SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૦૭] મનુષ્ય દેહ શાને માટે છે? [ રર૭ ખેતી કરવી, કૂવા, તળાવ, વાવ વિગેરે ખોદાવવાં, માટી ખોદાવવી વિગેરે મુખ્ય પણે પૃથ્વીકાયની હિંસાના પ્રકાર છે, તે જરૂર પુરતા કર્યા વિના ચાલે તેમ ન હોય તે તેમાં રાચવું નહિ. નહાવા દેવામાં જરૂર પૂરતું પાણી વાપરવું, નકામું ઢળવું નહિ. ભઠીથી કામ કરવું પડે તેવા ધંધાઓમાં એટલે મીલ, પ્રેસ, જીનના ધંધામાં, કુંભાર, લુહાર, સેની, સુખડીઆ, લાખ બનાવનારા, મમરા દાળીયા વેચનારા, રંગારા, લૂગડાં છાપનારા છીપા, એ બધા ધંધાદારીઓ વ્યવહાર નિભાવવાને ખાતર પિતાને બંધ કરે છે તેમાં અગ્નિકાયની વિરાધના વિશેષે થાય છે. એ ધંધાઓમાં ધંધાઓમાં ધંધે કરનારના પરિણામ પ્રમાણે ઓછું વ-ત્કર્મ બંધાય છે. પરંતુ એ કર્મોમાં પાણી, અગ્નિ, તથા વાયુકાયના જીવને અત્યંત સંહાર થાય છે. હાલના સમયમાં તેને ખ્યાલ આવે પણ દુર્લભ છે, પરંતુ બની શકે ત્યાં સુધી બીજો ધંધો કરે, ન બની શકે ને એ ધંધો કરે પડે છે તેમાં આનંદ માનવ નહિ. હાલ પશ્ચિમમાંથી ગાયનું માંસ, કૂકરનું માંસ, વિગેરે માંસના ડબાઓ દવાવેચનારાઓની દુકાને વેચાય છે, તે દવા વેચવા માટે તે જૈન તરીકે કદી છુટ મળી શકે તેમ નથી. એવા માંસના ડબા વેચવાથી કસાઈના ધંધાને ઉત્તેજન મળ્યું, એવી સીધા જીવહિંસાના ધંધા માટે તે કંઈજ છુટ મૂકી શકાય તેવું નથી. તેટલું ઓછું રળવું અને ઓછું ખાવું એજ સલાહકારક છે. એ જીવહિંસાના ધંધા પશ્ચિમમાંજ ભલે રહો, જેનો તેનાથી તદન અલગ રહે, એજ ઈષ્ટ છે. તે ધંધાવિના ભૂખે મરી જવાશે, એમ માનવાનું કોઈ કારણ નથી. આરામને માટે વાડી બનાવવી, પાન, ફૂલ, ફળ તોડવાં, પાંખ, પાપડી વિગેરે શાકે શેકવાં તથા સૂકવવાં, મળવાં, કરવાં, અળસી, . એરડી, તલ વિગેરે પીલીને તેલ કાઢવું, શેરડીને કેળુમાં પીલવી, કંદ, મૂળ, ફળ વેચવાં એ બધાં કર્મોથી વનસ્પતિકાયના જીવની વિરાધના વિશેષ થાય છે, તેમાંથી બની શકે તેટલાથી દૂર રહેવું. એકે દ્રી જીવોની હિંસાથી થતાં પાપ કરતાં વિકલ્લેદ્રી, કે પચેટ્ટીની હિંસાથી થતું પાપ બહુ વિશેષ ગણાય છે તેથી બની શકે તેટલામાંથી * વિરમવું. સ્વામીભાઈઓને ધંધે લગાડવા માટે હિતકારક જાહેર સંસ્થાઓ સ્થાપવાની વૃત્તિથી કાંઈ કરવું પડે તે તેમાં પણ તેઓને લખેસરી બનાવવાની વૃત્તિ રાખવાની જરૂર નથી, પરંતુ સ્થળ પ્રમાણે સુખરૂપ નિર્વાહ ચલાવી શકે, આળસુ તથા ઉદ્યમ. વિના ન રહે એવી વૃત્તિથી કેઈપણ કાર્ય ચલાવવાની જરૂર છે. સંભળાય છે કે કેટલાએક જૈન શ્રીમાન શેઠ પિતાને ત્યાં જૈન નોકર ન રાખવાના કારણમાં એમ જણાવે છે કે “તે સામાયક કરે, પિષધ કરે, ઉપવાસ એકાસણા કરે, પ્રતિક્રમણ કરે, . રાત્રિભેજન ન કરે વિગેરે કારણોથી તે મારું કામ બરાબર ન કરી શકે, અને મારા કામમાં મને તેટલી ખલલ લાગે અને નુકસાન થાય. પરંતુ એ કારણે બરાબર નથી.. કેઈ નેકર પિતાના શેઠ નાખુશ થાય તેવી રીતે જાણીબૂજીને વર્તવા રાજી હેયજ, નહિ. અમારી તેવા શેઠને નમ્ર વિનંતિ છે કે બની શકે તેમ નભાઈઓને ધંધે લગાડવાથી ધમને અંગે પણ લાભ છે, અને ધર્મને લાભ તે તેમની ભવિષ્યની પ્રજાને પણ લાભ છે. બેઈકી જેવા કે પેટમાંના કરમિયા, સરમીયા, નાના કીડા, ગંડેલા, કેળ,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy