SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ, [ઓગષ્ટ તે એ પંકિતને બહિષ્કાર કરી રાજર્ષિ ભતૃહરિની “અરવી જાથા જળપતિ = આ પંકિતનું સંબોધન કરીશું. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ચડતી પડતી, સુખ દુઃખ, છાયડે અને તાપ, એ તે સુષ્ટિકમના નિયમ છે; અને એ નિયમમાં હરેક પ્રાણિ માત્રને આવવું પડે છે. પરંતુ એ કાળે જે મનુષ્ય “સમતા” રાખી શકે તેજ મહાનર-બકે મહાત્મા ગણાય છે, અને ગણાયા છે. તે પ્રેમચંદભાઈનામાં એ “સમતા” ન હતી એમ કહેવાને કેણ સમર્થ છે? એના જન્મથી મરણ પર્યરતના જીવનમાં એ “સમતા” દ્રઢ હતીઃ કુલધર્મની અધિષ્ઠાત્રી–સમતા––ની પૂર્ણ કૃપા હતી; ગમે તેવી વિપત્તિમાં પણ એના મુખપર ગ્લાનિની અસર જણાતી નહીં, તેમ કંજુસાઈ અને કૃપણુતા એનાથી દૂર જ રહેલાં અને આર્થિક જ્ઞાનમાં એની કુશળતા યથાયોગ્ય હતી, એટલું જ નહીં પણ એની ગણતરીમાં કંઈ દોષ નહતા. જે કાંઈ દેષાંશ જગતને દ્રષ્ટિગચર થયે તે માત્ર, જગતમાં નિવસતા સ્વાર્થી લભી મનુષ્યની શિધ્રતા અને બકબકાટથી જ. પૂર્વોકત કથન પ્રમાણે માનવીના સંપૂર્ણ જીવનનો અભ્યાસ કર્યા વિના કોઈપણ મત ઉચ્ચારે એ અજ્ઞાનતાજ કહેવાય તેવીજ રીતે પ્રેમચંદભાઈના “શેરસટ્ટા” સમ્બન્ધ કાંઈપણ બોલવા કરતાં, “માન ધરવું” એ સર જ્યોર્જ બર્ડવુડના બે શબ્દને માન આપવામાંજ નું ગૌરવ સચવાય એમ છે કારણકે વેપારી આલમનું સંપૂર્ણ સ્વરૂપ, જાણ્યા વિના આપણે શું કહિયે ? સર જ્યોર્જ બર્ડવુડ પ્રેમચંદભાઈના સમકાલીન હતા, એટલે હેમનું મત યથાર્થ ન માનવાને કંઈ કારણ નથી. - પ્રેમચંદભાઈની જગવિખ્યાતી બે કારણથી થઈ છે, એક વ્યાપાર કુશળતા અને બીજ દાનવૃતિ, આગળ જણાવ્યા મુજબ ચડતી અને પડતીમાં સમતા ધારી હતી, તેમ ઉભયકાળે એમની દાનવૃતિ એક સરખીજ ચાલુ હતી. ખરેખર પ્રેમચંદભાઈના એ “પરમાર્થનાં દૂધડા”ની સ્થાને સ્થાને પરબ મંડાઈ અને એ દૂધડાંનું પાન, જાતિ, ધર્મ અને દેશના ભેદ વિના એમણે કરાવ્યું. કેણ કહી શકશે કે, એ જાતિભક્ત, દેશભકત અને ધર્મ પરાયણ ન હતા? અમે તે એમનું દાનપત્ર હાથમાં લઈ કહીશું કે એનાં એ “દૂધડાંના પાન કેણે ન કર્યા? ભારતના” નવજીવન”ના રક્ષકેમાં કેટલા પ્રેમચંદભાઈના દૂધડાં પી પી, દૂધમલ થયા છે? શું બંગાળ અને પંજાબમાં એનાં પાન કરનાર નથી, કે દક્ષિણને મદ્રાસમાં નથી; માત્ર મુંબાઈમાંજ છે? આટલું આટલું કર્યું તે પણ એમનામાં અભિમાનને લેશ પણ ન હતું, તેમ અંતપર્યત એમની એ કામદુધા વૃતિ કાયમ જ રહી; હિસાબને ચોપડે આશરે એક કરેડ રુપીયા દાન ખાતે વંચાય છે. ગુખની વાત છે અને પ્રભુ જાણે ૩રા વરિતાનામ 7 વસુધૈવ કુટુ-નવમ્ એ મહા મંત્રના એ માનનાર હતા, વ્યાપારી કાર્યને અંગે,એ હિંદુ, પારસી, મુસલમાન, યુરોપીયન, અર્થાત સર્વે જાતિ અને સર્વે ધર્માનુયાયીના સમ્બન્ધમાં આવ્યા હતા, તે પણ એમની કુલધર્મની આસ્થા અને શ્રદ્ધા કાયમ જ રહીઃ એ સહવાસ અને સંબંધમાં, પ્રસંગોપાત વાર્તાલાપમાં અનેક વિષયે ચર્ચાય એ સ્વભાવિક છે, તે પણ તેમાંથી હંસની માફક સારનું જ ગ્રહણ કરી લેતાઃ અર્થાત અન્યનું ઉત્તમ હોય તે પણ તે ગ્રહણ કરી લેતા
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy