SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭] . આપણી અધોગતિ, તેમાં ફેરફાર કરવા માટે શું કરવું? [ ર૦૯ તે અગાઉની અને હાલની જેન કેમની સ્થિતિમાં પણ મોટા ફેરફાર થયા છે. આચારવિચાર બદલાયા છે. ધર્મ તરફની લાગણી પણ બદલાઈ છે. દેશ તરફની લાંગણી પણ બદલાઈ છે. અને હાલ જેનકેમ હિંદની એક આગેવાન કેમ તરીકે ગણેય છે. અગાઉ વાંચવા લખવાનું કે મુસદ્દીપણાનું, કે ધર્મનું જ્ઞાન ઘણાજ થોડા માણસો આપણું કોમમાં ધરાવતા હતા, તેને બદલે હાલ જૈનના દરેક ઘરમાં કન્યા કે કુમાર દરેકને વાંચવા લખવાનું, ધર્મનું તથા વેપારનું જ્ઞાન આપવા પ્રયાસ ચાલી રહ્યા છે. જે જૈનો થડા વરસપર પિતાના પાડોશના ભાઈબંધના સહવાસથી મિથ્યાત્વ ધર્મ તરફ ખેંચાયા હતા, યા રાજ્યસતાના પ્રભાવે પિતાના ધર્મ તરફ પુરતું લક્ષ આપી શકતા નહિ, તે જૈને હાલ પોતાના ધર્મ તરફ ખેંચાવા લાગ્યા છે, અને જૈન ધર્મની ઉત્તમતા સ્વીકારવા લાગ્યા છે. અગાઉ જ્યારે ઘણાજ છેડાઓ જ્ઞાન મેળવવાનું સાધન ધરાવતા હતા, ત્યારે હાલ તેઓ સર્વે માટે જ્ઞાનના સાધને, પુસ્તકે અને પાઠશાળાઓ, જ્યાં ત્યાં નજરે પડે છે, ધર્મને લગતા ઉત્સવો કે જમણે, કે લગ્નને લગતી ધામધુમે, અગાડી ઘણીજ થેડી નજરે પડતી ત્યારે હાલ તે ગામેગામ નજરે પડે છે, અને અગાઉ જ્યારે ગામેગામના જૈનસંઘે મેળવવાનું મુશ્કેલ ગણાતું, ત્યારે હાલ ગામેગામના જૈનસંઘ-જૈનસંઘના આગેવાન યા ચુંટી કઢાયેલા સભાસદો-વરસમાં એક વખત અમુક ઠેકાણે મળી જેમકેમના સુધારાવધારા માટે અનેક પ્રયત્નો આદરે છે. તે પણ એમ કહેવાની જરૂર છે કે આગળના કરતાં જેનકેમમાં જે કે ઘણા જ સુધારાઓ થયા છે, તે છતાં તે એવા નથી કે તેમાં વધુ સુધારા માટે જગ્યા હોય નહિ. આપણી કેમની વ્યક્તિઓની શરીરસંબંધી હાલતનું, નીતિ સંબંધી હાલતનું ધાર્મિક આચારની સ્થિતિનું, ખાવાપીવા સંબંધી આચારોનું, પરદેશગમન, ન્યાતવરા, રેવા કુટવાના રીવાજ, લગ્ન, બાલવિધવાઓ, કન્યાવિક વગેરેને લગતી હાલતનું, શ્રાવકના આચારવિરૂધ્ધના ધંધાઓનું કે એવાજ બારીક વિષયોનું બારીક અવલોકન કરવામાં આવશે તે માલમ પડશે કે, આપણે જેમ કેટલીક જુની રીતીઓમાં સુધારો કર્યો છે, તેમજ કેટલીક ખરાબ નવી રીતીઓ એવી તે દાખલ કરી છે કે, તેમાં માટે ફેરફાર થવાની અગત્ય છે, અને દેશકાળ જોતાં જે તે ફેરફાર કરવામાં આવે નહિ તે આપણી હાલત ઘણજ બગડે એ વિચારથી જ આપણી અ-” ધોગતિના કારણેને દૂર કરનાર અને ઉન્નતિને ઉત્તેજીત કરનાર કેટલીક બાબતે તરફ હું જેન ભાઈઓનું ધ્યાન ખેંચીશ જે અમલમાં મુકતાં નિઃશંક રીતે આપણું કેમમાં એક જ જુસ્સો પેદા થશે. આ એક કુશળ વિદ્વાન, એક ચાલાક વેપારી, એક ઉત્તમ ઉપદેશક, એક મોટા વતા, એક બાહેશ તત્વજ્ઞાની, કે હોશીયાર રાજ્યદ્વારી થવા માટે, દરેક માણસ - –સ્ત્રી યા પુરૂષ–ને જોરાવર શરીર હોવું જોઈએ, એ કઈ પણ સમજી શકે એમ છે. દરેક કાર્ય, શરીરની મદદ વગર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે યથાર્થ રીતે થઈ શકતું જ નથી એ જગજાહેર છે. એક ઉત્તમ શરીરના સબબે, જુદા જુદા રોગ દૂર રહે છે, મગજ ખીલે છે. અને હૃદય તેમજ બુદ્ધિ ઉત્તમ વિચારે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy