજે છે, છતાં દારૂ એવી વ્યસનવાળી ચીજ છે, કે સાધારણ માણસથી છેડયા છૂટતા નથી. દારૂ પીધેલી અવસ્થામાં મનપર કાબુ રહી શકતા નથી, તેથી તે વખતે જોઇએ તેમ લવે છે. કુટુંબનાં માણસો સાથે કલેશ કરે છે. તે પીવા માટે પૈસા ન હોય તેા ચારી કરાય છે. દારૂ એવી વસ્તુ નથી કે જે વિના નજ ચાલે. આ ઉપરથી જણાશે કે કરકસરની રીતે તે ખરાબ છે, શારીરિક નુકસાન કરે છે, માનિસક અને આત્મિક નુકશાન પણ કરે છે. ફાયદો બીલકુલ નથી. તેથી તેની નજદીક પણ જવું યાગ્ય નથી. દારૂ પીનારા આત્મહત્યારા પણ કહી શકાય. કારણકે દારૂ ભેજાના નાશ કરી મૂકે છે, અને ફેફસાંને નબળાં બનાવે છે,