SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ રર | જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ઓકટોબર ખામણમાં જૈન બાળકો અને યુવાનનું પ્રમાણ ઘણું વધારે જણાશે. સતાવાળાઓ અને દાકતરે એ સંબંધમાં આપણી અસ્વચ્છતાને આડે લાવે છે, જ્યારે કેટલાક બીજાં કારણે પણ જણાવે છે. ગમે તેમ હોય, તે છતાં એ કહેવું મોટે ભાગે ખરું છે કે આપણાં છોકરાંઓમાંને લગભગ અડધે ભાગ વિશ વર્ષની ઉમર થતાં પહેલાં મરણ પામે છે, અને જે જીવે છે તે તાકાતદાર, જોરાવર, શુરવીર અને ઉગી હેવાને બદલે નાકૌવત, કમરે ભાંગેલા, મુખપર તેજ નહિ ધરાવતા. માંદા અને ઈર્ષા ખોર હોય છે. દયા તે દરેક જૈનમાં જન્મથી જ હોય છે, કેમકે તે તો તેને વંશપરંપરાથી મળેલ વારસે છે, પણ તે દયા દૂત બેલવામાં અને ગમે તેવી કુરતા જેવા છતાં, ડરકણ બની બેસી રહેવામાં અથવા નસીબ કે કાળને દેષ દેવામાં વપરાતી હોય છે. શરીરમાં તાકાત ન હોય ત્યાં આવી દયા શું કામ સારે છે? ગુજરાત અને કાઠીયાવાડના આપણા વીસ વરસની અંદરના અને ત્રીસ વરસથી વધુ ઉમરના નહિ એવા સે યુવાનને એકઠા કરી તપાસ કરશે તે તમને માલમ પડશે કે તેમાં પાંચ પહેલવાને પણ નથી! તેઓમાંને મોટે ભાગ જેરવગરને, નસીબને દેષ દેનારે, અને ઉદ્યોગને બદલે કર્મને પ્રધાનપદ આપી, મતનું દ્રવ્ય મેળવવા ઇચ્છનાર હશે! તેની કમર વાંકી વળેલી અથવા ગાદી, તકીઆ કે ખુરશી વગર ટટાર બેસી નહિ શકે એવી હશે! જે બાલિકાઓ તથા બાળકોને શિક્ષણ આપવા માટે માસ્તરે, પંડિતો કે શિક્ષક હોય છે તેઓની સ્થિતિ પણ બહુધા આવી જ હોય છે. તેઓ પોતાનું દુખી જીવતર ૩૦-૩૫-૪૦ વર્ષે જુવાનીની શરૂઆતમાં જ પૂર્ણ કરી આ દુનીયા ત્યાગી જાય છે! જૈન આગેવાને અનેક ઉપયોગી કાર્યો કરવામાં આરંભથી જ શુરત્વ બતાવે છે, પણ તેઓએ ઉપલી સ્થિતિના કારણો શોધવા જરાપણ લક્ષ આપ્યું છે કે? સેંકડો પાઠશાળાઓ, સેંકડે હુન્નરશાળાઓ, સેંકડે દવાખાનાઓ, સેંકડે દેવાલને સેંકડો પુસ્તકાલયે તેઓ બંધાવે છે, પણ જ્યાં તેને ઉપભેગ કરનારાઓનીજ તાણ હોય ત્યાં તે અનેક ઉપભેગ કે ધર્મના મદદગારે શું કામ આવશે? જયાં દેરાસરના દર્શન કરનારાઓ કે ઉપાશ્રયમાં આવનારાઓ, કે પાઠશાળાઓમાં શીખનારાઓજ નહિ હશે, અથવા હશે તે નબળા, તાકાત વગરના અને તેજ વગરના હશે તે તેનું પરિણામ શું આવશે? માટે દેશના કે કોમના આગેવાનોએ પ્રથમ આ બાબત ઉપર લક્ષ આપવાની જરૂર છે. રેતીના પાયાવાળું ઘર કેટલા કાળ ટકી શકે? નબળા મૂળવાળું ઝાડ કેટલા સમય પવનના ઝપાટા ખમી શકશે? અને તે જ રીતે આપણી યુવાન પ્રજાને શારીરિક સ્થિતિ મૂળમાંજ નબળી હશે તે ભવિષ્યમાં તે શું ઉતમ કાર્ય કરશે ? શું લાભ કરશે? કેમને શું ફાયદો કરશે ? ધર્મને ટેક કેવી રીતે ટકાવશે? એ માટે આપણું ઉધરતી પ્રજાનું શરીરબળ વધારવાના ઉપાયે લેવાની અને ગત્ય ઘણીજ મેટી છે. બીજાં બીજાં કાર્યો સાથે ઉધરતી પ્રજાનું શરીરબળ વધાર નારા ઉપાયે જવાની ઘણું જરૂર છે. ખરું છે કે આપણા શાસ્ત્ર શરીર પર
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy