SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] અ પણ અધોગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? [ ર૯૩ મોહ નહિ રાખવા આપણને ફરમાન કરશે પણ તે એકાંત ફરમાન નથી? શરીર પર મહ ન રાખે એ ઉત્તમ વાત છે પણ તેથી આત્મઘાત કરવાનો આદેશ શાસ્ત્રો આપે છે એમ માની લેવાની જરૂર નથી. શરીર આરોગ્ય હશે તોજ મનોબળ ખીલશે, અને મને બળ ખીલશે તોજ આત્મબળ અમર પદવી પામી શકશે. પણ જ્યાં શરીરજ નબળું હશે, ત્યાં પાછલા બે બળે કદી પણ મળી શકવાના નથી, એમ પણ શાસ્ત્રો કહે છે, તે ભૂલવા જેવું નથી. જેનશાસ્ત્ર, બીજા મતના શાસ્ત્રો કરતાં જે તફાવત ધરાવે છે, તે તેના ઉત્તમ સિદ્ધાંત અને “સાયન્ટીફીક ” રીતીઓ માટે છે, તેમાં એકાંત ચીજ કઈ પણ નથી, અને દરેક ચીજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરૂષાર્થ સાથે મોટો સંબંધ ધરાવે છે. આ ઉપરથી જણાશે કે મનોબળ તેમજ આત્મિક બળની પ્રાપ્તિ માટે શરૂઆતમાં શરીર બળની મેટી આવશ્યકતા છે, કેમકે શરીર રોગ રહિત અને તાકાતવાળું તેમજ વીર્યવાન હેવાથી જેવું ઉત્તમ મનોબળ પ્રાપ્ત કરી શકાય છે, તેવું મનોબળ રોગી, નબળા અને વીર્યહીન શરીરથી પ્રાપ્ત કરી શકાતું નથી, અને જો કોઈ વખત અપવાદ રૂપે તેથી ઉલટા બનાવો નજરે પડે છે તો તે અપવાદ માત્રજ છે, અને ઉત્તમ શરીર ધરાવતા મને બળવાળા મનુષ્ય આગળ તેમનું મનોબળ પ્રમાણમાં નજીવું હોય છે. ભગવાન રુપ પામનાર આપણા તીર્થકરે, સિદ, આચાર્યો, ચકવર્તીઓ અને વાસુદેવના જે કિંચિત માત્ર ઇતિહાસ આપણી પાસે છે, તેનું અવલોકન કરતાં જણાશે કે તેઓનું શરીરબળ ઘણું ઉત્તમ અને આ કાળને મનુષ્યની કલ્પનામાં કવ ચિતજ આવી શકે એવું હતું. શ્રી રૂષભદેવ, ભરત ચક્રવર્તી, બાહુબળી, વગેરે અસંખ્યાતા વરસપર થઈ ગયેલા આ કાળના મહાત્માઓને બાજુએ મૂકીએ તોપણ છેલ્લા તીર્થકર શ્રી મહાવીરનો ઈતિહાસ પણ અમે જે કહીએ છીએ તેને ટેકો આપનારજ જણાશે. મહાવીર નામ માત્રજ અમારા સિદ્ધાંતને ટેકો આપે છે. મહાવીર, એ નામ તે મહાત્માએ પોતાના શરીર બળથી જ પ્રાપ્ત કર્યું હતું. તેમના શરીરના બળથી મોટા મેટા રાક્ષસે પણ કંપતા હતા, અને એજ શરીરબળથી તેમનું મનોબળ દ્રઢ થતાં, તેણે દુનીયાના મોહ માયા અને કેધ ત્યાગ કરી ઉત્તમ આત્મિક બળ પ્રાપ્ત કર્યું હતું. બાર બાર વરસ સુધી તીવ્રતપ કરનાર, કાનમાં ખીલ્લા દાખલ થવા છતાં, ઉં કે આ નહિ કરનાર, પગના અંગુઠા ઉપર ખીર પકાવવામાં આવતાં પણ પિતાની શાંતિ જાળવી રાખનાર એટલું જ નહિ પણ ખીલા કાઢતી વખતની મહા વેદના પણ સહન કરનાર ભવિષ્યના પરમાત્મા પણ તે વખતના શરીર ધારી મનુષ્યનું બળ શું જેવું તેવું હશે? એવા ઉત્તમ શરીર બળવાળા પૂર્વજોના આપણે વંશજે છતાં આપણે શરીરબળમાં અગાઉ જણાવ્યા પ્રમાણે ઘણા ઘટી ગયા છીએ. એ શરીરબળ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy