SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭] જૈન સમાચાર, [ ર૮૭ તે અરસામાં મારું ધ્યાન ખેંચવામાં આવ્યું હતતે કાંઈ થઈ શકત; હવે તો નવી આવૃત્તિમાંજ સુધારો થઈ શકશે. જૈન પ્રજાની ધાર્મિક લાગણી દુખવવાની મારી લેશ માત્ર ઈચ્છા નથી. નવી આવૃત્તિમાં તે ભાગ રદ કરવામાં આવશે તે બાબત તમારે પાકી ખાતરી રાખવી. મુંબઈની ડીરેકટરી—કેન્ફરન્સ તરફથી જ્યારે આખા હિંદુસ્તાનની જૈન શ્વેતાંબર ડીરેકટરી ઘણી ખરી પુરી થવા આવી છે ત્યારે મુંબઈ જેવા શહેરની બાકી રહેલી ડીરેકટરી જે ઘણું મુશ્કેલ કામ છે તેને પણ પુરી કરવા સારૂ કોન્ફરન્સ તરફથી એક વગવાળી કમીટી નીમવામાં આવી છે, જેમાં ડોકટર ત્રીવનદાસ લહેરચંદ, મી. અમરચંદ પી. પરમાર તથા મી. મેહનલાલ ચુનીલાલ દલાલ બી. એને ઓનરરી સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા છે. વસ્તીની ગણત્રીનું કામ પર્યુષણથી શરૂ કરવામાં આવેલું છે જે લગભગ દશા સુધીમાં પૂરું થઈ જવા સંભવ છે. કન્યાવિક્ય બંધ–વઢવાણમાં મુનિમહારાજ શ્રી મેહનવિજયજીના વ્યાખ્યાન વખતે મી. વલ્લભદાસ ત્રીભોવનદાસ ગાંધીએ કેન્ફરન્સ અને તેના કાર્ય વિષે હાજર રહેલાઓને માહિતી આપનારું વિવેચન કર્યું હતું અને તેમાં કન્યાવિક્રયના દુષ્ટ રીવાજ બાબે બોલતાં શ્રોતાજનેના મન ઉપર એવી સચોટ અસર કરી હતી કે. ઘણા શ્રાવકોએ કન્યાવિક્રય નહીં કરવાની બાધાઓ લીધી હતી. - પાલીતાણાના ઘાંચીએ અને મહાજન વચ્ચેની ખટપટને છેડે આવ્યું છે. ઘાંચીઓએ ૧૪ જૈન તહેવાર ઉપર કામકાજ નહીં કરવા કબુલ કીધું છે. મહાજન તેના બદલામાં તેઓને દર વર્ષે રૂ ૨૦) આપશે. જેન શાળાનું સ્થાપન-સરપુર ખાતે મુનિ મહારાજ શ્રી માણેક મુનિના ઉપદેશથી જૈનશાળા સ્થાપવાનું નકી થયું છે. તથા મુનિ મહારાજ શ્રી જયમુનિના ઉપદેશથી પરદેશી ખાંડ વાપરવાની બંધી કરવામાં આવી છે. દેરાસરો માટે કેસરબરાસ. નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી" અમેને લખી જણાવે છે કે હિંદુસ્તાનનાં જૈન શ્વેતાંબરી દેહરાઓ કે જ્યાં કેશર તથા બરાસની જરૂર હોય તે મફત પુરૂં પાડવાને શેઠ ઘેલાભાઈ લાલભાઈ ઝવેરી કેશરબરાસ ફંડ એ નામનું એક ફંડ ચાલુ કરવામાં આવ્યું છે. વાસ્તુ છે જેનભાઈઓને જોઈતું હોય તેઓને અરજ કરવામાં આવે છે કે ઝવેરી બજારમાં આવેલી ઝવેરી નગીનભાઈ ઘેલાભાઈની પેઢી ઊપરથી મફત મળી શકશે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy