SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮] ' જેન કોન્ફરન્સ હેરલ્ડ." [ઓગષ્ટ પરા, વરસાદના દિવસમાં થતા અળસીયા, શરીરપર થતા વાળા, શરીર પર મૂકવામાં આવતી જળો, ચૂડેલ, તથા અથાણું અને વિકૃતિ પામેલા રસ વિગેરેમાં ઉપજતા જી ને જાણી જોઈને દુઃખ દેવાની જરૂર નથી. તેમને પોષણ આપી ઉછેરવાની જરૂર નથી, પરંતુ તેમને રસ્તે તેમને લેવા દઈ આપણને અડચણ કરતા હોય તે અડચણ ન કરે તેવું સ્થાનકે મૂકી અડચણથી મુકત થવાનું છે, પણ તેમને મારી નાખવાના નથી. ' લગડામાં તથા ચપડીઓમાં લાગતી ઉધઈ , લીખ, માકડ, મંડા, ચાંચડ, કીડી, કંથવા, ગધી, ઘીમેલ, કાનખજૂરા, ગીંગડાં, ધનેડીયાં, વિગેરે તેરિકી અનેક સ્થાનકે ઉત્પન્ન થાય છે. તેમાં કેટલુંક આળસનું પણ પરિણામ હોય છે. કેટલાક નિર્દય માણસો માકડના પર ઉનું ખદબદતું પાણી રેડી તેને મારી નાખે છે, વિગેરે નિર્દયતા નહિ કરતાં તેમને માટે પણ અમુક અમુક વખતે સંભાળ લીધા કરવાથી મુશ્કેલી દૂર થાય છે, અને નિર્દયતા કરીને પાપ બાંધવાની જરૂર પડતી નથી. - ચારેદ્રી છે જેવા કે માખી, મચ્છર, ડાંસ, મસા, પતંગીયા, કંસારી, કોળીઆવડા. ઠણ, વીંછી, તીડ, ભમરા, ભમરી, ખડમાકડી, વિગેરેમાં કેટલાએક હેરાન કર્તા અને દુઃખ કર્તા છે, પરંતુ તેમાંથી કેટલાએકને ઉડાડી શકાય અને કેટલાકને પકડીને દર મૂકી શકાય. આપણે તેમને પોષવાના નથી, કુદરત તથા તે જીવડાંઓનાં કર્મો પિતાનું કામ બજાવ્યા કરશે, પરંતુ જૈને તેમને મારવાના નથી. " - દરિયા વિગેરેમાં જાળ નાખવી, વગડામાં જઈ શિકાર કરે, પિપટ વિગેરે જી ને પાંજરામાં રાખવા વિગેરે પ્રકારેવડે પંચેંદ્રી જીવને હણવાથી અથવા દુભવવાથી કંઈ પણ લાભ નથી, જ્યારે પાપ તો અવશ્ય ઓછા વત્તા પ્રમાણમાં લાગે છેજ. * માછીમારે વિગેરે અનેક પ્રકારે જળચર તિર્યંચ પંચેંદ્રિ જાની હિંસા કરે છે અને મહાપાપ બાંધે છે. પારેવાં, કાગડા, તેતર, ચકલાં, હરણ વિગેરેનો શિકાર કરે એ કેઈપણ રીતે વ્યાજબી ઠરાવી શકાય તેમ નથી. હાલના નવા જમાનાની અનેક પ્રકારની શોધખોળને પરિણામે શરીરમાં નવે જીવ મૂકવાની શોધ થઈ નથી, અને થવાની પણ નથી, તે નિર્દોષ જીવને મારવા એ સાધારણ સમજથી પણ ઉલટું છે. રાહદારીઓને હેરાન ન કરે, માટે કૂતરાંઓને ઝેર ખવરાવીને મારી નાખવા, એ કૃતરામાં જીવ નહિ માનનાર જડવાદી પ્રજાનું જ અપ્રશસ્ય કાર્ય છે. દશ દશ વર્ષ થયાં કોઈપણ નિશ્ચય ઉપર આવી શકાયા પહેલાં મનુષ્યને ઉંદરથીજ મરકી લાગુ પડે છે એ નિશ્ચય કરી કડો ઉંદરને ઝેર દઈને મારી નાખવા એ પણ પાશિમાત્ય પ્રજાનું જ અપ્રશસ્ય કાર્ય છે. તેમને મારી નાખવાને બદલે કેઈ દૂર સ્થળે મૂકવામાં આવે તો શું ખોટું છે? કેંડ નામની માછલીને મારી તેના હૃદયમાંથી તેલ કાઢી, પુષ્ટિકારક તત્વ તરીકે વપરાતું કેંડલીવરઓઈલ પીવું એ પણ કોડને મારવા બરાબર છે. ઓછું પીવાય તો ઓછી માછલીઓ મરાય. ખપના પ્રમાણમાંજ વેપારીઓ ચીજો ઉત્પન્ન કરે છે, તેથી પીનારા પણ મારનાર જેટલાજ પાપી છે. શરીરની પુષ્ટિને માટે પચેંદ્રી છની હિંસાને ઉત્તેજન આપવું તે કઈ રીતે દલીલવાળું નથી. સર્પ જેવા ત્રાસદાયક પ્રાણીને પણ મારવાને જૈનશાસ્ત્ર છુટ આપતું નથી, તે નિર્દોષ જેના
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy